Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં કારચાલકે ચાર લોકોને અડફેટે લીધા:ધોળીકુઈમાં અકસ્માત બાદ કારની એર બેગ ખુલી, ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો આક્ષેપ

    1 day ago

    ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં મહાદેવ મંદિર નજીક એક કારચાલકે બેફામ રીતે કાર હંકારી હતી. આ ઘટનામાં ચાર રાહદારીઓ અને વાહનચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારચાલક દારૂના નશામાં હોવાના આક્ષેપ છે. પ્રાથમિક માહિતી અનુસાર, કાર એટલી ઝડપે હતી કે ટક્કર બાદ તેના બંને એરબેગ ખુલી ગયા હતા. કારચાલકે અનેક વાહનોને પણ અડફેટે લેતા તેમને મોટું નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    BIPS વિદ્યાર્થીઓએ રક્ષાબંધનને કર્તવ્ય પર્વ તરીકે ઉજવ્યું:પરિવાર, પ્રકૃતિ અને રાષ્ટ્રની રક્ષાનો સંકલ્પ લીધો
    Next Article
    અમદાવાદ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો:વટવા શો-રૂમ બહારથી એક્ટિવા ચોરનારને પોલીસે દબોચ્યો, ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલીને તફડાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment