Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનિતા વિશ્રામ કોલેજની B.Comની વિદ્યાર્થિનીનો આપઘાત:ATKT આવતા પિતાએ 'હવે ભણવાનું નથી, ઘરકામ કર' કહેતા માઠું લગાવી ઝેરી દવા પી લેતા મોત

    4 days ago

    સુરત શહેરમાંથી વધુ એકવાર વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં રહેતી અને બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય કોલેજીયન વિદ્યાર્થિનીએ પરીક્ષાના પરિણામ બાદ પિતાના ઠપકાથી નાસીપાસ થઈને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે. કોલેજના પ્રથમ અને બીજા સેમેસ્ટરમાં વિષયોમાં એટીકેટી આવતા પિતાએ હવે તારે આગળ ભણવાનું નથી, મમ્મીને ઘરકામમાં મદદ કર તેમ કહેતા દીકરીને આ વાતનું ભારે માઠું લાગી આવ્યું હતું, જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રત્નકલાકારની દીકરી વનિતા વિશ્રામ કોલેજમાં અભ્યાસ કરતી હતી પોલીસ સૂત્રો અને પરિવાર પાસેથી મળતી માહિતી અનુસાર, કતારગામમાં રાશિ સર્કલ પાસે આવેલી હરીદર્શન સોસાયટીમાં દિનેશભાઈ પરિવાર સાથે રહે છે. દિનેશભાઈ હીરાના કારખાનામાં કામ કરી પત્ની, એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 19 વર્ષીય દીકરી અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી જાણીતી વનિતા વિશ્રામ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરિણામ બગડતાં પિતાએ ભણવાનું બંધ કરવા કહ્યું યુવતી ભણવામાં મધ્યમ હતી. તેને બીકોમના પહેલા સેમેસ્ટરમાં બે વિષયમાં એટીકેટી આવી હતી. દરમિયાન તાજેતરમાં જ કોલેજના બીજા સેમેસ્ટરનું પરિણામ જાહેર થયું હતું, જેમાં પણ વધુ એક વિષયમાં એટીકેટી આવી હતી. સતત બે સેમેસ્ટરમાં પરિણામ બગડતાં પિતા દિનેશભાઈ ચિંતામાં મુકાયા હતા અને તેમણે દીકરીને ઠપકો આપતા કહ્યું હતું કે, તારે હવે આગળ ભણવાનું નથી, ઘરે રહીને મમ્મીને ઘરકામમાં મદદ કર. પિતાના આ શબ્દો દીકરીને દિલ પર લાગી ગયા હતા અને તે ઊંડા આઘાતમાં સરી પડી હતી. અનાજમાં નાખવાની દવા પી લીધી, સારવાર દરમિયાન મોત સોમવારે બપોરે જ્યારે પરિવારના સભ્યો ઘરમાં હતા, ત્યારે પિતાની વાતોથી વ્યથિત દીકરીએ ઘરમાં રાખેલી અનાજમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવા પીધા બાદ તેને સતત ઉલ્ટીઓ થવા લાગતા તેની માતા દોડી આવી હતી અને સમગ્ર મામલો સામે આવ્યો હતો. ગંભીર સ્થિતિમાં પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ઝેરની અસર વધુ હોવાથી તેને વધુ સારવાર માટે અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ આજે દમ તોડી દીધો હતો. હોનહાર દીકરીના મોતે પરિવારમાં માતમ પ્રસર્યો, કતારગામ પોલીસની તપાસ એકમાત્ર દીકરીના આકસ્મિક અને કરુણ મોતના સમાચાર મળતા જ ભાતિયા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલ પરિસરમાં જ પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ઘટના અંગે હોસ્પિટલ તરફથી જાણ કરાતા કતારગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ:17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી કોલકતા ભગાડી ગયો હતો, લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું
    Next Article
    બીલીમોરામાં સોમનાથ બ્રિજ નીચેથી ત્રણ બાળકો મળ્યા:પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment