Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર BAPS મંદિરે 1200 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો:સંતો-મહાનુભાવોની હાજરી અને વિશ્વકલ્યાણની પ્રાર્થના સાથે ભાવનગરમાં અન્નકૂટ ઉત્સવની ભવ્ય ઉજવણી

    10 hours ago

    ભાવનગર સ્થિત અક્ષરવાડી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભે ભગવાન પ્રત્યે સમર્પણ અને કૃતજ્ઞતા દર્શાવતો ભવ્ય ‘મહા અન્નકૂટ ઉત્સવ’ અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભગવાન સમક્ષ 1200થી વધુ શુદ્ધ શાકાહારી વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હિંદુ સનાતન પરંપરા અને સમર્પણની ભાવના અન્નકૂટ ઉત્સવ એ હિંદુ સનાતન ધર્મની એક મહાન પરંપરા છે અષાઢ માસમાં થયેલા વરસાદથી ઉત્પન્ન થયેલા નવા અનાજમાંથી વિવિધ વાનગીઓ બનાવી સૌપ્રથમ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, બધું જ ભગવાનનું છે અને તેમની કૃપાથી પ્રાપ્ત થયેલું અન્ન સમગ્ર વર્ષ દરમિયાન પ્રસાદી રૂપે ગ્રહણ કરી શકાય તે માટે આ ઉત્સવ દ્વારા ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ પવિત્ર ઉત્સવ પ્રસંગે વરિષ્ઠ સંત સોમ પ્રકાશ સ્વામી, કોઠારી સંત યોગ વિજય સ્વામી તથા સંત સહયોજક ત્યાગરાજ સ્વામી સહિતના સંતો અને ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન વિશેષ કીર્તનો, થાળ અને ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 200 જેટલા હરિભક્તોએ અથાક મહેનત કરી ભાવપૂર્વક વાનગીઓ તૈયાર કરી આ વિશાળ અન્નકૂટની તૈયારીઓ માટે સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 દિવસથી સ્વયંસેવકો સહિત બાળકો, બાલિકાઓ, યુવક-યુવતીઓ અને મહિલાઓ મળીને કુલ 200 જેટલા હરિભક્તોએ અથાક મહેનત કરી ભાવપૂર્વક વાનગીઓ તૈયાર કરી હતી, આ પ્રસંગે ઉપસ્થિત ભક્તો અને સંતોએ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સમગ્ર વિશ્વના કલ્યાણ માટે અને સૌ લોકો તન, મન અને ધનથી સુખી થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ સાથે સુરત ખાતે નિર્માણ પામેલા ભવ્ય અક્ષરધામના આગામી લોકાર્પણનો પણ હર્ષ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો., બહોળી સંખ્યામાં પધારેલા ભાવિક-ભક્તોએ અન્નકૂટ દર્શનનો અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઝાલોદ નગરપાલિકાના પદાધિકારીઓએ પૂર્વ ધારાસભ્યને શુભેચ્છા પાઠવી:ભાવેશ કટારાના કાર્યાલયે પહોંચ્યા; નવા વર્ષ નિમિત્તે મીઠાઈ વહેંચી અને નગરના વિકાસ અંગે ચર્ચા કરી
    Next Article
    નવસારીના BAPS મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો:980 વાનગીઓ ધરાવાઈ; MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલે ગોવર્ધન પૂજા અને મહાઆરતી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment