Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના BAPS મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો:980 વાનગીઓ ધરાવાઈ; MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલે ગોવર્ધન પૂજા અને મહાઆરતી કરી

    9 hours ago

    નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. ભગવાન સમક્ષ 980 જાતની વાનગીઓ ધરાવવામાં આવી. મધ્યપ્રદેશના રાજ્યપાલ અને નવસારીના મંગુભાઈ પટેલ પણ ઉત્સવમાં હાજર રહ્યા હતા. મંગુભાઈ પટેલનું સ્વાગત પુરુષોત્તમચરણ સ્વામી અને કોઠારી પૂર્ણકામ સ્વામીએ કર્યું. તેમણે ગોવર્ધન પૂજા અને અન્નકૂટની મહાઆરતીમાં ભાગ લીધો. સવારે મંગળા આરતીથી જ ભક્તો મંદિરે પહોંચવા લાગ્યા હતા. મહાપૂજા પછી વર્ષની પ્રથમ સત્સંગ સભા યોજાઈ. સંતોએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યા. સવારે 11 વાગ્યે પૂજ્ય કૃષ્ણપ્રિયદાસ સ્વામી અને પૂજ્ય કમલનયન સ્વામીએ સંગીત સાથે થાળનું ગાન કર્યું. ત્યારબાદ ભગવાન સમક્ષ ધરાવેલી વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો. નીલકંઠ વર્ણી અભિષેક મંડપમાં નીલકંઠ વર્ણી અને ગુણાતીત ગુરુઓ સમક્ષ પણ અન્નકૂટ ધરાવાયો. શિવ-પાર્વતી, ગજાનંદજી, સીતારામ અને હનુમાનજી સમક્ષ પણ વાનગીઓ ધરાવવામાં આવી. ઉત્સવમાં 8 હજારથી વધુ ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો. અન્નકૂટનો પ્રસાદ નવસારી શહેર અને જિલ્લા તેમજ ડાંગ જિલ્લાના 15 હજાર ઘરોમાં પહોંચાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર BAPS મંદિરે 1200 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો:સંતો-મહાનુભાવોની હાજરી અને વિશ્વકલ્યાણની પ્રાર્થના સાથે ભાવનગરમાં અન્નકૂટ ઉત્સવની ભવ્ય ઉજવણી
    Next Article
    ધવલ પટેલના કાર્યાલયે નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાયું:2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment