Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકસિત ગુજરાત @ 2047:શ્રમ અને રોજગાર વિભાગનું 2,902 કરોડનું ઐતિહાસિક બજેટ, યુવા સશક્તિકરણ અને નવી યોજનાઓ

    19 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યના યુવાનોને કૌશલ્યબદ્ધ કરવા અને શ્રમિકોના સર્વાંગી ઉત્થાન માટે કમર કસી છે. વર્ષ 2026-27ના અંદાજપત્રમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2,902 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ બજેટને 'વિકસિત ભારત @ 2047'ના વિઝનને સાકાર કરનારું ગણાવ્યું છે. યુવા સશક્તિકરણ અને નવી યોજનાઓ રાજ્યના યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે 'નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન' અંતર્ગત 226 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ITI શિક્ષણને આધુનિક બનાવવા માટે 'PM-સેતુ યોજના' હેઠળ 200 કરોડના ખર્ચે હબ-એન્ડ-સ્પોક મોડલ વિકસાવાશે. ખાસ કરીને દીકરીઓને ટેકનિકલ શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા 'નમો કૌશલ્ય લક્ષ્મી યોજના' અમલી બનાવાઈ છે, જેમાં 1 વર્ષના કોર્સ માટે 15,000 અને 2 વર્ષના કોર્સ માટે 24,000ની આર્થિક સહાય અપાશે. શ્રમિકો માટે સામાજિક સુરક્ષાનું કવચ શ્રમિકોના કલ્યાણ માટે સરકાર 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'નો વ્યાપ વધારી રહી છે. 200 કરોડના ખર્ચ સાથે નવા 300 અન્નપૂર્ણા બુથ શરૂ થશે, જ્યાં માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે. રહેઠાણ માટે 'શ્રમિક બસેરા યોજના' હેઠળ 150 કરોડ અને આરોગ્ય સેવાઓ માટે 50 નવા 'ધનવંતરી આરોગ્ય રથ' ઉમેરવા 160 કરોડ ફાળવાયા છે. મીઠાના અગરીયાઓ માટે સોલાર પેનલ ધરાવતા આવાસો માટે 25 કરોડની જોગવાઈ કરાઈ છે. વધુમાં, અકસ્માત વીમા પેટે 3.5 લાખ અને સિલીકોસીસ પીડિતોને સારવાર તથા મરણોત્તર સહાયમાં વધારો કરાયો છે. રોજગારી અને ઔદ્યોગિક વિકાસના આંકડા ગુજરાત આજે દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય છે. ભારતનો સરેરાશ બેરોજગારી દર 3.2% છે, જ્યારે ગુજરાતનો દર માત્ર 1.1% છે. વર્ષ 2025-26 દરમિયાન 1,215 ભરતીમેળા દ્વારા 2,60,878 ઉમેદવારોને રોજગારી મળી છે. રાજ્યમાં 559 ITI માં 2,18,516 બેઠકો કાર્યરત છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઉત્સાહજનક વૃદ્ધિ જોવા મળી છે; છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં નવા 1,016 કારખાનાઓની નોંધણી સાથે કુલ સંખ્યા 51,033 પર પહોંચી છે. ડ્રોન ટેકનોલોજી અને ભવિષ્યનું લક્ષ્ય ભવિષ્યની ટેકનોલોજીને ધ્યાને રાખીને રાજ્યમાં 6 DGCA માન્ય ડ્રોન પાઇલટ તાલીમ કેન્દ્રો કાર્યરત છે. કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા 600 થી વધુ પાઇલટ અને 1,200 થી વધુ તાલીમાર્થીઓને ડ્રોન મેન્યુફેક્ચરિંગની તાલીમ અપાઈ છે. સરકારનું આગામી લક્ષ્ય 4-5 વર્ષમાં 60,000 થી વધુ લોકોને અત્યાધુનિક તાલીમ આપીને 'વિકસિત ગુજરાત'ના પાયાને મજબૂત કરવાનું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજસીટોક અને ચાર ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, વડોદરામાં 16 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું
    Next Article
    યુવતી 25 વર્ષથી ભારતમાં પણ ભારતીય નાગરિકતા નહીં:દીકરી 18 દિવસની હતી, ત્યારે મોઝામ્બિકથી ભારત આવી'તી, પાસપોર્ટ નહીં ને પતિ પાસે કેનેડા જઈ શકતી નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment