Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે કલાકમાં જ ઉમરગામમા 7 ઈંચ વરસાદ:સુરતમાં ચાર કલાકમાં 4 ઇંચ, બે ખાડી ઓવરફલો; વલસાડમાં ધોધમાર, 3 જિલ્લામાં રેડ એલર્ટ

    1 day ago

    આજે 23 જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ એલર્ટ અપાયું છે. જ્યારે 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરતમાં સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અન્ય ખાડીઓ પણ ભયજનક નજીક વહી રહી છે. સુરતમાં ખાડી નજીક રહેતા 2,244 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 7.20 ઇંચ નોંધાયો છે, જે અન્ય તમામ તાલુકાઓ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. તે પછી સુરતના ઉમરપાડામાં 5.15 ઇંચ વરસાદ થયો છે. બીજી તરફ, સૌથી ઓછો વરસાદ ડોલવણ તાલુકામાં 1.30 ઇંચ નોંધાયો છે, જ્યારે તેની નજીક વ્યારામાં 1.34 ઇંચ અને સુબીરમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં ભારે વરસાદ અને ઔરંગા નદી 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચતા મોડી રાતે 200થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારાથી ઉનાઈ તરફ જતા નેશનલ હાઈવે પર કોતરના ધસમસતા પાણી ફરી વળ્યાં. રાજ્યમાં સિઝનનો 31 ટકા વરસાદ વરસ્યો છે. 206 જળાશયોમાં 41 ટકા જળસંગ્રહ છે. જ્યારે નર્મદા ડેમમાં 68 ટકા જળસંગ્રહ છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50 ટકા જ્યારે સૌથી ઓછો કચ્છમાં 3.50 ટકા જ વરસાદ વરસ્યો છે. આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી આગામી 24 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 25 જુલાઈ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ દરમિયાન બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ અને વાવ-થરાદ, મહેસાણા તથા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ હવામાન વિભાગના નિષ્ણાંત, એ ટી દેસાઈના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અને આગામી 2 દિવસ દરમિયાન શહેરમાં આ રીતે જ હળવોથી મધ્યમ વરસાદ પડશે. ભારે વરસાદના કારણે આ ટ્રેનો રદ કરાઈ ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળમાં ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. ઘોલવડ અને ઉમરગામ સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે બ્રિજ નંબર 203 પર પાણીનું સ્તર વધતાં સુરક્ષાના ભાગરૂપે આ રૂટ પર ટ્રેન વ્યવહારને તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યો છે. આજે 23 જુલાઈના રોજ કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ આવતી ટ્રેન નંબર 22953 ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વચ્ચે દોડતી 20901/20902 વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ વચ્ચે દોડતી 12009/12010 શતાબ્દી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે, મુસાફરી શરૂ કરતા પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ અવશ્ય ચકાસી લે અને રેલવે તરફથી મળતી તાજી સૂચનાઓનું પાલન કરે.
    Click here to Read More
    Previous Article
    Jantar Mantar Protest Highlights: ‘Why so selective?’ Union Minister Nadda questions Rahul Gandhi’s paper leak charges
    Next Article
    Maharashtra MBA CAP Round 1 Choice Filling Begins July 28; Seat Allotment On August 2

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment