Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ કામ લાગ્યો:સાયન્સ ફેકલ્ટીમાં BCA વિભાગમાં બેઠકો ઘટાડાનો નિર્ણય રદ, 240 જગ્યાઓ માટે એન્ટ્રન્સ પરીક્ષા લેવાશે

    8 hours ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના BCA વિભાગમાં કરવામાં આવેલા તોતિંગ ફી વધારા અને પ્રવેશ બેઠકોમાં કરાયેલા ઘટાડા સામે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિભાગમાં બેઠકો ઘટાડવામાં આવી હતી જેને લઈ ભારે વિરોધ જોવા મળ્યો હતો. આજે મેનેજમેન્ટે આ વિભાગમાં બેઠકો યથાવત રાખવાનો નિર્ણય લેતા હવે વધુ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે. સાયન્સ ફેકલ્ટીના BCA વિભાગમાં અગાઉ 240 બેઠકો હતી, જે ઘટાડીને 120 કરવામાં આવી હતી. આ સાથે ફી વધારો પણ કરવામાં આવ્યો હતો. જેનો વિદ્યાર્થી સંગઠન NSUI અને ABVP દ્વારા ભારે વિરોધ વચ્ચે મેનેજમેન્ટે આખરે બેઠકોમાં કરાયેલ ઘટાડાને પગલે નિર્ણય લઈ 240 બેઠકો ભરવામાં આવશે તે નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી પાસે ઇન્ફાસ્ટ્રકચર મુજબ 80થી 120 બેઠકોની વ્યવસ્થા આ સાથે ફી વધારા માટે અમે સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો વિપુલ કલમકર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારી પાસે ઇન્ફાસ્ટ્રકચર મુજબ 80થી 120 બેઠકોની વ્યવસ્થા છે. જો કે આ બાબતે અમે મેનેજમેન્ટ સાથે વાતચીત કરતા તેઓએ બાહેંધરી આપી છે કે વધારે બેઠકો પ્રમાણે વ્યવસ્થા કરી આપવામાં આવશે. બીજી તરફ ફી વધારાને લઈ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, સાયન્સ ફેકલ્ટીમાં BCA વિભાગમાં હવે બેઠકોમાં થયેલા ફેરફાર ને લઈ વધુ વિધાર્થીઓને પ્રવેશ મળશે ત્યારે આ માટે આગામી 23 મે ના રોજ એન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવશે જે આ જગ્યાઓ મુજબ લેવાશે.
    Click here to Read More
    Previous Article
    ઝીંઝુવાડા વાછડા દાદા મંદિરે 700 મણ ચારાનું દાન:પાટડીના મલેક બીસ્મીલ્લાખાન, આમીનખાન અને દેવેન્દ્રપુરી ગોસ્વામીએ કર્યું
    Next Article
    બાપોદ પોલીસે 4 જુગારીઓને ઝડપ્યા:ચાચાનહેરુનગર આંગણવાડી પાસેના ખુલ્લા મેદાનમાં જુગાર રમતા હતા, 11 હજારનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment