Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલન દરજી ગેંગના ફરાર આરોપીઓ પકડાયા:મયુર અને વિશાલની બેંક ખાતાની કીટ મેળવવાથી લઈ દુબઈમાં ATMથી નાણાં ઉપાડવા સુધીની ભૂમિકા

    11 hours ago

    સુરત સાયબર ક્રાઈમ સેલે છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા 'મિલન દરજી ગેંગ'ના 2 મહત્વના આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ દુબઈથી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝ્ડ સાયબર ક્રાઈમનું નેટવર્ક ચલાવતી હતી. પકડાયેલા આરોપીઓમાં મયુર ઉર્ફે બેરીયો કાકડીયા અને વિશાલ ઉર્ફે ગોળી ગોધાણીનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ ગેંગના મુખ્ય સૂત્રધાર મિલન દરજી માટે બેંક એકાઉન્ટ કીટ મેળવવાથી લઈને દુબઈમાં ATM મારફતે નાણાં ઉપાડવા સુધીની મહત્વની ભૂમિકા ભજવતા હતા. દુબઈ કનેક્શન અને બેંક એકાઉન્ટનું મોટું નેટવર્ક આ કેસમાં પકડાયેલા પહેલા આરોપી મયુર ઉર્ફે બેરીયો કાકડીયાની ભૂમિકા અત્યંત ગંભીર છે. તે સીધો મુખ્ય આરોપી મિલન દરજી સાથે દુબઈમાં રહીને કામ કરતો હતો. મયુરનું મુખ્ય કામ ભારતના અલગ-અલગ બેંક એકાઉન્ટ્સના ATM કાર્ડ દ્વારા દુબઈમાં 'દિરામ' (UAE Currency) ઉપાડવાનું હતું. આ નાણાં તે મિલન દરજી સુધી પહોંચાડતો હતો. બીજી તરફ, બીજો આરોપી વિશાલ ગોધાણી સુરતમાં રહીને અગાઉ પકડાયેલા આરોપી અજય ઈટાલિયાના કહેવાથી અલગ-અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટની કીટો મેળવીને અજય અને જલ્પેશ નડીયાદરાને પૂરી પાડતો હતો. ચાઈનીઝ ગેંગ સાથે મળીને આચરતા હતા છેતરપિંડી તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચાઈનીઝ ગેંગ સાથે મળીને ઇન્ટરનેશનલ લેવલ પર સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતી હતી. તેઓ સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઓફિસ ભાડે રાખીને આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા. ભારતીય નાગરિકો પાસેથી કમિશન પર બેંક એકાઉન્ટ્સ મેળવી, આ એકાઉન્ટમાં ચાઈનીઝ ગેંગ સાથે મળીને ભારતના લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. આ ગેંગ એટલી હદે સક્રિય હતી કે ધરપકડ બાદ પણ તેમની ગેરકાયદે પ્રવૃતિઓ ચાલુ રહેતા પોલીસ દ્વારા GCTOC ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન મળી આવ્યો ટેકનોલોજીનો ખજાનો સાયબર ક્રાઈમ સેલે જ્યારે મોટા વરાછા સ્થિત સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં રેડ પાડી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઓફિસ અને આરોપીઓના ઘરેથી સર્ચ દરમિયાન 28 મોબાઈલ ફોન, 86 ડેબિટ કાર્ડ અને 180 બેંક પાસબુક મળી આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ પાસેથી 30 ચેકબુક, 258 જેટલા વિવિધ કંપનીના સિમકાર્ડ, 7 હિસાબની ડાયરીઓ, 1 કોમ્પ્યુટર, 1 CPU અને 1 લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેનેરા બેંકના 261 જેટલા એકાઉન્ટ્સમાં નેટ બેંકિંગ દ્વારા નાણાકીય વ્યવહારો ચાલુ હોવાનું જણાયું હતું. GCTOC હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી આરોપીઓ દ્વારા આચરવામાં આવતો ગુનો સંગઠિત અપરાધની શ્રેણીમાં આવતો હોવાથી 'ધ ગુજરાત કંટ્રોલ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ 2015' (GCTOC) ની કલમ 3(1)(2), 3(2) અને 3(4) મુજબનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ગેંગના સભ્યો દેશના નિર્દોષ નાગરિકો સાથે વિશ્વાસઘાત કરી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝ સાયબર ક્રાઈમ આચરતા હતા. છેલ્લા 1.5 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આ બે સાગરીતો પકડાતા હવે ગેંગના અન્ય નેટવર્ક પરથી પણ પડદો ઊંચકાશે. અગાઉ 14 જેટલા આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ મિલન દરજી ગેંગ વિરુદ્ધની આ તપાસમાં સુરત પોલીસે અત્યાર સુધીમાં કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અજય ઈટાલિયા, જલ્પેશ નડીયાદરા, વિશાલ ઠુમ્મર, હિરેન બરવાળીયા અને બ્રિજેશ ઈટાલિયા જેવા મુખ્ય સાગરીતોનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ અલગ-અલગ વ્યવસાયો જેવા કે લોન કન્સલ્ટન્સી, નોકરી કે બાંધકામની આડમાં આ રેકેટમાં જોડાયેલા હતા. સાયબર ક્રાઈમ સેલ હવે આ ગેંગના અન્ય નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશન દ્વારા ગોમતીપુરમાં ખીચડી-છાશ વિતરણ:800થી વધુ શ્રમજીવી પરિવારોને 221મા પ્રોજેક્ટનો લાભ મળ્યો
    Next Article
    વડનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાણીની ટાંકી ધરાશાયી:સીન્ટેક્સની ટાંકી ઈકો ગાડી પર પડતા કારનો કુરચો બોલાયો, મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment