Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોસ્ટલ વિભાગમાં એજન્ટ બનવાની સુવર્ણ તક:ધોરણ-10 પાસ યુવાનો માટે વોક-ઇન-ઇન્ટરવ્યૂ, 5,000નું NSC/KVP ડિપોઝિટ જરૂરી

    1 day ago

    ભારતીય ટપાલ વિભાગના ગાંધીનગર ડિવિઝન દ્વારા ટપાલ જીવન વીમા (PLI) અને ગ્રામીણ ટપાલ જીવન વીમા (RPLI) માટે એજન્ટોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂક પ્રક્રિયા માટે આગામી 11 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 11થી બપોરે 3 વાગ્યા દરમિયાન ગાંધીનગર સેક્ટર-11 ખાતે આવેલી સિનિયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસની કચેરીમાં વોક-ઇન-ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. લાયકાત અને વયમર્યાદા આ ભરતીમાં જોડાવા માટે ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ-10 પાસ હોવું જરૂરી છે. ઉમેદવારની વયમર્યાદા 18થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યોજના હેઠળ બેરોજગાર, સ્વરોજગાર ધરાવતા યુવાનો, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળના સભ્યો, સ્વસહાય જૂથ (SHG)ના સભ્યો, આશા વર્કર, નિવૃત્ત/ભૂતપૂર્વ શિક્ષકો તથા પંચાયત સંચાર સેવા કેન્દ્રના એજન્ટો અરજી કરી શકે છે. માર્કેટિંગ, કમ્પ્યુટરનું જ્ઞાન અને સ્થાનિક વિસ્તારની જાણકારી ધરાવતા ઉમેદવારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. જરૂરી દસ્તાવેજો અને મહત્વની શરતો ખાસ નોંધ: ટપાલ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અન્ય કોઈ ખાનગી કે સરકારી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ તરીકે હાલ કામ કરતા વ્યક્તિ આમાં અરજી કરી શકશે નહીં. જોકે, રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) સાથે જોડાઈ શકે છે. પસંદગી પામેલા ઉમેદવારે 5000ની NSC/KVP સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSનું પેપર લીક થયાની આશંકા:યુનિવર્સિટીએ તપાસ સમિતિ રચી, WhatsApp પર વાયરલ થયેલા 12માંથી 11 મુદ્દા પરીક્ષામાં બેઠા પૂછાયા હતા
    Next Article
    Viral: Restaurant Runs Out Of Cheesy Momos, Wins Customer And The Internet With One Small Act

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment