Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીરાપાર્કના યુવક સાથે ₹3.26 લાખની ઠગાઈ:શખસે બેન્ક કર્મચારીની ઓળખ આપી નવુ ક્રેડિટ કાર્ડ કાઢી આપવાના બહાને OTP મેળવી 4 ટ્રાન્જેક્શન કર્યાં

    एक दिन पहले

    ભાવનગરના યુવક સાથે બેંક કર્મચારી ઓળખ આપી નવું ક્રેડિટ કાર્ડ આપવાની લાલચ આપી OTP મેળવી ₹3.26 લાખ ઉપાડી લેતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. વોટ્સએપમાં લિંક મોકલી OTP મેળવ્યો હતો શહેરના ઘોઘારોડ, મીરાપાર્કમાં રહેતા અને GIDCમાં હેલ્પર તરીકે કામ કરતા અશોકભાઈ ચૌહાણ પર 8 જુલાઈ 2026ના રોજ અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો. તેણે ICICI બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી, ઓછા ચાર્જવાળા રૂપે ક્રેડિટ કાર્ડની ઓફર કરી હતી. અશોકભાઈ સંમત થતાં ઠગે વોટ્સએપ પર એક લિંક મોકલી હતી, જેના પર તેમણે પાન કાર્ડ અને આધાર કાર્ડના ફોટા અપલોડ કર્યા હતા. ત્યારબાદ KYCના બહાને ઠગે તેમની પાસેથી OTP મેળવી લીધો હતો. 4 ટ્રાંજેક્શનમાં ₹ 3.26 લાખ ઉપાડી લીધા 24 કલાકમાં કાર્ડ મળવાની ખાતરી આપ્યા બાદ પણ કાર્ડ ન મળતાં, અશોકભાઈએ 18 જુલાઈના રોજ તેમના ક્રેડિટ કાર્ડની હિસ્ટ્રી ચેક કરી હતી. જેમાં 9 અને 10 જુલાઈ દરમિયાન ચાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે ₹3,26,108 ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તેમણે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે BNS એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દારૂના ગુનામાં બે આરોપીઓ પાસા હેઠળ ઝડપાયા:વશરામ સાટકા અને ધર્મેન્દ્ર ફાંગલીયાને અમદાવાદ-સુરત જેલમાં મોકલાયા
    Next Article
    BIPS વિદ્યાર્થીઓએ રક્ષાબંધનને કર્તવ્ય પર્વ તરીકે ઉજવ્યું:પરિવાર, પ્રકૃતિ અને રાષ્ટ્રની રક્ષાનો સંકલ્પ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment