Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્રના નિધન પર પિતાનો પરોપકારી નિર્ણય:ભાવનગરના 22 વર્ષીય હિરેનનું અંગદાન, 3 લોકોના જીવ બચ્યા

    2 days ago

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર સંવેદના અને સેવાના સંગમ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના એક પિતાએ પોતાના 22 વર્ષીય યુવાન પુત્રને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ અન્ય ત્રણ વ્યક્તિઓને નવજીવન આપવાનો ઉમદા નિર્ણય લીધો છે. હિરેન પ્રવીણભાઈ કંટારીયાના આ અંગદાનથી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અકસ્માતથી બ્રેઇનડેડ સુધીની સફર મૂળ ભાવનગરના હિરેન કંટારીયાને 27 માર્ચ, 2026ના રોજ બાઈક અકસ્માત નડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે 28 માર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો ન થયો અને 30 માર્ચે તબીબોએ તેમને 'બ્રેઇનડેડ' જાહેર કર્યા હતા. પિતાની સંમતિ અને તબીબોનું માર્ગદર્શન આ કપરા સમયે હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. નિમેશ દેસાઈ અને ડૉ. મોહિત ચંપાવતે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું. જુવાનજોધ દીકરાને ગુમાવવાની પીડા હોવા છતાં, પિતા પ્રવીણભાઈએ હિંમત દાખવી અંગદાન માટે સંમતિ આપી. આ નિર્ણયને પગલે હિરેનનું એક લીવર અને બે કિડની સફળતાપૂર્વક મેળવવામાં આવ્યા, જેનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, આ સિવિલ હોસ્પિટલનું 233મું અંગદાન છે. અત્યાર સુધીમાં અહીં કુલ 770 અંગો અને 192 ચક્ષુઓનું દાન પ્રાપ્ત થયું છે, જે અનેક પરિવારોમાં ખુશીઓ લાવવાનું માધ્યમ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    રમત સાથે સેવાનો સુરતમાં અનોખો સંગમ:BGPL-1 માં રક્તદાન કેમ્પ અને સાયબર જાગૃતિ સાથે ખેલાડીઓએ ખેલદિલીના દર્શન કરાવ્યા
    Next Article
    ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં:પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે રજૂ કરી દાવેદારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment