Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ARIEL’ને બદલે ‘ARIAL’નાં સ્ટિકર લગાવતા:ઉત્રાણમાં ડુપ્લિકેટ એરિયલ, કેશકિંગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 3ની ધરપકડ

    4 days ago

    ઉત્રાણના એક ગોડાઉનમાંથી નકલી એરિયલ પાવડર અને ઇમામી કેશકિંગ શેમ્પૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં પોલીસે કંપનીઓના પ્રતિનિધિને સાથે રાખીને દરોડો પાડતાં મોનિલ ધોલિયા, સાહિલ વિરાણી અને મેહુલ પટેલની ધરપકડ કરી હતી. 25.74 લાખનો માલ, પેકિંગ સામગ્રી, કોમ્પ્યુટર અને પ્રિન્ટર જપ્ત કરાયા છે. દરોડા દરમિયાન 345 નકલી એરિયલ બોક્સ, 20 ડોલ, 554 ખાલી પ્રિન્ટેડ બોક્સ, 2663 નકલી કેશકિંગ શેમ્પૂની બોટલો મળી આવી હતી. 11 પાસ મુખ્ય આરોપી મોનિલ માર્ચમાં જ કામરેજ પોલીસના હાથે નકલી પ્રોડક્ટ્સ કેસમાં પકડાઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટી જૂના સ્ટોકનો નિકાલ કરીને 1 મહિના પહેલાં 13 હજારના માસિક ભાડે નવું ગોડાઉન લીધું હતું. આરોપીઓએ બે દિવસ પહેલાં જ ઉત્પાદન શરૂ કર્યું હતું અને ઓનલાઈન વેચવાના હતા, તે પહેલા જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. BIS, કોપીરાઈટ એક્ટ અને ટ્રેડમાર્ક એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ કરાઈ છે. ‘ARIEL’ને બદલે ‘ARIAL’નાં સ્ટિકર લગાવતા આરોપીઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓછી કિંમતે નકલી પ્રોડક્ટ્સ વેચવાની યોજના બનાવી રહ્યા હતા. પી એન્ડ જી કંપનીના એરિયલ પાવડરની જગ્યાએ પેકેટો પર ARIEL ને બદલે ARIAL છાપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેશકિંગ શેમ્પૂની પણ ડુપ્લિકેટ પેકિંગ તૈયાર કરવામાં આવી હતી. કંપનીના અધિકારીઓએ પેકેજિંગ, ટ્રેડમાર્ક, પ્રિન્ટિંગ ક્વોલિટી અને બેચ ડિટેલ્સની તપાસ કરીને માલને નકલી જાહેર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી:પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ મળસકે 5 મીમી વરસાદ
    Next Article
    ઉત્પાદન ખર્ચ-વેચાણ વચ્ચેનું ગણિત બગડતાં મુશ્કેલી:ક્રૂડ તૂટ્યું છતાં યુદ્ધ વખતે શેરની જેમ વધેલા યાર્નના ભાવ યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment