Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકા દ્વારા વંદે માતરમ @150ની ઉજવણી:મુખ્ય કચેરી અને તમામ વોર્ડ ઓફિસો સહિત સ્થળો સામૂહિક ગાનથી ગુંજી ઉઠ્યા

    3 days ago

    ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં રાષ્ટ્રીય ચેતના જગાવનાર અને માતૃભૂમિ પ્રત્યેના ગૌરવનું પ્રતીક એવા રાષ્ટ્રગીત "વંદે માતરમ" ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા "વંદે માતરમ @ 150 વર્ષ (ફેઝ-2)" અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં સામૂહિક રાષ્ટ્રગીત ગાનનો કાર્યક્રમ યોજાયો હતો. 31 માર્ચ સુધી ઉજવણીનું આયોજન સને 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન "વંદે માતરમ" ગીતે સમગ્ર દેશને એકતાના તાંતણે બાંધ્યો હતો. આ ગીત આજે પણ દરેક ભારતીય માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. આ ભવ્ય વારસાને ઉજવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 23 માર્ચથી 31 માર્ચ, 2026 દરમિયાન વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં સહભાગી થયા આજરોજ સવારે ન્યુ સીટીલાઈટ રોડ સ્થિત આઈ.સી.સી.સી. કચેરી ખાતે માનનીય મ્યુ. કમિશનર એમ. નાગરાજન (IAS)ની પ્રેરક ઉપસ્થિતિમાં "વંદે માતરમ" ગીતનું તેના મૂળ સ્વરૂપે ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રભક્તિના આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વંદે માતરમનો નાદ સાથે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું માત્ર મુખ્ય કચેરી જ નહીં, પરંતુ સુરત મહાનગરપાલિકાની તમામ શાખાઓમાં આ કાર્યક્રમની ગુંજ જોવા મળી હતી. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન તમામ ઝોન કચેરીઓ અને તમામ વિભાગો તેમજ વોર્ડ ઓફિસો અને હેલ્થ સેન્ટરો મસ્ક્તી હોસ્પિટલ, સ્મીમેર કોલેજ અને હોસ્પિટલ પરિસર આ તમામ સ્થળોએ અધિકારીઓ અને કર્મચારીઓએ એકસાથે મળીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત રાખવાનો અને "વંદે માતરમ" ના માધ્યમથી મળેલી સ્વતંત્રતાના મૂલ્યોને યાદ કરવાનો છે. 31 માર્ચ સુધી ચાલનારી આ ઉજવણી અંતર્ગત હજુ પણ વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પિતાને ગાતા જોઈ અમાલ મલિક સ્ટેજ પર રડી પડ્યો:ડબુ મલિકના સંઘર્ષને પ્રેરણા ગણાવી; પરિવાર સાથે છેડો ફાડવા પર મોટો ખુલાસો કર્યો
    Next Article
    શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ !:રાજકોટનાં સોરઠીયાવાડીની 'શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ'નો દૂધનો નમૂનો ફેઈલ, ફોરેન ફેટની ભેળસેળ ખુલતા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ, દુધના વધુ ત્રણ નમુના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment