Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવે એશિયન ગેમ્સ સેમિફાઇનલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા:ટીમ ઈન્ડિયાને પાંચમો ફટકો પહોંચ્યો, કેપ્ટન અય્યર પછી અક્ષર પટેલ પણ આઉટ; સ્કોર 114/5

    10 hours ago

    એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 14 ઓવરમાં 114/5 છે. ટીમ તરફથી ઈશાન કિશન અને તિલક વર્મા ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશી 21 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. શ્રેયસ અય્યર 13 રન બનાવીને આઉટ થયો. જ્યારે સંજુ સેમસન અને અભિષેક શર્મા 7-7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પહેલાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ચોગ્ગાથી ખાતું ખોલ્યું હતું. તેણે પહેલી ઓવરમાં થારિંદુ રત્નાયકેના છેલ્લા બોલ પર બાઉન્ડરી મારી હતી. ગુરુવારે કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં શ્રીલંકાએ ટૉસ જીતીને બોલિંગ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ. શ્રીલંકા (SL): લસિથ ક્રૂસ્પુલે, સિનેથ જયવર્ધને, સોહન ડી લિવેરા (વિકેટકીપર), અશેન બંડારા, સહાન અરાચિગે (કેપ્ટન), નુવાનિદુ ફર્નાન્ડો, ચામિકા કરુણારત્ને, વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, થારિન્દુ રત્નાયકે અને બિનુરા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં ATM બદલીને ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ:મદદ કરવાના બહાને નજર ચૂકવી કાર્ડ બદલતા અને પીન મેળવી લેતા, 100થી વધુ CCTV સ્કેન કરી 2 ગઠિયા ઝડપાયા
    Next Article
    અમિતાભ બચ્ચન સાથે KBCના સેટ પર લપસી ગયા:ડાબા ઘૂંટણમાં ઇજા થઈ, ઊભા થવામાં મુશ્કેલી; બિગ બીએ આપ્યું હેલ્થ અપડેટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment