Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BAMS 'શલ્ય તંત્ર-1'નું પેપર વ્હોટ્સએપ પર લીક:વાઇરલ 12માંથી 11 પ્રશ્નો બેઠેબેઠા પૂછાયા; કુલપતિ સાથે ચર્ચા બાદ તપાસ કમિટીની રચના કરાશેઃ પરીક્ષા નિયામક

    1 day ago

    ​એક તરફ સમગ્ર દેશમાં NEET સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કૌભાંડોને લઈને યુવાનો અને વિદ્યાર્થીઓમાં તીવ્ર રોષ વ્યાપેલો છે. વિદ્યાર્થીઓ દિલ્હીના જંતર-મંતર પર રાત-દિવસ એક કરીને પોતાના ભવિષ્ય અને ન્યાય માટે રસ્તા પર ઉતરી આંદોલન કરી રહ્યા છે, છતાં પણ બેદરકારીના કારણે પેપર લીકની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. હવે ગુજરાતમાં શિક્ષણ માફિયાઓ અને ભ્રષ્ટ સત્તાધીશોની મિલીભગતની વધુ એક ઘટના સામે આવી છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તૃતીય પ્રોફેશનલ વર્ષ માટે લેવાયેલી 'શલ્ય તંત્ર-1'ની પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ પર લીક થઈ જતાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કુલપતિ સાથે ચર્ચા બાદ તપાસ કમિટીની રચના કરાશેઃ પરીક્ષા નિયામક આયુર્વેદિક યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ. પી. ઝાલાએ જણાવ્યું કે ​આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSના 'શલ્ય-1' વિષયનું પેપર 20 જુલાઈના સવારના સમયે યોજાયું હતું. સવારે 12:30 વાગ્યે આ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ સાંજના સમયે ઇનચાર્જ પરીક્ષા નિયામકને ફોન મારફતે જાણ કરવામાં આવી કે, મોબાઇલમાં મહત્વના પ્રશ્નો અને મુદ્દાઓ વાઇરલ થયા છે અને પેપર લીક અંગેનો દાવો કરવામાં આવ્યો છે. ​આ રજૂઆત મળતા જ તંત્ર દ્વારા સત્યતા ચકાસવા માટે આગળની તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલપતિ હાજર થાય એટલે તેમની સાથે ચર્ચા કરીને એક તપાસ સમિતિ રચવામાં આવશે. આ તપાસ સમિતિ સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ તૈયાર કરશે કે, આ વાઇરલ માહિતીમાં કેટલું સત્ય છે. ​​યુનિવર્સિટીના નિયમો અને રેગ્યુલેશન મુજબ જો તપાસમાં કોઈ પણ વ્યક્તિ દોષી સાબિત થશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ યુનિવર્સિટી સંલગ્ન 20થી 25 કોલેજોમાં અન્ય પરીક્ષાઓ પણ ચાલી રહી છે. પ્રશ્નપત્રમાં પૂછાયેલા 12માંથી 11 મુદ્દાઓ વાઇરલ ​પરીક્ષા શરૂ થાય તે પૂર્વે જ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા 'ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ'ના મેસેજ અને મૂળ પ્રશ્નપત્ર વચ્ચે ચોંકાવનારી સમાનતા જોવા મળી છે. પ્રશ્નપત્રમાં પૂછાયેલા કુલ 12માંથી 11 મુદ્દાઓ વાઇરલ મેસેજમાંથી બેઠેબેઠા પૂછાઈ જતાં પ્રામાણિક અને મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે શલ્ય તંત્ર-1નું પેપર સેટ કરનારા કોઈ ભ્રષ્ટ પ્રોફેસર કે જવાબદાર વ્યક્તિએ જ આ સવાલો અગાઉથી લીક કરીને પોતાના સ્વજનો કે ચહીતાઓને ગેરવાજબી લાભ પહોંચાડવાનું નીચ કૃત્ય કર્યું છે. સ્ક્વોડમાં જતાં એક ફેકલ્ટીએ મારું ધ્યાન દોર્યુંઃ પ્રોફેસર આ સમગ્ર કૌભાંડ અંગે જૂનાગઢ આયુર્વેદિક કોલેજના પ્રોફેસર અને યુનિવર્સિટી સ્ક્વોડના મેમ્બર ડો. અલ્પેશ જારસાણીયાએ જણાવ્યું હતું કે, 20 જુલાઈના રોજ મને યુનિવર્સિટી દ્વારા સ્ક્વોડની જવાબદારી સોંપવામાં આવી હતી. હું જ્યારે જે-તે કોલેજ ખાતે તપાસ માટે ગયો ત્યારે બપોર પછી ત્યાંના એક ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, વ્હોટ્સએપમાં પરીક્ષાના મુદ્દાઓની કેટલીક વિગતો વાઇરલ થઈ રહી છે. તેમણે ધ્યાન દોરતાં જ મારા દ્વારા તાત્કાલિક તે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. મેં તે જ સમયે તરત જ અમારી યુનિવર્સિટીના પરીક્ષા સત્તામંડળ એટલે કે 'કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન'ને માહિતગાર કર્યા હતા કે, આવી બાબતો ધ્યાને આવી છે અને નીતિ-નિયમો અનુસાર આપણી કક્ષાએથી આ અંગેની ચકાસણી કરવાની રહે છે. ‘મેં સમયસર યુનિવર્સિટીને તમામ બાબતોથી અવગત કરી’ જે શલ્ય તંત્ર-1નું પેપર હતું, ફેકલ્ટીએ મને બપોર પછી જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓને તુરંત જાણ કરી દીધી હતી. પ્રશ્નપત્ર અને વાઇરલ થયેલા મુદ્દાઓ અંગે વાત કરીએ તો, પ્રશ્નપત્રમાં આપેલા કુલ 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો એ વાઇરલ થયેલા મુદ્દાઓમાંથી જ પૂછાયેલા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. જોકે આ અંગે વધુ વિગતવાર અને ટેકનિકલ માહિતી વિષય નિષ્ણાત તેમજ યુનિવર્સિટી કક્ષાએથી જ મળી શકે છે, કારણ કે હું એ વિષયનો નિષ્ણાત નથી. પરંતુ એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સ્ક્વોડમાં હોવાના નાતે મેં સમયસર યુનિવર્સિટીને તમામ બાબતોથી અવગત કરી દીધા હતા. ​ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં પેપર લીકની ઘટનાઓ પેપર લીકના કાયદા બાદ પણ કૌભાંડીઓ બેફામ ​રાજ્યમાં સતત બનતી આવી કૌભાંડી ઘટનાઓ સામે વધતા જતા જનઆક્રોશને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 2023માં 'ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા અંગેનું વિધેયક, 2023' પસાર કર્યું હતું. આ કાયદા હેઠળ પેપર લીક કે ગેરરીતિમાં સંડોવાયેલા ગુનેગારોને 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સખત કેદ અને રૂ. 10 લાખથી લઈને રૂ. 1 કરોડ સુધીના દંડની જોગવાઈ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગંભીર ઘટનાઓમાં કૌભાંડીઓની મિલકત ટાંચમાં લેવાની અને પરીક્ષાના થયેલા તમામ ખર્ચની વસૂલાત આરોપીઓ પાસેથી કરવાની સત્તા પણ તંત્રને આપવામાં આવી છે. કડક કાયદો હોવા છતાં BAMSનું પેપર ફરી લીક થતાં હવે એ જોવાનું રહેશે કે સરકાર અને યુનિવર્સિટી તંત્ર આ ઘટનામાં દોષિતો સામે શું અને કેવાં કડક પગલાં ભરે છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીનો નંબર કેમ માગ્યો? પૂછતા યુવાન પર હુમલો:ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ધમકી આપી શખસ ફરાર
    Next Article
    જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSનું પેપર લીક થયાની આશંકા:યુનિવર્સિટીએ તપાસ સમિતિ રચી, WhatsApp પર વાયરલ થયેલા 12માંથી 11 મુદ્દા પરીક્ષામાં બેઠા પૂછાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment