Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ !:રાજકોટનાં સોરઠીયાવાડીની 'શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ'નો દૂધનો નમૂનો ફેઈલ, ફોરેન ફેટની ભેળસેળ ખુલતા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ, દુધના વધુ ત્રણ નમુના લેવાયા

    3 days ago

    રાજકોટમાં ખાદ્યપદાર્થોમાં કરાતી ભેળસેળ સમયાંતરે સામે આવતી હોય છે. ત્યારે હવે શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. તાજેતરમાં મનપાના ફૂડ ઓફિસરોએ મવડી બાયપાસ રોડ પર આવેલા ડીએમ પાર્ક-1, સોરઠિયાવાડી વિસ્તારમાં સ્થિત 'શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ'માંથી 'ફૂલ ક્રીમ મિલ્ક (લૂઝ)'નો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલ્યો હતો. જેને લેબ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઈલ જાહેર કરાયો છે. અહીંના દૂધમાં ફોરેન ફેટની ભેળસેળ હોવાનું ખુલતા મનપા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની તપાસ દરમિયાન લેવામાં આવેલા આ નમૂનામાં ટેસ્ટ ફોર ફોરેન ફેટની માત્રા નિયત ધારાધોરણો કરતાં વધુ જોવા મળી હતી. આનો અર્થ એ થાય છે કે દૂધમાં કુદરતી ફેટના સ્થાને અન્ય કોઈ તેલ કે ચરબીની ભેળસેળ કરવામાં આવી હોવાની શક્યતા છે. ત્યારે ફૂડ એનાલિસ્ટના રિપોર્ટના આધારે નમૂનાને 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરી, ડેરી સંચાલક વિરુદ્ધ એજયુડિકેશન એટલે કે ન્યાયિક કાર્યવાહી કરવાની તજવીજ ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા આજે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વધુ 3 શંકાસ્પદ નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. જેમાં વાવડી વિસ્તારના 80 ફૂટ રોડ પર આવેલી મધુવન ડેરી ફાર્મ અને ઉમિયાજી ડેરી ફાર્મમાંથી 'ફૂલ ક્રીમ મિલ્ક' ના નમૂના લેવાયા છે, તેમજ રૈયા રોડ પર જનકપુરી ખાતે આવેલી જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી ગાયના દૂધનો નમૂનો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમે FSW (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે શહેરના રાજમાર્ગો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સાધુવાસવાણી મેઇન રોડ તેમજ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં પણ ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 23 ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તેમજ ક્રિષ્ના પાણીપુરી, દેવ પાણીપુરી, ગાત્રાળ ટી સ્ટોલ નામના ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ મેળવવા કે રિન્યૂ કરાવવાની કડક સૂચનાઓ આપવામાં આવી હતી. રાજકોટમાં હવે પૂર્વ કોર્પોરેટરોનાં પ્રમાણપત્રના આધારે અંતિમવિધિ માટે ફાયર સ્ટેશનથી મંજૂરી મેળવી શકાશે રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા શાસકોની મુદત પૂર્ણ થઈ હોવાથી વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. વહીવટી ફેરફાર વચ્ચે નાગરિકોને મરણ નોંધણીમાં મુશ્કેલી ન પડે તે માટે રજીસ્ટ્રાર (જન્મ-મરણ) અને આરોગ્ય અધિકારી દ્વારા મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ, શહેરમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોના અવસાનના કિસ્સામાં હવે પૂર્વ કોર્પોરેટરોના પ્રમાણપત્રો પણ માન્ય રાખવામાં આવશે. સામાન્ય રીતે 60 વર્ષથી ઉપરની વ્યક્તિનું વૃદ્ધાવસ્થાના કારણે અવસાન થાય ત્યારે વિસ્તારના કોર્પોરેટરનું પ્રમાણપત્ર રજૂ કરી નજીકના ફાયર સ્ટેશનમાં નોંધણી કરાવવાની પ્રક્રિયા હોય છે. હાલમાં નવા કોર્પોરેટરોની નિમણૂક ન થાય ત્યાં સુધી, ખાસ કરીને આકસ્મિક સંજોગોમાં કે મોડી રાત્રિના સમયે થતા મૃત્યુ માટે, જે કોર્પોરેટરોની મુદત પૂર્ણ થઈ છે તેવા પૂર્વ કોર્પોરેટરો દ્વારા આપવામાં આવેલા મરણ અંગેના પ્રમાણપત્રો ફાયર સ્ટેશનમાં સ્વીકારવામાં આવશે. આ પ્રમાણપત્ર જોડીને મૃતકના સગા અંતિમવિધિ માટેની જરૂરી મંજૂરી મેળવી શકશે. જોકે દિવસ દરમિયાન એટલે કે સવારના 09:00 કલાકથી સાંજના 06:00 કલાક સુધીના સમયગાળામાં લોકોએ નજીકના આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે, જે મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર આપશે. અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ નવી વ્યવસ્થા અંગે તમામ ફાયર સ્ટેશનોને સૂચના આપી દેવામાં આવી છે. રાજકોટમાં રામનવમી-મહાવીર જયંતિના તહેવારોમાં કતલખાના બંધ રાખવા આદેશ, માંસનાં વેચાણ પર પ્રતિબંધ રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, તારીખ 26/03/2026 ના રોજ 'રામનવમી' અને તારીખ 31/03/2026 ના રોજ 'મહાવીર જયંતિ' ના પવિત્ર તહેવારો નિમિત્તે રાજકોટ મહાપાલિકાના વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત, આ બંને દિવસો દરમિયાન શહેરના કોઈપણ વિસ્તારમાં માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કરવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તહેવારોની ગરિમા જળવાય તે હેતુથી તંત્ર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશનો અમલ ચુસ્તપણે થાય તે માટે કમિશનર તુષાર સુમેરા દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. સંબંધિત તમામ વેપારીઓએ આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ જાહેરનામાનો ભંગ કરતા જણાશે, તો તેમની સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-1949 ની કલમ 329 અને 336 તેમજ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ મુજબ કડક ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરત મહાનગરપાલિકા દ્વારા વંદે માતરમ @150ની ઉજવણી:મુખ્ય કચેરી અને તમામ વોર્ડ ઓફિસો સહિત સ્થળો સામૂહિક ગાનથી ગુંજી ઉઠ્યા
    Next Article
    ભાવનગરમાં જાહેરમાં જજ અને વકીલ બાખડ્યા:કોર્ટના ગેટ પાસે વિજય સરઘસમાં ઘોંઘાટ થતાં જજ દોડી આવ્યા, વકીલે કહ્યું- 'મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો...'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment