Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BDIAS દ્વારા વર્લ્ડ ઓપરેશન થિયેટર દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓને વાસ્ક્યુલર અને સ્પાઇનલ એક્સેસનું પ્રાયોગિક જ્ઞાન અપાયું

    2 days ago

    ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ એન્ડ હેલ્થકેર સાયન્સીસ (BDIAS), ચાંગા દ્વારા વર્લ્ડ ઓપરેશન થિયેટર અને એનેસ્થેસિયા ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કાર્યક્રમની થીમ ‘Bridging the Gap: Next-Gen Technologists Mastering Vascular and Spinal Access in Critical Care’ રાખવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઓપરેશન થિયેટર અને એનેસ્થેસિયામાં વપરાતા આધુનિક સાધનોની કામગીરી, વાસ્ક્યુલર એક્સેસ તથા સ્પાઇનલ પ્રોસેસ અંગેનું પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત ડૉ. રોશની પુરસ્વાણીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને લમ્બર પંચર અને ઈન્ટ્રાવેનસ (IV) કેન્યુલેશન જેવી જટિલ ક્લિનિકલ પ્રક્રિયાઓની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. સિમ્યુલેશન આધારિત આધુનિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓમાં દર્દીની સલામતી, સ્ટેરાઇલ પ્રોટોકોલ્સ અને કટોકટીની સ્થિતિમાં ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા કેળવવાનો પ્રયાસ કરાયો હતો. તાલીમ સેશન દરમિયાન તબીબી સાધનોના સુચારુ અને સુરક્ષિત ઉપયોગ, સેફ્ટી ચેક પ્રોટોકોલ તેમજ ઓપરેશન થિયેટર અને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દર્દીની સુરક્ષાના મહત્વ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે BDIASના પ્રિન્સિપાલ ડૉ. ધારા પટેલ, 4 ફેકલ્ટી સભ્યો અને 102 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. BDIASના પ્રિન્સિપાલ ડૉ. ધારા પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમના ઇવેન્ટ કન્વીનર સંદીપ સમુદ્ર હતા. આયોજનને સફળ બનાવવા માટે ઇવેન્ટ કો-ઓર્ડીનેટર્સ ડૉ. સુચિત્રા બર્ગે, દ્વિતી ઠાકર અને માનસી પ્રજાપતિએ સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાલિકામાં બોગસ બેન્ક ગેરન્ટી મામલે હંગામો:ઉમા એજન્સી વિરુદ્ધ કડક FIRની માંગ; ઉભરાતી ગટરો અંગે રજૂઆત; પ્રમુખ-ચીફ ઓફિસરની ઓફિસ બહાર રામધૂન
    Next Article
    પશ્ચિમ કચ્છમાં બોર કેબલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ:LCBની કાર્યવાહીથી બે ગુનાનો ભેદ ઉકેલાયો, ત્રણની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment