Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:શક્તિ નગર 2 માં પ્રથમ નોરતે બટુક-કુમારિકાનું પૂજન કરાયું, 10 વર્ષ સુધીના બાળકોને લાણી અપાઈ, ગણપતિ ગીત પર કૃતિ અને રાસ-ગરબા યોજાયા

    21 hours ago

    આસો મહિનાની અજવાળી રાત અને ઢોલના ધબકારે મા અંબાની આરાધનાનું મહાપર્વ એટલે કે આપણી વહાલી નવરાત્રી. આજથી રમઝટ બોલાવતી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શહેરના મોટા-મોટા પાર્ટી પ્લોટ હોય કે ગામડાં-શહેરોની નાની-મોટી શેરીઓ, દરેક જગ્યાએ અનોખો રોશનીનો ઝગમગાટ અને અનેરો ઉત્સાહ છવાઈ ગયો છે. ચણિયાચોળી અને કેડિયાના રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. સાંજ પડતાં જ "અંબે માત કી જય" ના નાદ સાથે માડીની આરતી કરીને ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવે છે.જેમાં ઢોલકના તાલે, શહનાઈના સુરે અને પ્રાચીન-અર્વાચીન ગરબાના તાલ પર પગ આપોઆપ થનગનવા લાગે છે. દોઢ તાળી, ત્રણ તાળી અને હીંચ લેતાં ખેલૈયાઓની ઊર્જા જોઈને આખી રાત પણ ટૂંકી પડે છે. આ માત્ર નવ રાતનો તહેવાર નથી, પણ ભક્તિ, સંસ્કૃતિ અને સંવાદિતાનું એવું મિલન છે જે દરેક ગુજરાતીના દિલને ઉમંગથી ભરી દે છે, ત્યારે.નવરાત્રિના પ્રથમ દિવસે શક્તિ નગર 2 માં બટુક અને કુમારિકાનું પૂજન કરવામાં આવ્યું. આ સાથે જ પ્રથમ નોરતાની ઉજવણી કરાઈ. દાતા પરિવારે 10 વર્ષ સુધીના બાળકોને લાણીનું વિતરણ કર્યું. નાના બાળકોએ ગણપતિજીના ગીત પર સુંદર કૃતિ રજૂ કરી હતી. આ પછી રાસ-ગરબા અને દાંડિયારાસનો જનરલ રાઉન્ડ પણ યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    દેશમાં પહેલીવાર ઇલેક્ટ્રિક વાહનમાંથી વીજળી સપ્લાય થશે:IIT બોમ્બેએ બનાવી, કેરળમમાં શરૂઆત; તેનાથી વીજળીના બિલમાં 30%નો ઘટાડો થયો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદ સત્કાર એપાર્ટમેન્ટમાં 6 વર્ષની કિયારાએ નવરાત્રિના પ્રથમ નોરતે ગરબા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment