Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ:17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી કોલકતા ભગાડી ગયો હતો, લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

    4 days ago

    સુરતના પૂણા વિસ્તારમાં રહેતો આરોપી રાજુ પ્રશાંતા રાણા 17 વર્ષીય સગીરાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ સગીરા સાથે મોબાઈલ ફોન પર સતત વાતચીત ચાલુ રાખીને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. ત્યારબાદ સગીરા અણસમજુ હોવાનો લાભ ઉઠાવી, આરોપી તેને લગ્ન કરવાની ખોટી લાલચ આપીને સુરતથી છેક કોલકત્તા ભગાવી ગયો હતો. કોલકત્તા લઈ ગયા બાદ આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ તેની પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી આ ચકચારી ઘટના અંગે સગીરાના પરિવારે પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી રાજુ રાણાની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ભોગ બનનાર સગીરાનો કબજો મેળવી તેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું અને તમામ વૈજ્ઞાનિક તથા ડિજિટલ પુરાવાઓ એકત્ર કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ સુરતની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો, જ્યાં સરકાર તરફે સરકારી વકીલ (APP) વિશાલ ફળદુએ હાજર રહીને ધારદાર દલીલો કરી હતી. પીડિતાની મજબૂત જુબાની ચુકાદાનો મુખ્ય આધાર બની આ કેસની સુનાવણી દરમિયાન ભોગ બનનાર પીડિતાએ કોર્ટ સમક્ષ આપેલી જુબાની અત્યંત મહત્વની સાબિત થઈ હતી. પીડિતાએ પોતાની આપવીતી વર્ણવતા કેસને મજબૂત સમર્થન મળ્યું હતું. સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આવા ગંભીર ગુનાઓથી સમાજમાં ખોટો સંદેશો જાય છે, તેથી આરોપી પ્રત્યે કોઈ પણ પ્રકારની નરમાશ દાખવ્યા વિના તેને કડક સજા થવી જોઈએ. કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખીને નરાધમ આરોપીને તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. પોક્સો એક્ટની કલમ મુજબ આરોપી નિર્દોષતા સાબિત ન કરી શક્યો ચુકાદો આપતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે, પોક્સો (POCSO) એક્ટની કલમ 29 અને 30 ની કડક જોગવાઈઓ મુજબ, આવા સંવેદનશીલ ગુનાઓમાં અદાલત કાયદાકીય રીતે એવું જ માનીને ચાલે છે કે ગુનો આચરતી વખતે આરોપીનો માનસિક ઈરાદો સંપૂર્ણપણે ગુનાહિત જ હતો. આ કાયદા હેઠળ પોતાની નિર્દોષતા સાબિત કરવાનો તમામ બોજો આરોપીના શિરે રહે છે. પરંતુ આ કેસમાં આરોપી પક્ષ કોર્ટ સમક્ષ પોતે નિર્દોષ હોવાનો કોઈ જ પુરાવો રજૂ કરી શક્યો ન હતો અને સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    NSA Ajit Doval, Wang Yi discuss ties; imperative to respect each other’s core interests, says China foreign minister
    Next Article
    વનિતા વિશ્રામ કોલેજની B.Comની વિદ્યાર્થિનીનો આપઘાત:ATKT આવતા પિતાએ 'હવે ભણવાનું નથી, ઘરકામ કર' કહેતા માઠું લગાવી ઝેરી દવા પી લેતા મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment