Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:મુંબઈ મહાપાલિકાએ અનામત પાણી માટે રાજ્ય સરકારને પત્ર

    19 hours ago

    અલ નિનોના કારણે રાજ્યના અનેક તાલુકાઓમાં ભીષણ દુકાળની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. દુકાળની ઝાળ મોટા ભાગના ગ્રામીણ ભાગોને લાગેલી દેખાય છે. આ વર્ષે અલ નિનોના લીધે અત્યંત ભીષણ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે શહેરોને પણ એની ઝાળ લાગવાની શરૂઆત થઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અત્યારથી જ પાણીના જથ્થામાં ઘટાડો થયાની બાબત ધ્યાનમાં આવી છે. એ ધ્યાનમાં લેતા મુંબઈ મહાપાલિકાએ અનામત પાણી જથ્થા માટે રાજ્ય સરકારને પત્ર મોકલ્યો છે. મુંબઈમાં દર વર્ષે ઉનાળામાં લગભગ 10 ટકા પાણીકપાત કરવામાં આવે છે. ચોમાસુ બેસે પછી આ પાણીકપાત રદ કરવામાં આવે છે. જો કે આ વખતે અલ નિનોની ભીષણ પરિસ્થિતિના કારણે આગામી વર્ષના ઉનાળાના અંતમાં મોટો પાણીકપાત ટાળવા મુંબઈ મહાપાલિકાએ અત્યારથી જ તૈયારી શરૂ કરી છે. મુંબઈને પાણી પુરવઠો કરતા સાત જળાશયોમાં પાણી 82 ટકા છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે જળાશયોના પાણીમાં ઘટાડો થયો છે. 2024માં 91.80 ટકા અને 2025માં 85 ટકા પાણી હતું જ્યારે આ વર્ષે 82 ટકા પાણી છે. આગામી વર્ષે લગભગ જૂન મહિનામાં વરસાદ પડશે એમ ગણીયે તો એના માટે હજી લગભગ સાડા સાત મહિનાનો સમય છે. તેથી આગામી ઉનાળામાં મુંબઈમાં પાણીની અછત નિર્માણ થવાની શક્યતા છે. આ સંભવિત પાણી અછત ટાળવા મુંબઈ મહાપાલિકાએ રાજ્ય સરકાર પાસે અતિરિક્ત પાણીની માગણી કરી છે. ભાતસા અને અપ્પર વૈતરણા જળાશયનું અનામત પાણી ઉપલબ્ધ કરી આપવાની માગણી મહાપાલિકાએ કરી છે. અનામત ક્વોટામાંથી ઓછામાં ઓછા 10 થી 20 ટકા પાણી આપવાની માગણી મહાપાલિકાએ કરી છે. રાજ્ય સરકાર તરફથી આ માગણીને હકારાત્મક પ્રતિસાદ મળ્યાની માહિતી મહાપાલિકાએ અધિકારીએ આપી છે. પત્રમાં શું લખ્યું?: અલ નિનોની અસરના લીધે જળાશયોના ક્ષેત્રમાં કમી દેખાવાથી પાણીના જથ્થામાં અપેક્ષિત વધારો થયો નથી. તેથી આગામી વર્ષે જુલાઈ-ઓગસ્ટ સુધી પાણીનું નિયોજન કરવાનો નિર્દેશ રાજ્ય સરકારે બધી મહાપાલિકાઓને આપ્યો હતો. મુંબઈને દરરોજ લગભગ 4100 મિલિયન લીટર પાણીની જરૂર પડે છે. અત્યારે જળાશયોમાં પાણી મુંબઈને પાણી પુરવઠો કરતા જળાશયોમાં હાલની પરિસ્થિતિ આ મુજબ છે. અપ્પર વૈતરણામાં 92 ટકા, મોડકસાગર 49 ટકા, તાનસા 79 ટકા, મધ્ય વૈતરણા 82 ટકા, ભાતસા 85 ટકા, વિહાર 91 ટકા અને તુલસીમાં 85 ટકા પાણી છે. આમ સરેરાશ પાણીનો જથ્થો 82 ટકા છે.
    Click here to Read More
    Previous Article
    ધવલ પટેલના કાર્યાલયે નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાયું:2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
    Next Article
    Opinion: Opinion | Nvidia's Biggest Asset - Its CEO - May Soon Become Its Biggest Liability

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment