Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા ખરીદ-વેચાણ સંઘના ડાયરેક્ટરે રાજીનામું આપ્યું:ઝાપડીયાના રાજીનામાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા, કોરી ઠરાવ બુકમાં સહી લીધાના આક્ષેપ કર્યા હતા

    16 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા ખરીદ-વેચાણ સંઘમાં ફરી એકવાર રાજકીય અને સહકારી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંઘના ડાયરેક્ટર બચુ ઝાપડીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બચુભાઈ ઝાપડીયાએ તેમની વધતી ઉંમર અને નાદુરસ્ત તબિયતને રાજીનામાનું કારણ જણાવ્યું છે. જોકે, તેમના રાજીનામા પાછળ અન્ય કારણો પણ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ડાયરેક્ટર ઝાપડીયાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ખરીદ-વેચાણ સંઘની સામાન્ય સભા દરમિયાન કોરા ઠરાવ બુકમાં તેમની સહી લેવામાં આવી હતી. આ અંગે તેમણે પોતાની સહીને માન્ય ન ગણવા માટે સંઘના મેનેજરને લેખિતમાં જાણ કરી છે. આ ઘટનાક્રમ બાદ ગઢડા ખરીદ-વેચાણ સંઘમાં રાજકીય અને સહકારી ક્ષેત્રે અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. ઉલ્લેખનીય છે કે આશરે બે મહિના પહેલાં સંઘના પ્રમુખ હિરા મકવાણાએ પણ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. એક પછી એક થઈ રહેલા આ રાજીનામાઓને કારણે સંઘના આંતરિક મામલાઓ અંગે લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ મામલે સંઘના અન્ય જવાબદાર પદાધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    ATKT ક્લિયર વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ ન આપતા વિવાદ:JG યુનિવર્સિટીમાં ABVP, વિદ્યાર્થીઓનો હોબાળો, 500 વિદ્યાર્થીને પ્રમોટ કરી ક્લાસ રીશેડ્યુલ કરવા માંગ
    Next Article
    Foreigner Reflects On Giving Birth In Mumbai, Praises Hospital Support

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment