Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSનું પેપર લીક થયાની આશંકા:યુનિવર્સિટીએ તપાસ સમિતિ રચી, WhatsApp પર વાયરલ થયેલા 12માંથી 11 મુદ્દા પરીક્ષામાં બેઠા પૂછાયા હતા

    1 day ago

    જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં લેવાયેલી BAMS તૃતીય વર્ષના શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષાને લઈને પ્રશ્નપત્ર લીક થયાની આશંકાએ વિવાદ સર્જ્યો છે. 20 જુલાઈએ યોજાયેલી પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્રના કેટલાક મહત્વના મુદ્દાઓ WhatsApp પર વાયરલ થયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આક્ષેપ મુજબ વાયરલ થયેલા 12 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ પરીક્ષામાં પૂછાયા હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. WhatsApp પર વાયરલ થયેલા 12માંથી 11 મુદ્દા પરીક્ષામાં બેઠા પૂછાયા નીટ પેપર લીક કૌભાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ગુજરાતમાં વધુ એક શિક્ષણ કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા હાલમાં ચાલી રહેલી તૃતીય પ્રોફેશનલ વર્ષ BAMSની 20 જુલાઈના રોજ લેવાયેલી ‘શલ્ય તંત્ર-1’ની પરીક્ષા ગંભીર વિવાદમાં સપડાઈ છે. 20 જુલાઈએ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વોટ્સએપ સહિત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ‘ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ’ની યાદી અને મૂળ પ્રશ્નપત્ર વચ્ચે ચોંકાવનારી સમાનતા જોવા મળી હતી. પ્રશ્નપત્રના કુલ 12માંથી 11 મુદ્દાઓ વાયરલ મેસેજમાંથી બેઠેબેઠા પૂછાતાં આયુર્વેદિક શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને શિક્ષણવિદો ચોંકી ગયા છે. યૂથ કોંગ્રેસ અને NSUI દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ આ સમગ્ર મામલે યૂથ કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર આપી નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. સંગઠનોએ જણાવ્યું છે કે જો પ્રશ્નપત્ર લીક થયું હોવાનું સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી યૂથ કોંગ્રેસ અને NSUIના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સમગ્ર મામલે તાત્કાલિક અને પારદર્શક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે આવી સ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે. યુનિવર્સિટીએ તપાસ સમિતિની રચના કરી : ઇન્ચાર્જ પરીક્ષા નિયામક વિવાદ વચ્ચે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ સમગ્ર ઘટનાની તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી છે. ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ.પી. ઝાલાના જણાવ્યા અનુસાર પરીક્ષા સવારે નિયમિત રીતે પૂર્ણ થઈ હતી, પરંતુ સાંજે પરીક્ષા પહેલાં કેટલાક મુદ્દાઓ WhatsApp પર વાયરલ થયાની માહિતી મળતાં કુલપતિ સાથે ચર્ચા કરીને તપાસનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમિતિ વાયરલ થયેલા મેસેજ, મૂળ પ્રશ્નપત્ર અને અન્ય સંબંધિત તમામ પાસાઓની તપાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે. તપાસના પરિણામ બાદ જ સમગ્ર ઘટનાની વાસ્તવિકતા સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    BAMS 'શલ્ય તંત્ર-1'નું પેપર વ્હોટ્સએપ પર લીક:વાઇરલ 12માંથી 11 પ્રશ્નો બેઠેબેઠા પૂછાયા; કુલપતિ સાથે ચર્ચા બાદ તપાસ કમિટીની રચના કરાશેઃ પરીક્ષા નિયામક
    Next Article
    પોસ્ટલ વિભાગમાં એજન્ટ બનવાની સુવર્ણ તક:ધોરણ-10 પાસ યુવાનો માટે વોક-ઇન-ઇન્ટરવ્યૂ, 5,000નું NSC/KVP ડિપોઝિટ જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment