Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાત્મા મંદિરમાં દેશભરના શ્રમ મંત્રીઓની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ:નવા કાયદાનું એક વર્ષ; માંડવિયાએ કહ્યું- નવા લેબર કોડથી શ્રમિકો અને ઉદ્યોગો બંનેને ફાયદો થયો, કમ્પ્લાયન્સ બર્ડન ઘટ્યું

    1 day ago

    દેશમાં નવા શ્રમ કાયદા (લેબર કોડ)ના અમલીકરણને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે આ ચિંતન શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. ચિંતન શિબિરના પ્રારંભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશમાં નવા શ્રમ કાયદા લાગુ થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ અવસરે દેશનાં તમામ રાજ્યોના શ્રમ મંત્રીઓ સાથે બે દિવસીય ચિંતન શિબિર યોજવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ નવા શ્રમ કાયદાઓનું વધુ સારી રીતે અમલીકરણ થાય અને દેશના દરેક રાજ્યના દરેક શ્રમિક સુધી તેના લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રમમંત્રી કુંવરજી બાવળિયા સહિત દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રમિકોને સોશિયલ સિક્યોરિટી અને એપોઇન્ટમેન્ટ લેટરની ગેરંટી માંડવિયાએ જણાવ્યું હતું કે, નવા શ્રમ કાયદા હેઠળ દેશના શ્રમિકોને સોશિયલ સિક્યોરિટીની ગેરંટી મળે, દરેક શ્રમિકને એપોઇન્ટમેન્ટ લેટર મળે અને ફિક્સ ટર્મ કર્મચારીઓને પણ સામાજિક સુરક્ષાનો લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ કાયદાઓ શ્રમિકોના અધિકારોને વધુ સુરક્ષિત બનાવવાની સાથે રોજગાર ક્ષેત્રમાં વ્યવસ્થાને મજબૂત બનાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, નવા શ્રમ કાયદાઓના અમલીકરણથી ઉદ્યોગો પરનું કમ્પ્લાયન્સ બર્ડન એટલે કે કાયદાકીય પાલનનો બોજ પણ ઘટ્યો છે. પરિણામે શ્રમિકો અને ઉદ્યોગો બંનેને તેનો લાભ મળ્યો છે. શ્રમિકોને સામાજિક સુરક્ષા મળે અને ઉદ્યોગોને સરળતાથી કામગીરી કરવાની તક મળે તે રીતે આ કાયદાઓ દેશના સંતુલિત વિકાસમાં મદદરૂપ બનશે. બે દિવસ સુધી શ્રમ અને રોજગાર ક્ષેત્રના પડકારો પર ચર્ચા થશે આ ચિંતન શિબિરમાં બે દિવસ દરમિયાન દેશના શ્રમ અને રોજગાર ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને નવા લેબર કોડના અમલીકરણમાં રાજ્યોની ભૂમિકા, શ્રમિકોને સામાજિક સુરક્ષાના લાભો, રોજગારની તકો, ફિક્સ ટર્મ કર્મચારીઓના અધિકારો અને ઉદ્યોગો માટેની સરળ પ્રક્રિયાઓ અંગે વિચાર-વિમર્શ થશે. આ ઉપરાંત કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અમલી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. માંડવિયાએ જણાવ્યું હતું કે, શ્રમ કાયદા શ્રમિકોને સોશિયલ સિક્યોરિટી આપવાની સાથે ઉદ્યોગોને કમ્પ્લાયન્સના બોજમાંથી રાહત આપે છે. આથી શ્રમિકો અને ઉદ્યોગો દેશના વિકાસરૂપી ગાડીના બે પૈડાંની જેમ સાથે મળીને આગળ વધી શકે છે. નવા શ્રમ કાયદાઓનો લાભ દેશના દરેક શ્રમિક સુધી પહોંચે તે માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે.
    Click here to Read More
    Previous Article
    3 આઇ.ટી. એન્જિનિયરોએ વેરહાઉસમાંથી 104 લેપટોપ ચોર્યા:2 નવા લેપટોપ ગાયબ થતાં CCTV તપાસતા 6 મહિનાથી ચાલતી ચોરીનો ભાંડો ફૂટ્યો
    Next Article
    Mathura में BJP की मीटिंग, कौन-कितना खुश? 2027 UP Election | Krishna Janmabhoomi dispute

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment