Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમત સાથે સેવાનો સુરતમાં અનોખો સંગમ:BGPL-1 માં રક્તદાન કેમ્પ અને સાયબર જાગૃતિ સાથે ખેલાડીઓએ ખેલદિલીના દર્શન કરાવ્યા

    4 days ago

    સુરત શહેરના કોસમાડા વિસ્તારમાં આવેલા G.B. ગ્રાઉન્ડ ખાતે રમતગમતની સાથે સામાજિક સેવાનો ત્રિવેણી સંગમ રચાયો છે. સમસ્ત ભુતિયાગામ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ “ભુતિયાગામ પ્રિમિયર લીગ – BGPL-1” એ માત્ર ચોગ્ગા-છગ્ગાની રમત નથી, પરંતુ 'મેચ જીતીને મન જીતીશું'ના મંત્રને સાર્થક કરતો એક સામાજિક ઉત્સવ બની રહ્યો છે. રાજકીય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ આ ટુર્નામેન્ટની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સહિત સુરતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિશેષ આકર્ષણ ત્યારે જોવા મળ્યું જ્યારે ધારાસભ્ય કુમાર કાનાણી પોતે મેદાનમાં ઉતરી ક્રિકેટ રમ્યા હતા. આ પ્રસંગે ખેલદિલીની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે સાયબર જાગૃતિના પોસ્ટરો લગાવીને લોકોને ડિજિટલ સુરક્ષા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. રમતગમત સાથે રક્તદાનનો સેવા યજ્ઞ BGPL-1 ટુર્નામેન્ટમાં રમતની સાથોસાથ માનવતાનું પણ દર્શન થયું છે. 'જીવનજયોત બ્લડ બેંક'ના સહયોગથી અહીં રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય દાતા સ્વ. વિમળાબેન મનસુખભાઈ મેંદપરા પરિવારના મનસુખભાઈ અને વિપુલભાઈ મેંદપરા છે. આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભુતિયા ગામના યુવાનોની છુપાયેલી પ્રતિભાને મંચ પૂરું પાડવાનો અને સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવાનો છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી નોંધનીય છે કે, આ ટુર્નામેન્ટ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' તરીકે ઉજવાઈ રહી છે. આયોજક અને યુવા પ્રોત્સાહન કમિટીએ તમામ ખેલપ્રેમી જનતાને સહપરિવાર આ મેચો નિહાળવા અને યુવાનોને પ્રોત્સાહિત કરવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં 60 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક કલેક્ટર કચેરી:મંત્રી પ્રવીણ માળીના હસ્તે ભૂમિપૂજન, ભવનમાં આધુનિક મીટિંગ હોલ, કોન્ફરન્સ તેમજ સેવા સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ
    Next Article
    પુત્રના નિધન પર પિતાનો પરોપકારી નિર્ણય:ભાવનગરના 22 વર્ષીય હિરેનનું અંગદાન, 3 લોકોના જીવ બચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment