Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતાને ગાતા જોઈ અમાલ મલિક સ્ટેજ પર રડી પડ્યો:ડબુ મલિકના સંઘર્ષને પ્રેરણા ગણાવી; પરિવાર સાથે છેડો ફાડવા પર મોટો ખુલાસો કર્યો

    2 days ago

    મ્યુઝિક કમ્પોઝર અને સિંગર અમાલ મલિક તાજેતરમાં જયપુર પહોંચ્યો હતો, જ્યાં એક લાઇવ પરફોર્મન્સ દરમિયાન તે મંચ પર ભાવુક થઈ ગયો. તે ક્ષણને યાદ કરતા તેણે જણાવ્યું કે, જ્યારે તેના પિતા મંચ પર તેમનું જ ગીત ગાઈ રહ્યા હતા અને દર્શકો તેમને ભરપૂર પ્રેમ આપી રહ્યા હતા, ત્યારે તે પોતાને રોકી શક્યો નહીં. અમાલ માને છે કે, તેના પિતાને તેમની કારકિર્દીમાં તે ઓળખ અને સન્માન ન મળ્યું, જેના તેઓ સંપૂર્ણપણે હકદાર હતા. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણે પોતાની જર્ની વિશે જણાવ્યું. તેણે જણાવ્યું કે મલિક ફેમિલીમાંથી આવવા છતાં તેની સફર સરળ નહોતી રહી અને તેના પિતાએ પણ બોલિવૂડમાં લાંબો સંઘર્ષ કર્યો. અમાલે પોતાના પિતાને 'સૌથી સફળ નિષ્ફળતા' ગણાવતા કહ્યું કે, તેમણે ક્યારેય હાર ન માની અને તે જ તેના માટે સૌથી મોટી પ્રેરણા છે. વાતચીત દરમિયાન અમાલે રિયાલિટી શો 'બિગ બોસ'માં પોતાના અનુભવ પર પણ ખુલીને વાત કરી. તેણે કહ્યું કે, જ્યારે તે આ શોમાં ગયો, ત્યારે તે જીવનના એક મુશ્કેલ અને માનસિક રીતે નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. જોકે 106 દિવસની તે સફર તેના માટે પોતાને ફરીથી સમજવા અને મજબૂત બનવાની તક સાબિત થઈ. પ્રશ્ન: જયપુરમાં પરફોર્મન્સ દરમિયાન તમે કેમ રડવા લાગ્યા? અમાલ: જયપુરમાં મારા પિતા સ્ટેજ પર મારી સાથે હતા અને તેઓ મારું ગીત ગાઈ રહ્યા હતા. તેમને મંચ પર મારું ગીત ગાતા જોઈને મારા માટે તે ખૂબ જ ભાવુક ક્ષણ હતી. સૌથી ખાસ વાત એ હતી કે, લોકો તેમને એટલો પ્રેમ આપી રહ્યા હતા. મને હંમેશા લાગે છે કે, તેમના સમયમાં પણ તેઓ આ પ્રેમ અને સન્માનના સંપૂર્ણ હકદાર હતા. આજે જો હું અને મારો ભાઈ અરમાન એક માધ્યમ બની શક્યા છીએ અને લોકોનો તે પ્રેમ અમારા દ્વારા તેમને મળી રહ્યો છે, તો મારા માટે આનાથી વધુ ખુશીની વાત શું હોઈ શકે? તે ક્ષણે મને પોતે પણ સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. હું ખૂબ ખુશ હતો અને સાથે જ ભાવુક પણ થઈ ગયો હતો. તમે માનો છો કે તમારા પિતાને તેમની કારકિર્દીમાં તે ઓળખ અને તકો મળી શકી નહીં, જેના તેઓ હકદાર હતા? અમાલઃ ઘણીવાર લોકોની એવી ધારણા હોય છે કે જો તમે મલિક પરિવારમાંથી આવો છો, જ્યાં પહેલેથી જ એક મ્યુઝિકલ વારસો છે, તો તમને બધું જ સરળતાથી મળી જતું હશે. લોકો સમજે છે કે, અમે ચાંદીની ચમચી લઈને જન્મ્યા છીએ, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. મારા પિતાની બોલિવૂડમાં યાત્રા ખૂબ મુશ્કેલ રહી છે. મારા કાકા અનુ મલિક, જે મારા પિતાના મોટા ભાઈ છે, તેમની કારકિર્દી ખૂબ જ શાનદાર રહી છે. લગભગ 40-45 વર્ષ સુધી તેઓ સુપરસ્ટાર મ્યુઝિક ડિરેક્ટર રહ્યા છે અને અમારા પરિવારના મ્યુઝિકલ વારસાને તેમણે 90ના દાયકાથી લઈને આજ સુધી મજબૂતીથી આગળ વધાર્યો છે. મારા પપ્પાએ પણ 2000 થી 2004 ની વચ્ચે ખૂબ સારું કામ કર્યું. તેમણે લગભગ 60-70 ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમને તે ઓળખ અને સન્માન ન મળ્યું, જેના તેઓ હકદાર હતા. એટલું જ નહીં, ઘણી વાર તેમને કોઈ મોટા સમારોહ કે ફંક્શનમાં આમંત્રણ પણ ન મળ્યું. આ વાત એક બાળક તરીકે મને અને મારા નાના ભાઈ અરમાનને ખૂબ જ અનુભવાતી હતી. અમારા બંનેના મનમાં હંમેશા એ જ હતું કે, અમારે અમારા પપ્પા માટે કંઈક કરીને બતાવવું છે. જ્યારે મારા દાદાજી સરદાર મલિક તેમના જીવનના અંતિમ તબક્કામાં હતા, ત્યારે મારા પપ્પાએ સંગીતથી અંતર બનાવી લીધું. તે સમયે હું ફક્ત 15 વર્ષનો હતો. પિતાએ મારી પાસેથી વચન લીધું કે હું દર અઠવાડિયે ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા કમાઈને લાવીશ. આ માટે મેં ટીવી સિરિયલ્સ માટે કામ કર્યું અને ત્યાંથી મારી યાત્રા શરૂ થઈ. હું હંમેશા કહું છું કે, જો મારા પપ્પા આટલી પ્રામાણિકતાથી સંઘર્ષ ન કરત અને પોતાની રીતે ‘સફળ નિષ્ફળતા’નો સામનો ન કરત, તો કદાચ આજે હું અને મારો ભાઈ અરમાન મલિક અહીં સુધી ન પહોંચત. પ્રશ્ન: તમારી જર્ની વિશે જણાવો? અમાલ: મારા પપ્પાએ મને હંમેશા એક જ વાત કહી કે, જ્યારે પણ આ ઇન્ડસ્ટ્રીમાં આવો, ત્યારે એટલા તૈયાર રહો કે કોઈ તમારા પર પ્રશ્ન ન ઉઠાવી શકે. મેં સંગીતને વ્યવસ્થિત રીતે શીખ્યું. મેં પિયાનોમાં વેસ્ટર્ન ક્લાસિકલનો કોર્સ કર્યો અને ટ્રિનિટી કોલેજ લંડનની પરીક્ષાઓ મુંબઈમાં આપી. સંગીત એક બહુ મોટો સમુદ્ર છે, તેને સંપૂર્ણપણે શીખવું શક્ય નથી, પરંતુ મેં જેટલું થઈ શક્યું, તેટલું શીખવાનો પ્રયાસ કર્યો. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત મેં મારા દાદાજી પાસેથી શીખ્યું અને હજુ પણ ભારતીય સંગીતની ઔપચારિક તાલીમ લઈ રહ્યો છું. અમારા પરિવારમાં સૌથી વધુ સંગીતનું ઔપચારિક શિક્ષણ મારા દાદા સરદાર મલિકે લીધું હતું. તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિશારદ હતા અને કપૂરથલા, પંજાબથી શાસ્ત્રીય પરંપરામાં તાલીમ લઈને આવ્યા હતા. તેમને ફક્ત સંગીત જ નહીં, પરંતુ કથક અને ભરતનાટ્યમ જેવા નૃત્ય સ્વરૂપોની પણ સારી સમજ હતી. શરૂઆતના તબક્કામાં તેમણે કોરિયોગ્રાફર તરીકે પણ કામ કર્યું અને 1940-50ના દાયકામાં બે ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી હતી. 2019માં મને મેલબર્ન સિમ્ફની ઓર્કેસ્ટ્રા સાથે પરફોર્મ કરવાનો મોકો મળ્યો. મારા પહેલા ત્યાં ફક્ત એ. આર. રહેમાને પ્રસ્તુતિ આપી હતી. મારા અને મારા પપ્પા માટે આ ખૂબ જ ગર્વનો ક્ષણ હતો કે હું તે મંચ પર પ્રસ્તુતિ આપનાર બીજો ભારતીય બન્યો. પ્રશ્ન: જ્યારે તમે બંને ભાઈ સાથે મ્યુઝિક પર કામ કરો છો, ત્યારે કયા પ્રકારની ચર્ચા થાય છે? અમાલ: હવે તો અમે બંને ભાઈઓ સાથે બેસીને સંગીત બનાવવાનો સમય બહુ ઓછો કાઢી શકીએ છીએ. છેલ્લી વાર અમે લગભગ 2014-15માં સાથે બેસીને સંગીત પર કામ કરતા હતા. આજકાલ હું મારા કામમાં વ્યસ્ત રહું છું અને અરમાન મલિક પણ તેના શો અને અન્ય પ્રોજેક્ટ્સમાં ખૂબ વ્યસ્ત રહે છે. તેના લગ્ન પણ થઈ ચૂક્યા છે, તેથી બધાના પોતપોતાના કામ અને જવાબદારીઓ છે. જોકે, અમે એકબીજાના કામનું રિવ્યુ હંમેશા કરતા રહીએ છીએ. અવારનવાર ફોન કે વીડિયો કૉલ પર વાતચીત થતી રહે છે. જ્યારે પણ અમે સંગીત પર ચર્ચા કરીએ છીએ, ત્યારે ઘણી વાર એવું લાગે છે કે અમે બે નહીં પણ ત્રણ ભાઈઓ છીએ, કારણ કે પપ્પા પણ તે વાતચીતનો ભાગ બની જાય છે અને બિલકુલ મિત્રની જેમ સલાહ આપે છે. અમારા પરિવારમાં સંગીત માત્ર એક પરંપરા જ નથી, પરંતુ અમને ભાવનાત્મક રીતે પણ જોડી રાખતી વસ્તુ છે. જ્યારે કોઈ ગીત સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે, ત્યારે સૌથી છેલ્લે અમારી મમ્મી તેને સાંભળે છે. તે હંમેશા કહે છે કે, તેમને ડેમો નથી સાંભળવો, સીધું ફાઇનલ ગીત જ સાંભળવું છે, જેમ મ્યુઝિક લેબલને સંભળાવવામાં આવે છે. મમ્મીને સંગીત સાથે એટલો લગાવ નથી. તેમનું બેકગ્રાઉન્ડ કાયદાનું છે અને ઘરમાં તે જ શિસ્ત અને વ્યવસ્થા જાળવી રાખે છે. જોકે, સંગીત હું જાતે જ બનાવું છું, પરંતુ જ્યારે પણ કોઈ નવું ગીત તૈયાર કરું છું, ત્યારે સૌથી પહેલા તેને મારા પપ્પાને સંભળાવું છું. તે પછી હું મારા ચાર-પાંચ નજીકના મિત્રો અને અરમાનને પણ સંભળાવું છું. હું મજાકમાં તેમને મારા 'પાંચ પાંડવ' કહું છું. પ્રશ્ન: બિગ બોસમાં તમારી જર્ની કેવી રહી? અમાલ: જ્યારે હું શોમાં ગયો, ત્યારે મારી માનસિક સ્થિતિ બહુ મજબૂત નહોતી. મારા મિત્રો, પરિવાર અને ડોકટરોએ પણ કહ્યું કે, આ યોગ્ય સમય નથી. પરંતુ મેં તેને પોતાને પડકાર આપવાની તક સમજી. અને અંતે શોનો ફાઇનલિસ્ટ બન્યો અને આ મારા માટે ખૂબ મોટી સિદ્ધિ રહી. 106 દિવસ સુધી તે ઘરમાં રહેવું સહેલું નહોતું, પરંતુ તે અનુભવ મારા માટે ખૂબ જ ખાસ રહ્યો. છેલ્લા પાંચ લોકોએ જેટલો લાંબો સમય ત્યાં વિતાવ્યો, તેના માટે હું બધાને સલામ કરું છું. જોકે, મેં પહેલા ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'બિગ બોસ' મારા સ્વભાવનો શો નથી. પરંતુ જ્યારે તેમણે જણાવ્યું કે, આ વખતે શોમાં સભ્ય અને સમજદાર લોકો હશે અને ફોર્મેટ પણ થોડું અલગ હશે, ત્યારે મેં આ પડકાર સ્વીકાર્યો. આ સમય દરમિયાન મેં એક પોસ્ટ પણ મૂકી હતી, જેમાં મેં મારા પરિવારથી અંતર અને માનસિક સ્થિતિ વિશે વાત કરી હતી. ખરેખર, તે સમયે મારા પાલતુ શ્વાન 'હેન્ડસમ'નું મૃત્યુ થયું હતું, જેને મેં જાતે મારા હાથે દફનાવ્યો હતો. આ ઘટનાથી ભાવનાત્મક રીતે મારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો. લોકો પૂછી રહ્યા હતા કે, હું ફિલ્મો કેમ નથી કરી રહ્યો, અચાનક કેમ ગાયબ થઈ ગયો છું. તેનો જ જવાબ આપવા માટે મેં તે પોસ્ટ લખી હતી. મેં પહેલાં 'ખતરોં કે ખિલાડી' માટે હા પણ કહી હતી, પરંતુ મારા ઘૂંટણની ઈજાને કારણે ડોકટરોએ મને તે શોમાં ભાગ લેવાની ના પાડી દીધી અને તે તક બની શકી નહીં.
    Click here to Read More
    Previous Article
    Expert Explains: Regime change needs air power with ground troops, says former Air Chief Dhanoa
    Next Article
    સુરત મહાનગરપાલિકા દ્વારા વંદે માતરમ @150ની ઉજવણી:મુખ્ય કચેરી અને તમામ વોર્ડ ઓફિસો સહિત સ્થળો સામૂહિક ગાનથી ગુંજી ઉઠ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment