Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિતાભ બચ્ચન સાથે KBCના સેટ પર લપસી ગયા:ડાબા ઘૂંટણમાં ઇજા થઈ, ઊભા થવામાં મુશ્કેલી; બિગ બીએ આપ્યું હેલ્થ અપડેટ

    10 hours ago

    અમિતાભ બચ્ચન ‘કોન બનેગા કરોડપતિ 18’ના સેટ પર લપસી ગયા. તેના કારણે તેમના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ છે. તાજેતરના એપિસોડમાં અમિતાભ બચ્ચને આ અકસ્માતની જાણકારી આપી. અમિતાભ સામાન્ય રીતે શોની શરૂઆત વિંગ્સમાંથી દોડતા-દોડતા આવીને અને સ્ટેજના મધ્યમાં ઊભા રહીને પોતાના મોનોલોગથી કરે છે. જોકે, પગમાં દુખાવાને કારણે તેમણે આ વખતે બેસીને એપિસોડની શરૂઆત કરી. તેમણે દર્શકોને કહ્યું કે, ઈજા ગંભીર નથી અને તેઓ કન્ટેસ્ટન્ટ્સ સાથે ઊભા રહીને જ ગેમ હોસ્ટ કરશે. શૂટિંગ દરમિયાન પગ લપસી ગયો હતો અમિતાભ બચ્ચને શોની શરૂઆતમાં જ પોતાના ચાહકો અને દર્શકોને આ ઘટના વિશે જણાવ્યું. તેમણે પોતાના ડાબા ઘૂંટણ તરફ ઈશારો કરતાં કહ્યું કે, ગઈકાલે શૂટિંગ દરમિયાન તેમનો પગ લપસી ગયો હતો. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે તેઓ સેન્ટરમાં ઊભા રહીને પોતાની વાત રજૂ કરે છે, પરંતુ આજે ઊભા રહેવામાં થોડી તકલીફ થઈ રહી છે. 'ટાઇમ ટુ રિટાયર' પોસ્ટથી નિવૃત્તિની ચર્ચા થઈ હતી વાસ્તવમાં, બે અઠવાડિયા પહેલાં અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં 'ટાઇમ ટુ રિટાયર' શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. બિગ બીએ અડધી રાત્રે કરેલી આ પોસ્ટને લઈને ચાહકો ચિંતામાં મૂકાયા હતા. કેટલાક લોકોએ આ પોસ્ટને અમિતાભ બચ્ચનની નિવૃત્તિની પોસ્ટ પણ ગણાવી દીધી હતી. જોકે, ચર્ચા વધતાં બિગ બીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમનો અર્થ સૂવા જવાનો હતો, ન કે કામમાંથી નિવૃત્ત થવાનો. વધતી ઉંમરના પડકારો વિશે વાત કરી હતી નોંધનીય છે કે, ગયા વર્ષે 'બિગ બી'એ પોતાના બ્લોગમાં વધતી ઉંમરના પડકારો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે સરળ કામ કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડે છે. તેમણે લખ્યું હતું- 'પહેલા મને લાગતું હતું કે જૂની આદતો સરળતાથી ફરી શરૂ કરી શકાય છે, પરંતુ હવે સમજાયું છે કે, એક દિવસનો બ્રેક પણ લાંબા સમય સુધી અસર કરે છે. બસ એક દિવસનો ગેપ અને દુખાવો તથા ગતિશીલતા ખૂબ લાંબી સફર પર નીકળી જાય છે.' 'આ આશ્ચર્યજનક છે કે પહેલા તે સામાન્ય ક્રિયાઓ હતી પરંતુ હવે તે કરવા પહેલા મગજને વિચારવું પડે છે..સામાન્ય કામ…પેન્ટ પહેરવું... ડોક્ટર સલાહ આપે છે કે કૃપા કરીને મિસ્ટર બચ્ચન, બેસી જાઓ અને તેને પહેરી લો. તેને પહેરતી વખતે ઊભા રહેવાનો પ્રયાસ ન કરો, તમે સંતુલન ગુમાવી શકો છો અને પડી શકો છો.’ અમિતાભ વર્ષ 2000થી 'કેબીસી' હોસ્ટ કરી રહ્યા છે 'કોન બનેગા કરોડપતિ'ની 18મી સિઝન દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે. અમિતાભ બચ્ચન વર્ષ 2000થી આ ક્વિઝ શોને હોસ્ટ કરતા આવ્યા છે. માત્ર ત્રીજી સિઝનને બાદ કરતા, જેને શાહરુખ ખાને હોસ્ટ કરી હતી, બાકીની તમામ સિઝનમાં અમિતાભ જ શોનો મુખ્ય ચહેરો રહ્યા છે. 83 વર્ષથી વધુ ઉંમરે પણ તેમની ફિટનેસ અને કામ પ્રત્યેના સમર્પણની લોકો પ્રશંસા કરે છે. બિગ બીનું 75% લિવર ખરાબ 83 વર્ષના બિગ બી ફક્ત 25% લિવર પર જ જીવિત છે, તેમનું 75% લિવર ખરાબ છે. ‘કુલી’ના સેટ પર થયેલા અકસ્માત બાદ ડૉક્ટરોએ તેમને ક્લિનિકલી મૃત જાહેર કરી દીધા હતા. 3-4 કલાક જીવિત રહેવું પણ મુશ્કેલ હતું, એ દુખાવો અમિતાભે 4 દિવસ સહન કર્યો 26 જુલાઈ 1982ના રોજ અમિતાભ બચ્ચન ફિલ્મ ‘કૂલી’ માટે એક એક્શન સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. સીનની માંગ મુજબ પુનીત ઈસ્સરને અમિતાભને મુક્કો મારવાનો હતો અને તેમને ટેબલ પર જઈને પડવાનું હતું. આ કામ બોડી ડબલનું હતું, પરંતુ પરફેક્શન માટે અમિતાભે પોતે આ સીન શૂટ કર્યો. મુક્કો જોરથી વાગ્યો, જેના કારણે ટેબલનો એક ખૂણો અમિતાભના પેટ પર વાગ્યો. લોહી નહોતું નીકળ્યું, પરંતુ દુખાવાથી બિગ બીની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેઓ હોસ્પિટલ ગયા, પરંતુ ડૉક્ટરો પણ સાચું કારણ સમજી શક્યા નહીં. પેઇનકિલરના સહારે બિગ બીએ બે દિવસ પસાર કર્યા, પરંતુ જ્યારે દુખાવો બંધ ન થયો ત્યારે તેમને ફરી બેંગલુરુની સેન્ટ ફિલોમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરોએ પણ આશા છોડી દીધી હતી એક્સ-રે કરવામાં આવ્યો, પરંતુ હજી પણ સાચું કારણ જાણી શકાયું નહોતું. અનેક ટેસ્ટ કરવામાં આવ્યા, પરંતુ જ્યારે ઈજા વિશે જ ખબર ન પડી તો સારવાર કેવી રીતે થઈ શકે? ત્રીજા દિવસે જ્યારે દુખાવો અસહ્ય થઈ ગયો ત્યારે ડૉક્ટરોએ ફરીથી એક્સ-રે કરીને તેની બારીકીથી તપાસ કરી. જોવા મળ્યું કે એક્સ-રેમાં ડાયાફ્રામની નીચે ગેસ દેખાઈ રહી હતી, જે લીકેજનો સંકેત હતો. હકીકતમાં ઈજાને કારણે અમિતાભના આંતરડાઓ ફાટી ગયા હતા અને સમયસર સારવાર ન મળતાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ચોથા દિવસે જાણીતા સર્જન એચ.એસ. ભાટિયાએ અમિતાભનો કેસ જોયો અને તરત જ ઑપરેશન કરાવવાની સલાહ આપી. ઑપરેશન પહેલાં અમિતાભને 102 ડિગ્રી તાવ આવી ગયો અને તેમની હાર્ટબીટ 72ની જગ્યાએ 180 થઈ ગઈ. ઑપરેશન કરવામાં આવ્યું ત્યારે જોવા મળ્યું કે અંદરથી આંતરડાં ફાટી ચૂક્યા હતા. આવી સ્થિતિમાં 3-4 કલાક જીવિત રહેવું પણ મુશ્કેલ હતું, પરંતુ તેઓ 4 દિવસથી સંઘર્ષ કરી રહ્યા હતા. ચોથા દિવસે બિગ બી કોમામાં જતા રહ્યા. બે ઑપરેશન કરવામાં આવ્યા અને બે મહિના સુધી તેમને હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા. બિગ બી પહેલેથી જ અસ્થમા, લિવરની સમસ્યા અને ન્યુમોનિયા સામે ઝઝૂમી રહ્યા હતા અકસ્મિક ઘટના પહેલાં જ અમિતાભ બચ્ચનને લિવરની સમસ્યા હતી અને સાથે તેઓ અસ્થમાના દર્દી પણ હતા. ઓપરેશનના બીજા જ દિવસે તેમને ન્યુમોનિયા થયો, જેના કારણે તેમની હાલત વધુ બગડી ગઈ. બેંગલોરમાં સારવાર બાદ તેમને એરબસ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા. ક્રેનની મદદથી તેમને સ્ટ્રેચર પર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 8 ઓગસ્ટે તેમનું ફરીથી ઓપરેશન થયું. હોસ્પિટલની બહાર તેમના ચાહકોની ચોવીસ કલાક ભીડ રહેતી હતી. સમગ્ર દેશમાં ક્યાંક પૂજા કરાવવામાં આવી રહી હતી તો ક્યાંક યજ્ઞ કરવામાં આવી રહ્યા હતા. જયા બચ્ચન પણ અમિતાભની સલામતી માટે સિદ્ધિવિનાયક મંદિરે ગયાં હતાં, પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યાં ત્યારે તેમણે જોયું કે તેમના કરતાં પહેલાં જ ઘણા લોકો બિગ બી માટે ત્યાં પૂજા કરી રહ્યા હતા. લોકોની પ્રાર્થનાઓ રંગ લાવી. અમિતાભ બચ્ચનની જિંદગી પર એક નજર-
    Click here to Read More
    Previous Article
    વૈભવે એશિયન ગેમ્સ સેમિફાઇનલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા:ટીમ ઈન્ડિયાને પાંચમો ફટકો પહોંચ્યો, કેપ્ટન અય્યર પછી અક્ષર પટેલ પણ આઉટ; સ્કોર 114/5
    Next Article
    પરમાણુ વિસ્ફોટ પકડવા અમેરિકાએ જમીન નીચે વિસ્ફોટ કર્યા:જમીનના કંપનનો ડેટા એકત્ર કર્યો, ચીન પર છુપાઈને પરમાણુ પરીક્ષણ કરવાનો આરોપ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment