Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ATSએ યુપીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપી:6 કિ.ગ્રા. MD, 50 કિ.ગ્રા. લિક્વિડ ને 200 કિ.ગ્રા. રોમટીરીયલ સાથે બેની ધરપકડ, અમદાવાદમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર UP પહોંચ્યા

    6 days ago

    ગુજરાત ATSએ દાણીલીમડામાં 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જેની તપાસ દરમિયાન ગુજરાત ATS યુપી સુધી પહોંચી હતી, જ્યાંથી ATSએ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ અને રો-મટીરીયલ પણ મળી આવ્યું છે. ગુજરાત ATSએ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. દાણીલીમડામાંથી 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે સફ્તઅહેમદની ધરપકડ ગુજરાત ATSના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીએ બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાંથી 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે સફ્તઅહેમદ ફારૂક નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપીને આ ડ્રગ્સ સોહિલ ઉર્ફે ભૂરા મિર્ઝા અને ફરહાન ઉર્ફે ભૂરા પઠાણે આપ્યું હતું, જેથી પોલીસે સોહિલ અને ફરહાન નામના અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી. યુપીના પંકજ અને કપિલે 300 ગ્રામ ડ્રગ્સનો જથ્થો આપ્યો આ બંને આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓને યુપીના પંકજ અને કપિલ નામના વ્યક્તિએ 300 ગ્રામ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. ગુજરાત ATSની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી ત્યારે પંકજ અને કપિલ ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં ડ્રગ્સ બનાવવાનું કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. ATSની ટીમે 12 દિવસ UPની વિવિધ જગ્યાએ તાપસ કરી ગુજરાત ATSના એસપી કે.સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. જે 12 દિવસની વિવિધ શંકાસ્પદ જગ્યા ઉપર તપાસ કરી રહી હતી, ત્યારે અંતરિયાળ વિસ્તારમાં પંકજ અને કપિલની અસામાન્ય ગતિવિધિ જણાઈ હતી. જેથી ATS દ્વારા ઉત્તર પ્રદેશના આંબેડકરનગરના ગામમાં તપાસ કરવામાં આવી હતી. આંબેડકરનગરમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી આ દરમિયાન મરઘા ફાર્મ ખાતેથી એક પતરાના શેડમાં ચાલુ હાલતમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવી હતી, જેમાંથી 6 કિલો તૈયાર મેફેડ્રોન (MD), 50 કિલો લિક્વિડ, 88 કિલો અન્ય જથ્થો અને 200 કિલો ડ્રગ્સ બનાવવાનું રો-મટીરીયલ અને કેમિકલ મળી આવ્યું હતું. ATSએ ઉત્તર પ્રદેશથી કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામની ધરપકડ કરી હતી. ગુજરાત ATSએ કુલ 5 આરોપીની ધરપકડ કરી આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, બંને આરોપીઓએ ધો.10થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. બંને છેલ્લા ચાર મહિનાથી ખેતરમાં શેડ બનાવીને ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. બંને ડ્રગ્સનો જથ્થો બનાવી અલગ અલગ જગ્યાએ વેચતા પણ હતા. ગુજરાત ATSએ આ કેસમાં કુલ 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના કાલુપુર રેવડી બજારની 30થી વધુ દુકાનોમાં આગ:ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, ધૂમાડાના ગોટેગોટા ને અફરાતફરીનો માહોલ સર્જાયો'તો
    Next Article
    સુરત મનપા ચૂંટણી પહેલા ગરમાવો:'હવે પાટીદારો AAP કે કોંગ્રેસને વોટ નહીં આપે', અલ્પેશ કથિરીયાનો શંખનાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment