Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATKT ક્લિયર વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ ન આપતા વિવાદ:JG યુનિવર્સિટીમાં ABVP, વિદ્યાર્થીઓનો હોબાળો, 500 વિદ્યાર્થીને પ્રમોટ કરી ક્લાસ રીશેડ્યુલ કરવા માંગ

    17 hours ago

    ડ્રાઈવિંગ રોડ પર JG યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ATKT ક્લિયર કરનાર 500 વિદ્યાર્થીઓને નવા વર્ષમાં પ્રવેશ ન આપતા વિવાદ સર્જાયો છે. ત્યારે મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થઈ ગયા છે તેમણે આગળના વર્ષમાં પ્રમોટ કરવામાં આવે અને જેમનો અભ્યાસ છૂટી ગયો છે તેમના માટે ક્લાસ રીસીડ્યુલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો માંગણી ન સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. '500થી વધુ વિદ્યાર્થીને આગળના સેમે.માં પ્રવેશ નહીં' JG યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રમોટ ન કરવામાં આવતા વિદ્યાર્થી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ દેખાવો કર્યો છે. 'વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો'ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો દાવો છે કે, પૂરક પરીક્ષામાં પાસ થયા છતાં 500થી વધુ વિદ્યાર્થીઓને આગળના સેમેસ્ટરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. એક મહિનાથી નવા સેમેસ્ટરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓને પ્રમોટ કરવામાં ન આવતા તેમણે વર્ગ ખંડમાં બેસવા દેવામાં આવતા નથી. જેથી તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. વિદ્યાર્થીઓને પ્રમોટ કરીને તેમના વર્ગ રીસીડ્યુલ કરવામાં આવે તેવી માંગ કરી છે. 'પૂરક પરીક્ષામાં પાસ થયા છતા પ્રવેશ નહીં' અમદાવાદ શહેર સહમંત્રી પ્રિયમ ભાટિયાએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. કેટલાક એવા વિદ્યાર્થીઓ છે જે પૂરક પરીક્ષામાં પાસ થઈ ગયા હોવા છતાં પણ તેને આગળના સેમેસ્ટરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જેના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 500 કરતાં વધુ વિદ્યાર્થીઓ છે કે જેમને પ્રવેશ આપવામાં આવ્યો નથી. જોકે એક મહિના કરતાં પણ વધુ સમય અભ્યાસક્રમ શરૂ થયાને થઈ ગયો છે. જે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બગડ્યો છે તેમના માટે રીસીડ્યુલ કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે. 'VCને વિદ્યાર્થીઓના મુદ્દામાં રસ નથી' વધુમાં પ્રિયમ ભાટિયાએ જણાવ્યું હતું કે, JG યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને રીસીડ્યુલ કરવામાં આવશે. તેમજ તમામ વિદ્યાર્થીઓને ફરીથી પ્રવેશ આપવામાં આવશે. VCને રજૂઆત કરવા માટે આવ્યા છીએ પણ તે બપોર થવા આવી છતાં પણ હજુ આવ્યા નથી. જેથી એવું લાગી રહ્યું છે કે VCને વિદ્યાર્થીઓના મુદ્દાને લઈને કોઈ પણ પ્રકારનો રસ રહ્યો નથી તેમ જ અન્ય વિષયમાં રસ દાખવી રહ્યા છે. વિદ્યાર્થીઓને ગેરસમજ થઈ છે:રજિસ્ટ્રાર વૈભવ શાહ JG યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વૈભવ શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ગેરસમજ થઈ હોય તેવું લાગી રહ્યું છે. જે વિદ્યાર્થીઓના રીઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે તે અને જે વિદ્યાર્થીઓની ચાર કરતા ઓછું બ્લોક છે તે બધાને પ્રમોટ કરવામાં આવ્યા છે. કોઈ ગેરસમજના કારણે આ મુદ્દાને આટલો મોટો બનાવવામાં આવ્યો છે. અમારી યુનિવર્સિટીમાં એવો નિયમ છે કે પાંચ કે તેથી વધુ વિષયમાં બ્લોક હોય તો તેને આપણે આગળના વર્ષમાં પ્રમોટ કરી શકતા નથી. કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તે માટે જૂન મહિનામાં પરીક્ષા યોજીએ છીએ. '100 કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રમોટ કરાયા નથી' વધુમાં વૈભવ શાહે જણાવ્યું હતું કે, જેથી જેમને બ્લોક આવ્યો તેમને પ્રમોટ કરી શકાય તે માટે જૂન મહિનામાં પરીક્ષા યોજીએ છીએ. જે લોકોને પ્રમોટ નથી કરવામાં આવતા તે લોકો પાસેથી ફી પણ લેવામાં આવતી નથી. તેમજ જે વિદ્યાર્થીઓ પાસ થઈ જાય તેમને પ્રમોટ કરવામાં આવે જ છે. વ્યક્તિગત વિદ્યાર્થી આવીને અમને રજૂઆત કરે કે અમને પ્રમોટ કરવામાં આવ્યા નથી તો અમે તે વિષય પર ધ્યાન આપીશું. અત્યારે આખી યુનિવર્સિટીમાં 100 કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રમોટ કરવામાં આવ્યા નથી. ગયા અઠવાડિયે પ્રમોટ પણ કરી દેવામાં આવ્યા છે અને તેમને વર્ગખંડમાં બેસવા પણ દેવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    2 વર્ષથી ગુમ 10 લાખનો ટેમ્પો રાજસ્થાનથી મળ્યો:સુરેન્દ્રનગર પોલીસે વિધવા મહિલાને પરત સોંપ્યો
    Next Article
    ગઢડા ખરીદ-વેચાણ સંઘના ડાયરેક્ટરે રાજીનામું આપ્યું:ઝાપડીયાના રાજીનામાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા, કોરી ઠરાવ બુકમાં સહી લીધાના આક્ષેપ કર્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment