Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં સોમનાથ બ્રિજ નીચેથી ત્રણ બાળકો મળ્યા:પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવ્યા

    4 days ago

    બીલીમોરા પોલીસે સોમનાથ મંદિર નજીકના બ્રિજ નીચેથી મળી આવેલા ત્રણ બાળકોને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવી દીધા છે. સ્થાનિક નાગરિકોની જાગૃતતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે એક સંભવિત અનિચ્છનીય ઘટના ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બીલીમોરામાં સોમનાથ મંદિર પાસેના બ્રિજ નીચેથી ત્રણ બાળકો એકલા મળી આવ્યા હતા. બાળકોને એકલા જોઈને આસપાસના જાગૃત સ્થાનિકોએ તાત્કાલિક બીલીમોરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતા જ બીલીમોરા પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય બાળકોનો સુરક્ષિત કબજો મેળવી તેમની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની સઘન તપાસ અને સ્થાનિકોના સહયોગથી ટૂંક સમયમાં બાળકોના નાના-નાનીની ભાળ મળી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસે ત્રણેય બાળકોને તેમના વડીલોને સુરક્ષિત રીતે સોંપી દીધા હતા. પોતાના બાળકોને પરત મળતા પરિવારજનોએ પોલીસ અને સ્થાનિક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે, આ બાળકો આ સ્થિતિમાં અહીં કેવી રીતે પહોંચ્યા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં બીલીમોરા પોલીસ દ્વારા બાળકોના માતા-પિતાની શોધખોળ માટે તપાસ ચાલુ છે. પોલીસની આ ત્વરિત અને માનવીય કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વનિતા વિશ્રામ કોલેજની B.Comની વિદ્યાર્થિનીનો આપઘાત:ATKT આવતા પિતાએ 'હવે ભણવાનું નથી, ઘરકામ કર' કહેતા માઠું લગાવી ઝેરી દવા પી લેતા મોત
    Next Article
    Rajkot Heavy Rains LIVE | રાજકોટમાં ધોધમાર વરસાદ | Weather | Saurashtra Rains | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment