Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાણીની ટાંકી ધરાશાયી:સીન્ટેક્સની ટાંકી ઈકો ગાડી પર પડતા કારનો કુરચો બોલાયો, મોટી જાનહાનિ ટળી

    10 hours ago

    વડનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે ઊંચાઈ પર ગોઠવવામાં આવેલી સીન્ટેક્સની વિશાળ પાણીની ટાંકી અચાનક નીચે પટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નીચે પાર્ક કરેલી એક ઇકો ગાડીનો કુરચો બોલાઈ ગયો હતો, પરંતુ સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. હોસ્પિટલના માળખાકીય ફિટિંગમાં ખામીને કારણે સર્જાયેલી આ ઘટનાને પગલે સમગ્ર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. પાણીની ટાંકી ધડાકાભેર નીચે કાર પર પડી હોસ્પિટલ બિલ્ડિંગ પર સ્થિત પાણીની ટાંકી અચાનક ધડાકાભેર નીચે પડતા ટાંકીના વજન અને પાણીના પ્રચંડ ફોર્સને કારણે નીચે ઉભેલી ઇકો ગાડીના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અણધારી ઘટનાથી દર્દીઓના સગા અને હોસ્પિટલ સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ટાંકીના લોખંડના સ્ટ્રક્ચર અથવા ફિટિંગમાં રહેલી ખામી અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો અને દર્દીઓના પરિવારજનોમાં ભારે આક્રોશ આ દુર્ઘટનાએ હોસ્પિટલના માળખાકીય મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને દર્દીઓના પરિવારજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જો આ ટાંકી ચાલુ અવરજવર દરમિયાન કોઈ વ્યક્તિ પર પડી હોત તો પરિણામ જીવલેણ હોત. લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે હોસ્પિટલના તમામ જોખમી સ્ટ્રક્ચરનું તાત્કાલિક સેફ્ટી ઓડિટ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    મિલન દરજી ગેંગના ફરાર આરોપીઓ પકડાયા:મયુર અને વિશાલની બેંક ખાતાની કીટ મેળવવાથી લઈ દુબઈમાં ATMથી નાણાં ઉપાડવા સુધીની ભૂમિકા
    Next Article
    'તારક મહેતા...'ના 'દયા-સુંદર'ના પિતા ભીમ વાકાણી પંચમહાભૂતમાં વિલીન:દીકરી અને દીકરો ભાંગી પડ્યા, સ્વજનોએ સધિયારો આપી માંડ માંડ સંભાળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment