Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 આઇ.ટી. એન્જિનિયરોએ વેરહાઉસમાંથી 104 લેપટોપ ચોર્યા:2 નવા લેપટોપ ગાયબ થતાં CCTV તપાસતા 6 મહિનાથી ચાલતી ચોરીનો ભાંડો ફૂટ્યો

    1 day ago

    ​એસ.જી. હાઇવે પરની જી.એન.એફ.સી. ટાવરમાં આવેલી ક્યુ વેક્સ ગ્લોબલ સર્વિસ કંપનીના વેરહાઉસમાંથી જ તેના ત્રણ આઇ.ટી. એન્જિનિયરોએ છેલ્લા છ મહિનામાં રૂ. 7.12 લાખના 104 લેપટોપ ચોરી કરી લીધા હોવાનું સામે આવ્યું છે. કંપનીમાં નવા આવેલા બે લેપટોપ ગાયબ થતાં સીસીટીવી ફૂટેજ તપાસતા ભાંડો ફૂટ્યો હતો. આ અંગે કંપનીના વાઇસ પ્રેસિડન્ટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જી.એન.એફ.સી. ટાવરમાં આવેલ ક્યુ વેક્સ ગ્લોબલ સર્વિસ કંપની યુ.કે., યુ.એસ., કેનેડા અને મેક્સિકો સહિતના દેશોમાં એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ સર્વિસિસ પૂરી પાડે છે. કંપની છોડીને જતા કર્મચારીઓના લેપટોપ ઓફિસના વેરહાઉસમાં રાખવામાં આવતા હતા. ગત 17 ઓક્ટોબરે કંપનીમાં નવા લેપટોપ આવ્યા હતા. જે કર્મચારીઓને ફાળવવાના હતા. સ્ટોક ચેક કરતા બે નવા લેપટોપ ઓછા જણાયા હતા. કંપનીએ સીસીટીવી ફૂટેજ તપાસતા આઇ.ટી. બેક એન્ડ ટીમમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો ઓવેસીસ નસીમુરરેહમાન અંસારી આ બંને નવા લેપટોપ લઈ જતો દેખાયો હતો. શંકા જતાં કંપનીએ બીજા વેરહાઉસનો સ્ટોક તપાસ્યો હતો. જેમાં કુલ 102 જૂના લેપટોપ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. કમિટી સમક્ષ લેપટોપ ચોર્યાની કબૂલાત એપ્રિલ-2026થી 17 ઓક્ટોબર, 2026 સુધી તપાસતા એન્જિનિયર મોહીત નટવરલાલ વાજા અને જયદિપભાઈ બીપીનભાઈ જીનીયા વારાફરતી લેપટોપ ચોરી જતા કેમેરામાં કેદ થયા હતા. કંપનીએ કમિટી બનાવીને ત્રણેય કર્મચારીઓની પૂછપરછ કરી હતી. જેમાં ઓવેસીસ અંસારીએ 2 નવા લેપટોપ ચોર્યાની કબૂલાત કરી હતી, જ્યારે મોહીત વાજાએ 95 લેપટોપ ચોર્યા હોવાનું લેખિતમાં કબુલ્યું હતું અને જયદિપ જીનીયાએ પણ બાકીના લેપટોપ ચોર્યાની કબૂલાત કરી હતી. આ અંગે નિરજભાઈ જૈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઓવેસીસ અંસારી, મોહીત વાઝા અને જયદિપ જીનીયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં કોટક મહિન્દ્રા બેંક સાથે 22 લાખની છેતરપિંડી:ગ્રાહકોને જાણ કર્યા વિના તેમના નામે બેંકમાંથી લોન મેળવી ફર્નિચર શોરૂમના ખાતામાં નાણાં જમા કરાવ્યા, ફર્નિચર શોરૂમના સંચાલક, બેંક કર્મચારી સહિત 3 સામે ફરિયાદ
    Next Article
    મહાત્મા મંદિરમાં દેશભરના શ્રમ મંત્રીઓની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ:નવા કાયદાનું એક વર્ષ; માંડવિયાએ કહ્યું- નવા લેબર કોડથી શ્રમિકો અને ઉદ્યોગો બંનેને ફાયદો થયો, કમ્પ્લાયન્સ બર્ડન ઘટ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment