Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું થલાપતિ વિજય તમિલનાડુમાં BJPને 24 બેઠકો જિતાડશે?:કોંગ્રેસે સ્ટાલિન પાસે 40 બેઠકો માગી; ગઠબંધન તૂટશે, તો BJPને ફાયદો

    10 hours ago

    27 ઓક્ટોબર, 2024, તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વિક્રવંડીના રસ્તાઓ લોકોથી ભરેલા હતા. એટલી ગાડીઓ આવી કે ટ્રાફિક જામ થવાના ડરથી તંત્રને ટોલ પ્લાઝા ફ્રી કરવા પડ્યા. આ દિવસે સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર થલાપતિ વિજય પ્રથમ રેલી કરવાના હતા. આમાં લાખો લોકો પહોંચ્યા. ખૂબ જ તડકામાં ખુરશી માથા પર રાખીને બેસી ગયા. થલાપતિ વિજયની જેવી ફિલ્મોમાં એન્ટ્રી હોય છે, આ રેલીથી તેવી જ એન્ટ્રી પોલિટિક્સમાં થઈ ગઈ. તમિલનાડુમાં એપ્રિલ-મેમાં ચૂંટણી થવાની છે. તે પહેલાં વિજયના કારણે CM એમકે સ્ટાલિનની પાર્ટી DMK અને કોંગ્રેસનું ગઠબંધન જોખમમાં આવી ગયું છે. કોંગ્રેસે DMK પાસે 40 બેઠકો માગી છે, જેના પર પાર્ટી સંમત નથી. કોંગ્રેસનો એક પક્ષ વિજય સાથે જવા માટેની વકાલાત કરી રહ્યો છે. એક્સપર્ટ્સ માની રહ્યા છે કે જો આવું થશે તો DMKને નુકસાન થશે. BJP નેતા અન્નામલાઈ એ પણ વિજયને સાથે મળીને ચૂંટણી લડવાની ઓફર આપી છે. બંને સ્થિતિમાં ફાયદો BJPને થશે. વિજયની ફિલ્મને રાહુલ ગાંધીનો સપોર્ટ, શું સ્ટાલિનને મેસેજ? વિજયની એક ફિલ્મ આવી રહી છે 'જન નાયગન', એટલે કે જન નેતા. સેન્સર બોર્ડે આના કેટલાક ડાયલોગના કારણે સર્ટિફિકેટ આપ્યું નથી. આરોપ છે કે ડાયલોગમાં પોલિટિકલ કોમેન્ટ છે, જેનાથી વિવાદ પેદા થઈ શકે છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. જન નાયગન વિજયની છેલ્લી ફિલ્મ છે, ત્યારબાદ તેઓ પૂરી રીતે પોલિટિક્સ પર ફોકસ કરશે. 13 જાન્યુઆરી 2026ના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તમિલનાડુમાં હતા. આ દરમિયાન તેમણે ટ્વીટ કર્યું- 'ફિલ્મ ‘જન નાયગન'ને રોકવાની કેન્દ્ર સરકારની કોશિશ તમિલ સંસ્કૃતિ પર હુમલો છે. મિસ્ટર મોદી તમે તમિલ લોકોનો અવાજ દબાવવામાં ક્યારેય સફળ નહીં થાઓ.' રાહુલ ગાંધીનું ટ્વીટ તે સમયે આવ્યું છે, જ્યારે DMK અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં સીટ શેરિંગ પર ખેંચતાણ ચાલી રહી છે. તમિલનાડુમાં વિધાનસભાની 234 બેઠકો છે. કોંગ્રેસ DMK પાસે 40 બેઠકો માંગી રહી છે. DMK તેને 25 થી 30 બેઠકો આપવા પર જ સંમત છે. આનાથી નારાજ તમિલનાડુ કોંગ્રેસના નેતાઓ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ એટલે કે TVK સાથે ગઠબંધન કરવા માગે છે. રાહુલ ગાંધીનું વિજયની ફિલ્મને સપોર્ટ કરવું, તમિલનાડુમાં કોંગ્રેસ-DMK ગઠબંધનમાં પહેલી તિરાડ માનવામાં આવી રહી છે. કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવ્યા, તો BJPને ફાયદો તમિલનાડુના પોલિટિકલ એક્સપર્ટ જોન જે કેનેડી કહે છે, 'છેલ્લા 50 વર્ષમાં તમિલનાડુની દ્રવિડ રાજનીતિએ નેશનલ પાર્ટીઓને ઘણી પાછળ ધકેલી દીધી છે. BJP હોય કે કોંગ્રેસ, બંનેએ અહીંની રાજનીતિમાં પગ જમાવવા માટે AIADMK અને DMK સાથે હાથ મિલાવવા પડ્યા છે.' '2021ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સફળતા DMK સાથે ગઠબંધનના કારણે હતી. ચૂંટણીમાં DMKએ 133 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 18 બેઠકો મળી. કોંગ્રેસને DMKના કોર વોટર્સનો સાથ મળ્યો. તમિલનાડુમાં કોંગ્રેસ પાસે નથી કેડર, નથી એવી વિચારધારા, જે તમિલ વોટર્સને જોડી શકે. એટલા માટે DMK તેને વધુ બેઠકો આપવા માગતી નથી. એવામાં રાહુલ ગાંધીનો વિજયની ફિલ્મને સપોર્ટ કરવા પાછળ 3 હેતુ હોઈ શકે છે.' તમિલનાડુમાં કોંગ્રેસ હજુ પણ DMK સાથે ગઠબંધનમાં છે, પરંતુ મંત્રીમંડળનો હિસ્સો નથી. 2021ની વિધાનસભા ચૂંટણીમાં DMKએ સાથી પક્ષોની મદદ વિના જ સરકાર બનાવી હતી. સિનિયર જર્નાલિસ્ટ ડૉ. બસવરાજ ઇટનાલ કહે છે, 'વિધાનસભા ચૂંટણીમાં થલાપતિ વિજયની એન્ટ્રી અને કોંગ્રેસ-DMKનું ગઠબંધન તૂટવા પર BJPને ફાયદો થઈ શકે છે. ખાસ કરીને તે 18 વિધાનસભા બેઠકો પર, જ્યાં કોંગ્રેસ ગત ચૂંટણી જીતી હતી. આમાંથી મોટાભાગની બેઠકો પર DMKની પરંપરાગત વોટબેંક એટલે કે દ્રવિડ, OBC, લઘુમતી, શહેરી મિડલ ક્લાસ કોંગ્રેસની તરફેણમાં ટ્રાન્સફર થયો હતો. એવામાં DMK વગર કોંગ્રેસ માટે ફરીથી 18 બેઠકો જીતવી અશક્ય છે.' '6 બેઠકો એવી છે, જ્યાં વિજયનો પ્રભાવ છે. અહીં પણ BJP ફાયદો લઈ શકે છે. જોકે, બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસનું TVK સાથે જવું જોખમી પગલું પણ હોઈ શકે છે. 10 સાંસદો અને 18 ધારાસભ્યોને જાળવી રાખવા માટે તેણે DMK સાથે રહેવું જ પડશે.' તમિલનાડુમાં BJPની 60 બેઠકો પર લડવાની તૈયારી BJP તમિલનાડુ ચૂંટણીમાં પોતાનો જૂનો રેકોર્ડ સુધારવા માટે દરેક દાવ લગાવી રહી છે. 23 ડિસેમ્બરે પ્રદેશ અધ્યક્ષ નૈનાર નાગેન્દ્રન અને NDAના નેતાઓએ BJP ના ચૂંટણી પ્રભારી પીયૂષ ગોયલ અને અર્જુન રામ મેઘવાલ સાથે બેઠક કરી હતી. પાર્ટીના સૂત્રો જણાવે છે કે બંધ રૂમમાં થયેલી આ મિટિંગમાં સીટ શેરિંગ અને ગઠબંધનની સૌથી મોટી પાર્ટી AIADMK સાથે ચૂંટણી જીતવાની રણનીતિ પર વાત થઈ. તમિલનાડુ BJPના એક સિનિયર લીડર ભાસ્કરને જણાવે છે કે પાર્ટી AIADMK પાસે બેઠકોની વહેંચણી પર મોલભાવ કરી રહી છે. 2021માં BJP 20 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ વખતે અમે નક્કી કર્યું છે કે આનાથી બમણી બેઠકો પર લડીશું. BJP નેતા આગળ કહે છે, 'પૂર્વ CM અને AIADMKના જનરલ સેક્રેટરી પલાનીસ્વામી ઇચ્છે છે કે તેમની પાર્ટી 170 બેઠકો પર ચૂંટણી લડે. તેઓ BJPને 23 બેઠકો આપવા તૈયાર છે, પરંતુ BJP આ વખતે 60 બેઠકો માગી રહી છે. આ બાબતે ગૃહમંત્રી અમિત શાહ અને પલાનીસ્વામીની દિલ્હીમાં વાતચીત થઈ છે. હવે પલાનીસ્વામી NDAના સાથી પક્ષો સાથે વાત કરશે.' 'અમે થલાપતિ વિજય અને કોંગ્રેસ પર પણ નજર બનાવી રાખી છે. વિજયની પાર્ટી કોંગ્રેસ સાથે જાય કે પછી DMK, વિજય અમારા માટે મોટો પડકાર નથી. અમારું ધ્યાન આ અટકળો પર જવાને બદલે DMKને હરાવવા પર છે.' કોંગ્રેસ-DMKમાં ભંગાણ પડ્યું, તો BJPને કેટલો ફાયદો મળશે? સિનિયર જર્નાલિસ્ટ એન ગોવર્ધન આ સવાલનો જવાબ એક જૂના કિસ્સાથી આપે છે. તેઓ કહે છે, '2021માં મને કોલાચેલમાં નાળિયેરનો વેપારી મળ્યો. તેણે જણાવ્યું કે DMK કોંગ્રેસ સાથે છે. તેથી ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર જીતશે.' 'મેં તે વેપારીને પૂછ્યું કે તમે આ વાત આટલા ભરોસાથી કેવી રીતે કહી શકો? વેપારીએ કહ્યું- વોટ કોંગ્રેસને આપી રહ્યા છીએ, પણ અમારો ભરોસો તો સ્ટાલિન પર છે. તેઓ કોંગ્રેસ સાથે છે, એટલે બેલેન્સ બનાવવું પડશે.' ગોવર્ધન કહે છે, 'કોલાચેલ બેઠક પર કોંગ્રેસ કેન્ડિડેટ પ્રિન્સે BJPના પી. રમેશને 24 હજાર વોટથી હરાવ્યા હતા. જો આ વખતે કોંગ્રેસ સ્ટાલિનનો સાથ છોડી દે છે, તો BJP અહીં લીડ મેળવી શકે છે. તમે પોતે સમજી લો કે કોંગ્રેસ-DMKનું ગઠબંધન તૂટે છે, તો સૌથી વધુ નુકસાન કોનું થશે.' એક્સપર્ટે કહ્યું- કોઈ પણ પાર્ટીનું એકલા હાથે બહુમતી સુધી પહોંચવું મુશ્કેલ તમિલનાડુ અને સાઉથની પોલિટિક્સ પર 25 વર્ષથી નજર રાખી રહેલા પોલિટિકલ એનાલિસ્ટ ટીએસ સુધીરનું માનવું છે કે તમિલનાડુમાં એવી કોઈ પાર્ટી નથી, જે આ વખતે બહુમતીથી સરકાર બનાવી શકે. જો ચૂંટણી જીતવી હોય તો રાષ્ટ્રીય પક્ષોએ પ્રાદેશિક પાર્ટીઓ સાથે જોડાણ કરવું જ પડશે. અમે સુધીરને 3 સવાલ પૂછ્યા... 1. કોંગ્રેસ-DMK ગઠબંધનમાં તિરાડ આવી, તો ફાયદો કોને મળશે? જવાબ: BJP ને ફાયદો થશે કારણ કે લોકોની DMK વિરુદ્ધની ધારણા બદલાશે. કોંગ્રેસની દરેક વિધાનસભા બેઠક પર નાની જ સાચી, પણ વોટ બેંક છે. રસાકસીભર્યા મુકાબલામાં આ જ મામૂલી અંતર નિર્ણાયક સાબિત થાય છે. જોકે, કોંગ્રેસ તમિલ પોલિટિક્સમાં મોટી ખેલાડી નથી, તેથી વોટ બેંકની દૃષ્ટિએ તેની અસર બહુ વધારે નહીં હોય. સવાલ 2: થલાપતિ વિજયનું ઉભરવું DMK અને કોંગ્રેસમાં કોને વધુ અસહજ કરી રહ્યું છે? જવાબ: કોંગ્રેસની કેડર માનવા લાગી છે કે પાર્ટીના તમિલનાડુમાં ભવિષ્ય અને તેને નવી એનર્જી સાથે ઉભી કરવા માટે વિજય સાથે જવું વધુ સારું રહેશે. તેમનું માનવું છે કે DMK કોંગ્રેસને ખૂબ ઓછી બેઠકો આપે છે અને સત્તામાં પણ ભાગીદારી આપતી નથી. સવાલ 3: BJPને વધુ ફાયદો ગઠબંધન તૂટવાથી થશે કે વિજયના રાજનીતિમાં આવવાથી? જવાબ: તમિલનાડુમાં BJPનો કોઈ મજબૂત વોટર બેઝ નથી. એકલા હાથે તે જીતવાની સ્થિતિમાં નથી. તેનું ભવિષ્ય AIADMK થી થનારા વોટ ટ્રાન્સફર પર ટકેલું છે. NDAને બેઠકો ત્યારે જ મળશે, જ્યારે તે DMK સરકાર સામેના રોષને વટાવી શકશે. પોલિટિકલ પાર્ટીઓ શું કહી રહી છે... DMK: તમિલનાડુની પરંપરા, સત્તામાં ક્યારેય ભાગીદારી નથી થઈ DMK એલાયન્સ ગઠબંધન તૂટવાની અટકળો પર તમિલનાડુ સરકારમાં રાજ્યમંત્રી અને સિનિયર DMK લીડર આઈ પેરિયાસામી કહે છે, 'કોંગ્રેસને સત્તામાં ભાગીદારી માગવાનો પૂરો અધિકાર છે, પરંતુ DMKનું આવું કોઈ પ્લાનિંગ નથી. તમિલનાડુની પરંપરા રહી છે કે અહીં ક્યારેય બે પાર્ટીઓની ભાગીદારી વાળી સરકાર નથી બની.' કોંગ્રેસ: સત્તામાં ભાગીદારી માટે DMK સાથે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસ-DMK વચ્ચે સીટ શેરિંગને લઈને ચાલી રહેલી ખેંચતાણ પર અમે તમિલનાડુ કોંગ્રેસના સ્ટેટ પ્રેસિડેન્ટ કે. સેલ્વપેરુન્થગઈ સાથે વાત કરી. તેમણે જણાવ્યું, 'અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી જીત્યા પછી અમારી પાર્ટી પણ રાજ્ય સરકારમાં ભાગીદાર બને. અમે DMK સાથે સતત વાત કરી રહ્યા છીએ. છેલ્લો નિર્ણય CM એમકે સ્ટાલિન અને અમારા નેતા રાહુલ ગાંધી તથા મલ્લિકાર્જુન ખડગે જ લેશે.' BJP: DMK-કોંગ્રેસમાં એકબીજાથી પીછો છોડાવવાની હોડ તમિલનાડુ BJPના સ્ટેટ સ્પોક્સપર્સન નારાયણન તિરુપાઠી કહે છે, 'છેલ્લા 5 વર્ષમાં DMKએ તમિલનાડુના લોકોને ફક્ત લૂંટ્યા છે. કોંગ્રેસે પણ દેશ માટે કંઈ વિચાર્યું નથી. DMK એલાયન્સને લઈને તમિલનાડુમાં જબરદસ્ત ગુસ્સો છે. તેથી બંને પાર્ટીઓ ચૂંટણી પહેલા એકબીજાથી પીછો છોડાવવા માટે ડ્રામા કરી રહી છે.' શું ભવિષ્યમાં BJP વિજયની પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે? નારાયણન જવાબ આપે છે, 'તમિલનાડુના વિકાસ માટે જો કોઈ પણ પાર્ટી NDAમાં આવવા માગતી હોય, તો BJP તેનું સ્વાગત કરશે. જો થલાપતિ વિજય અમારો સંપર્ક કરશે, તો તેમની સાથે કામ કરવા તૈયાર છીએ.' કેટલી બેઠકો પર થલાપતિ વિજયની અસર ચેન્નઈ, કાંચીપુરમ, કોયમ્બતૂર, કરૂર, મદુરાઈ, તંજાવુર અને મઈલાપુરમાં વિજયનું સારું ફેન ફોલોઇંગ છે. ચેન્નઈ: અહીં વિજયના ફેન ક્લબ છે. તેઓ અહીં શૂટિંગ પણ કરતા રહ્યા છે. અહીં યુવા મતદારોની સંખ્યા સારી છે. કાંચીપુરમ: અહીં આઈટી પ્રોફેશનલ્સ અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ વધુ છે, જે વિજયના ફેન ક્લબ સાથે જોડાયેલા છે. કોયમ્બતૂર: અહીં કોંગ્રેસ અને DMKની મર્યાદિત પકડ છે. આ વિસ્તારમાં વિજયના નજીકના લોકો રહે છે. કરૂર: અહીં 18 થી 35 વર્ષના મતદારો સૌથી વધુ છે. વિજયના ફેન ક્લબ એક્ટિવ છે. વિજય અહીં આવીને ફિલ્મ રિલીઝ અને સોશિયલ મીડિયા કેમ્પેઈન જેવા ઇવેન્ટમાં સામેલ થઈ ચૂક્યા છે. 27 સપ્ટેમ્બર 2025ના રોજ કરૂરમાં જ વિજયની રેલીમાં નાસભાગથી 39 લોકોના મોત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    સન્ડે ફોટો સ્ટોરી:નવસારી-બારડોલી સ્ટેટ હાઈવે પર સુપા (ગુરુકુળ) પાસે પૂર્ણા પર 70 કરોડના ખર્ચે બની રહેલો નવો હાઈ-લેવલ બ્રીજ અંતિમ તબક્કામાં
    Next Article
    દાઉદને શારજાહ સ્ટેડિયમમાં મારવાનો પ્લાન કેમ ફેલ ગયો?:મુંબઇના ડોન હુસૈન ‘ઉસ્તરા’ની અસલી કહાની, દાઉદના સામ્રાજ્યને એકલે હાથે હચમચાવી નાખ્યું

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment