Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં ATM કાર્ડ બદલી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ:CCTVના આધારે 72 હજારની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો

    1 day ago

    વાપી તાલુકાના છીરી ખાતે આવેલા HDFC બેન્કના ATMમાં સિનિયર સિટીઝનનું કાર્ડ બદલી રૂ. 72,998.25ની ઠગાઈ આચરવાના કેસમાં ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આંતરરાજ્ય ATM ફ્રોડ કરતી ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગત 5 જુલાઈ 2026ના રોજ સવારે 10:30 થી 11:30 વાગ્યાના અરસામાં છીરી સ્થિત ધનલક્ષ્મી સોસાયટી પાસેના HDFC બેન્કના ATMમાં એક વૃદ્ધ નાણાં ઉપાડવા ગયા હતા. ત્યાં હાજર બે અજાણ્યા ઇસમોએ મદદ કરવાના બહાને તેમનો ATM PIN નંબર જોઈ લીધો હતો. ત્યારબાદ નજર ચૂકવીને કાર્ડ બદલી નાખી, ખાતામાંથી રૂ. 72,998.25 ઉપાડી ફરાર થઈ ગયા હતા. આ મામલે ડુંગરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ-318(4), 54 મુજબ ગુનો નોંધાયો હતો. સુરત વિભાગના IG પ્રેમવીર સિંહ (IPS), વલસાડ SP કરણરાજસિંહ જાડેજા (IPS) અને DySP બી.એન.દવેની સૂચનાથી ડુંગરા PI બી.એન.ગોહિલના માર્ગદર્શન હેઠળ વિશેષ સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી હતી. ટીમે આસપાસના CCTV ફૂટેજ મેળવી શંકાસ્પદ ઇસમનો ફોટો મેળવ્યો હતો. ચોક્કસ બાતમી, PC તરૂણકુમાર બાલુભાઈ અને IT એક્સપર્ટ પ્રથમ કિશોરભાઈની મદદથી આરોપી રોહિત મૃદુલકુમાર પાંડે (ઉં.વ. 35, રહે. નાલાસોપારા/પાલઘર, મહારાષ્ટ્ર; મૂળ રહે. બસ્તી, ઉત્તર પ્રદેશ) ને ઝડપી પાડવામાં આવ્યો. ઝડપાયેલો આરોપી રોહિત પાંડે રીઢો ગુનેગાર છે. તેના પર મહારાષ્ટ્ર અને ગુજરાતના વસઈ રેલ્વે, બોરીવલી, પનવેલ, કણકવલી, સાવર્ડે, વિરાર, ચીખલી, પલસાણા અને લાઈન બજાર જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં 10થી વધુ છેતરપિંડીના ગુના દાખલ છે. પોલીસે તેના ફરાર સાથીદાર શ્રીકાંત મિશ્રા (રહે. ગોંડા, યુપી) ને વોન્ટેડ જાહેર કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે DySP બી.એન. દવે એ નાગરિકોને અપીલ કરી હતી કે, "જ્યારે પણ તમે ATMમાંથી નાણાં ઉપાડવા જાઓ, ત્યારે આજુબાજુના લોકો પ્રત્યે સાવધ રહો. તમારો PIN નંબર કોઈ જોઈ ન જાય અને અજાણ્યા વ્યક્તિની મદદ લેવાનું ટાળો, જેથી કાર્ડ બદલાવાની કે છેતરપિંડીની ઘટનાથી બચી શકાય."
    Click here to Read More
    Previous Article
    ‘અમે તમારા બોસ, તમે અમારા સ્લેવ’:મેડમ બોલાવે એટલે તરત આવવાનું, સુરત સિવિલમાં રેગિંગ ગેંગની લીડર ડૉ.દીક્ષિતા ઘેવરીયા; 7 વર્ષમાં 4ના આપઘાત
    Next Article
    કોબા વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાનું અપહરણ:ચાની લારી ચલાવનાર ભગાડી ગયાની આશંકા, દુકાન પર વસ્તુ ખરીદવા ગયા બાદ પરત ન ફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment