Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના કાલુપુર રેવડી બજારની 30થી વધુ દુકાનોમાં આગ:ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, ધૂમાડાના ગોટેગોટા ને અફરાતફરીનો માહોલ સર્જાયો'તો

    1 week ago

    અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 30થી વધારે જેટલી દુકાનોમાં આગ લાગી હતી. ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેવડી બજારમાં 50થી વધારે આસપાસમાં દુકાનો આવેલી છે સિંધી માર્કેટમાં સૌથી વધારે કપડાં સહિત અલગ અલગ ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે. ફાયરબ્રિગેડની ટીમ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે. જેમાં એક વેપારીના કહ્યા પ્રમાણે 1.5 કરોડનું નુકસાન થયાનું અનુમાન છે. ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રેવડી બજારમાં 50થી વધારે આસપાસમાં દુકાનો આવેલી છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગ દ્વારા હાલ આગને કાબુમાં લેવાની તજવીજ કરવામાં આવી રહી છે. દુકાનોમાં આવેલી આગ કાબુમાં આવી ગઈ અમદાવાદ શહેર ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતાં. બાજુના કોમ્પ્લેક્સમાં લોકો ઉપર ચઢીને આગ જોવા માટે ઉભા રહી ગયા હતાં. અંદાજે એક કલાક બાદ બહારના ભાગે આવેલી દુકાનોમાં આગ કાબુમાં આવી ગઈ હતી. પરંતુ અંદર કેટલીક દુકાનોમાં કપડું હોવાના કારણે થોડી થોડી આગ પકડાઈ રહી હતી, જેના માટે પાણીનો વધુ મારો ચલાવવામાં આવ્યો હતો. છાપરાની ઉપર ચઢી અને ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે આગને કાબુમાં લેવા મહેનત કરી હતી. દોઢ કરોડનું વેપારીઓને નુકસાનનો અંદાજ સિંધી માર્કેટમાં કપડાની દુકાન ધરાવનાર વેપારી સંજયભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, 12:30 વાગ્યાની આજુબાજુ આગ લાગવાની ઘટના બની હતી, સૌપ્રથમ એક જ ફાયર બ્રિગેડની ગાડી આવી હતી અને પ્લાસ્ટિકમાં આગ લાગી હતી. 30 મિનિટમાં ફાયર બ્રિગેડની ગાડીઓ આવી ગઈ હતી અને જેને પાણીનો મારો ચલાવી બુજાવવાની કામગીરી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ડાકોરમાં હવે ભક્તો જાતે જ નીચેથી ધજા ચડાવી શકશે:રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની પદ્ધતિ બદલાશે, દોરડા અને ગરગડીની સિસ્ટમ ઉભી કરવાની કામગીરી શરૂ
    Next Article
    ગુજરાત ATSએ યુપીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપી:6 કિ.ગ્રા. MD, 50 કિ.ગ્રા. લિક્વિડ ને 200 કિ.ગ્રા. રોમટીરીયલ સાથે બેની ધરપકડ, અમદાવાદમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર UP પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment