Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BIPS વિદ્યાર્થીઓએ રક્ષાબંધનને કર્તવ્ય પર્વ તરીકે ઉજવ્યું:પરિવાર, પ્રકૃતિ અને રાષ્ટ્રની રક્ષાનો સંકલ્પ લીધો

    1 day ago

    નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) ખાતે રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિ, સ્વદેશી ભાવના, પરિવારના સંસ્કાર અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. BIPSના વિદ્યાર્થીઓએ રક્ષાબંધનને માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પર્વ નહીં, પરંતુ સમાજ, રાષ્ટ્ર અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી સમજવાના અવસર તરીકે ઉજવ્યું. આ વિચારને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓએ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડતાં પોતાના હાથે સ્વદેશી અને પર્યાવરણને અનુકૂળ રાખડીઓ બનાવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા બજાર આધારિત ઉજવણીને બદલે કળા, સ્થાનિક સંસાધનો અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ અપાયો હતો. રક્ષાબંધનની ઉજવણીમાં ઘરે બનાવેલી વિવિધ પરંપરાગત મીઠાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આનાથી વિદ્યાર્થીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવા, ભારતીય પરંપરાગત ખોરાકને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી જીવનશૈલી અપનાવવાનો સંદેશ મળ્યો હતો. ઉજવણીનું વિશેષ આકર્ષણ ‘પ્રકૃતિને પણ રક્ષા સૂત્ર’ બાંધવાની પ્રવૃત્તિ રહી હતી. વિદ્યાર્થીઓએ વૃક્ષો અને પ્રકૃતિને રાખડી બાંધીને પર્યાવરણની રક્ષા કરવાનો સંકલ્પ લીધો. તેમને શીખવવામાં આવ્યું કે "પ્રકૃતિ આપણું રક્ષણ કરે છે, તો પ્રકૃતિનું રક્ષણ કરવું પણ આપણી ફરજ છે." આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા અભિનય આધારિત નાટક અને મનમોહક નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. નાટક દ્વારા ભારતીય સંસ્કૃતિ, પરિવારના મૂલ્યો, સ્વદેશી વિચારધારા અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ વિષયોને અસરકારક રીતે દર્શાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર તહેવારોની ઉજવણી પૂરતો સીમિત ન રાખી, પરંતુ તહેવારો પાછળ રહેલા મૂલ્યોને સમજાવીને જીવનમાં ઉતારવા પ્રેરિત કરવાનો હતો. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા, નેતૃત્વ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રભાવનાના સંસ્કારો વિકસાવવામાં મદદરૂપ થાય છે. કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવએ જણાવ્યું હતું કે, "અમારી શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ અને મૂલ્યનિર્માણને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે." તેમણે ઉમેર્યું કે, "ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, સ્વદેશી વિચારધારા, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રભાવનાને વિદ્યાર્થીઓના જીવન સાથે જોડતા આવા પ્રેરણાદાયી કાર્યક્રમોને સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. અમારો ઉદ્દેશ માત્ર સારા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો નથી, પરંતુ જવાબદાર, સંવેદનશીલ, આત્મનિર્ભર અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનારા યુવાનોનું ઘડતર કરવાનો છે." કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, કો-ઓર્ડિનેટર તથા શિક્ષકમિત્રોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમની સર્જનાત્મકતા, સંસ્કાર તથા રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મીરાપાર્કના યુવક સાથે ₹3.26 લાખની ઠગાઈ:શખસે બેન્ક કર્મચારીની ઓળખ આપી નવુ ક્રેડિટ કાર્ડ કાઢી આપવાના બહાને OTP મેળવી 4 ટ્રાન્જેક્શન કર્યાં
    Next Article
    ભરૂચમાં કારચાલકે ચાર લોકોને અડફેટે લીધા:ધોળીકુઈમાં અકસ્માત બાદ કારની એર બેગ ખુલી, ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment