Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના ખેડૂતે પ્રાકૃતિક હળદરનું મૂલ્યવર્ધન કરી બ્રાન્ડ બનાવી:4 એકર જમીનમાંથી વાર્ષિક 11 લાખ રૂપિયાની આવક મેળવી

    1 day ago

    સુરેન્દ્રનગરના વઢવાણના વડોદ ગામના ખેડૂત કાળુભાઈ પટેલે પ્રાકૃતિક હળદરનું મૂલ્યવર્ધન કરી બ્રાન્ડ બનાવી. તેમને 4 એકર જમીનમાંથી વાર્ષિક 11 લાખ રૂપિયાની આવક થાય છે. કાળુભાઈ 10 એકર જમીનમાંથી 4 એકરમાં 13-14 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. કાગવડના કૃષિ મેળામાંથી પ્રેરણા લઈ તેમણે 1 એકરથી હળદર વાવી, જે 4 એકર સુધી પહોંચી. કાચી હળદર 150 રૂપિયા પ્રતિ કિલો વેચવાને બદલે કાળુભાઈ તેનું પ્રોસેસિંગ કરે છે. 5 લાખના ખર્ચે ઘરે જ યુનિટ બનાવ્યું, જેમાં બાગાયત ખાતામાંથી 2.5 લાખની સહાય મળી. હળદરને વરાળથી બાફી, સૂકવી, પોલિશ કરી પાવડર, લીલી હળદરનું અથાણું અને મુખવાસ તૈયાર થાય છે. હળદર પાવડર 350 રૂપિયા પ્રતિ કિલો અને અથાણું 440 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. "શક્તિ ઓર્ગેનિક" બ્રાન્ડ હેઠળ પેકિંગ થાય છે. હળદરના રૂ. 150 પ્રતિ કિલો બજારભાવ સામે આજે કાળુભાઈ તેનો પાવડર બનાવીને રૂ. 350 પ્રતિ કિલોના ભાવે તથા લીલી હળદરનું અથાણું રૂ. 440 પ્રતિ કિલોના ભાવે વેચે છે. GOPCAનું ઓર્ગેનિક સર્ટિફિકેટ ધરાવતા પ્રાકૃતિક ઉત્પાદનોની ગુણવત્તાના દમ પર આજે કાળુભાઈ કોઈપણ જાહેરાતો વગર માત્ર માઉથ-ટુ-માઉથ પ્રચાર દ્વારા જ પોતાના તમામ ઉત્પાદનોનું વેચાણ કરે છે. આ મૂલ્યવર્ધનના પરિણામે તેઓ માત્ર 4 એકર હળદરના વાવેતરમાંથી વર્ષે રૂ. 10થી 11 લાખ જેટલી આવક મેળવે છે. કાળુભાઈએ પાક-વૈવિધ્ય અપનાવ્યું છે. આઠ મહિનાની હળદરની ખેતી બાદ બાકીના સમયમાં તેઓ મગ, તલ કે બાજરી જેવા ટૂંકા ગાળાના પાક લે છે. આ ઉપરાંત બાકીની છ એકર જમીનમાં કપાસ અને તુવેરનું આંતરપાક તરીકે વાવેતર કરે છે. કાળુભાઈ જણાવે છે કે, તુવેરના મૂળ જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન ભેળવે છે, જેથી યુરિયા ખાતરની જરૂર પડતી નથી. એટલું જ નહીં, પોટાશ માટે તેઓ આંકડાનો બોળો બનાવીને જમીનમાં ભેળવે છે જેથી બહારથી ખાતર ખરીદવાનો ખર્ચ બચે છે. તેમની મહેનત અને પ્રાકૃતિક કૃષિના પરિણામે તેમની જમીનનો ઓર્ગેનિક કાર્બન આજે 0.94 ટકા જેટલો ઉત્તમ છે. કાળુભાઈની આ સિદ્ધિને ગુજરાત સરકારે પણ બિરદાવી છે. તેમના આ સફળ મોડેલ માટે તેમને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ પ્રાપ્ત થયો છે. સાથે જ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા તેમને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાળુભાઈને રાજ્ય કક્ષાના “બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા છે. અન્ય ખેડૂતોને પ્રેરણા આપતા કાળુભાઈ “પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ”નો ભેદ સમજાવતા જણાવે છે કે, "જમીનમાં દાણા વાવો અને પાક ઉગે એ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ, વધુ ઉત્પાદનની લાલચમાં જમીનમાં ઝેર નાખવું એ વિકૃતિ છે. જ્યારે, ધરતી માતાને પોષણ આપીને તેની પાસેથી સાત્વિક આહાર મેળવી સમાજને પીરસવો એ આપણી સંસ્કૃતિ છે." તેમણે ઉમેર્યું હતું કે, "કાચનો ટુકડો પડ્યો હોય તો એને ખબર નથી હોતી, પણ જ્યારે તેના પર સૂર્યનું કિરણ પડે ત્યારે એ ઝળહળી ઊઠે છે. તેવી જ રીતે, રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને મળતા પ્રોત્સાહન, પ્રેરણા અને સહાયથી ખેડૂતોની પણ કામ કરવાની ધગશ બેવડાઈ જાય છે." કાળુભાઈ માત્ર જૂની પદ્ધતિઓ પર નિર્ભર નથી, પરંતુ તેમની પોતાની શોધ અને વૈજ્ઞાનિક અભિગમ પણ અજોડ છે. પોતાની કોઠાસૂઝથી તેમણે એક ઓટોમેટિક વાવણીયો પણ બનાવ્યો છે. કાળુભાઈ પટેલ 70 વટાવી ચૂક્યા છે, પણ તેમનો ઉત્સાહ યુવાનને શરમાવે તેવો છે. તેમણે સાબિત કર્યું ખેત-પેદાશનું પ્રોસેસિંગ કરી, બ્રાન્ડ બનાવીને ખેતીને વધુ નફાકારક બનાવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ:અધિકારીની સરખામણી શ્વાન સાથે કરી, લખ્યું, અધિકારી નાગરિકોની સેવા નહીં પણ એક પક્ષના નેતાની આગળ પાછળ ફરે છે
    Next Article
    12 F-15E Jets, 45 MQ-9 Drones: US Lost 81 Military Aircraft Worth $3.3 Billion In Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment