Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધવલ પટેલના કાર્યાલયે નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાયું:2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    9 hours ago

    વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલના વલસાડસ્થિત કાર્યાલયે નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાયું. તેમાં વલસાડ-ડાંગ લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ધવલ પટેલે વલસાડ-ડાંગ લોકસભા વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે વિસ્તારની સમૃદ્ધિ અને લોકોનું જીવનધોરણ સુધારવા માટે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે વિસ્તારમાં મોટા પુલ, રસ્તા, આંગણવાડીઓ, શાળાઓ અને હોસ્પિટલોના વિકાસનાં કામ ચાલી રહ્યા છે. તાજેતરમાં જિલ્લા પંચાયત ભવન અને વાપીમાં મિની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. ધવલ પટેલે કહ્યું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થશે. એક્સપ્રેસ હાઇવે જેવા પ્રોજેક્ટથી વિસ્તારનો વિકાસ થશે. આદિવાસી સમાજના વિકાસ અને કાંઠા વિસ્તારના માછીમારોના ઉત્થાનને પણ પ્રાથમિકતા અપાઈ રહી છે. આગામી વિધાનસભા ચૂંટણી અંગે તેમણે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ 24 કલાક, 365 દિવસ જનસેવામાં કામ કરે છે. 2022ની જેમ 2027માં પણ ગુજરાતમાં ભાજપ જીતશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ‘બૂથ જીતો, વિધાનસભા જીતો’ના સૂત્ર સાથે કાર્યકર્તાઓ 10 હજારથી વધુ બૂથ પર મહેનત કરી રહ્યા છે. આગામી ચૂંટણીમાં અગાઉના તમામ રેકોર્ડ તૂટશે એવો દાવો પણ તેમણે કર્યો.
    Click here to Read More
    Previous Article
    નવસારીના BAPS મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો:980 વાનગીઓ ધરાવાઈ; MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલે ગોવર્ધન પૂજા અને મહાઆરતી કરી
    Next Article
    સિટી એન્કર:મુંબઈ મહાપાલિકાએ અનામત પાણી માટે રાજ્ય સરકારને પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment