Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં ATM બદલીને ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ:મદદ કરવાના બહાને નજર ચૂકવી કાર્ડ બદલતા અને પીન મેળવી લેતા, 100થી વધુ CCTV સ્કેન કરી 2 ગઠિયા ઝડપાયા

    8 hours ago

    સુરત શહેરમાં ATM સેન્ટરોમાં સામાન્ય નાગરિકો અને ખાસ કરીને વડીલોને ટાર્ગેટ કરતી શાતિર ટોળકી સક્રિય થઈ હતી. આ ગઠિયાઓની ગુના કરવાની પદ્ધતિ એકદમ પદ્ધતિસરની હતી, તેઓ ATM કિયોસ્કમાં પૈસા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાની ઓફર કરતા હતા. ટ્રાન્ઝેક્શન દરમિયાન નજર ચૂકવીને પાસવર્ડ જોઈ લેતા અને ગ્રાહકનું અસલી ATM કાર્ડ સેરવી તેના જેવું જ ડમી કે અન્ય કાર્ડ પકડાવી દેતા હતા. આ રીઢા ગુનેગારો ગ્રાહક ત્યાંથી રવાના થાય કે તુરંત જ ચોરેલા કાર્ડ અને મેળવેલા પાસવર્ડથી રોકડ રકમ ઉપાડીને રફૂચક્કર થઈ જતા હતા. 100થી વધુ CCTV કેમેરા તપાસી પોલીસે ગઠિયાઓને દબોચ્યા અડાજણ વિસ્તારમાં ઉપરાછાપરી બનેલી ઘટનાઓને ગંભીરતાથી લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસ ટીમે વિવિધ સ્થળોના 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓની ઓળખ કરી પોલીસે પાંડેસરા અમૃતનગર ખાતે રહેતા અંકિત ઉર્ફે લલ્લા ઉદયબહાદુર યાદવ (ઉં.વ. 24) અને વિસતનગરમાં રહેતા ડિલિવરી બોય વિકાસ રામચંદ્ર ગુપ્તા (ઉં.વ. 22)ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી વિકાસ ઉર્ફે નાનુ રાધેશ્યામ તિવારીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરાઈ છે. અડાજણના SBI ATM માંથી ₹31,000ની ઉઠાંતરી કબૂલી ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ 12 સપ્ટેમ્બરના રોજ અડાજણ ચાર રસ્તા પાસે આવેલા ટાઇટેનિયમ સ્ક્વેરના SBI ATM ખાતેથી એક ફરિયાદીને મદદ કરવાના બહાને કાર્ડ બદલી ₹10,000 ઉપાડી લીધા હતા. આ ઉપરાંત 27 ઓગસ્ટે અડાજણ વરૂણ સર્કલ પાસેના SBI ATMમાંથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય એક ફરિયાદી સાથે છેતરપિંડી આચરી ₹21,000 ઉપાડી લીધાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતીમાં રોકડા ₹21,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. મુખ્ય આરોપી અંકિત ઉર્ફે લલ્લા સામે મારામારી સહિત 4 ગુના નોંધાયેલા પકડાયેલા મુખ્ય સૂત્રધાર અંકિત ઉર્ફે લલ્લાનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. તે અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી છે. તેની સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મારામારી, ધાકધમકી તથા હથિયારબંધીના ભંગ હેઠળ 3 ગુના અને ડિંડોલી પોલીસ મથકમાં વિશ્વાસઘાત (IPC 406) હેઠળ 1 ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલમાં જ પાંડેસરામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ પણ તેની સામે કેસ નોંધાયો હતો. અડાજણ પોલીસે આરોપીઓ સામે BNS ની કલમ 318(4) અને 54 મુજબ ગુનો નોંધી વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાપી મનપાના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં 20 વર્ષીય યુવતીનું મોત:સ્વિમિંગ સીખવા દરમિયાન બની ઘટના, હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કરી
    Next Article
    વૈભવે એશિયન ગેમ્સ સેમિફાઇનલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા:ટીમ ઈન્ડિયાને પાંચમો ફટકો પહોંચ્યો, કેપ્ટન અય્યર પછી અક્ષર પટેલ પણ આઉટ; સ્કોર 114/5

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment