Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્પાદન ખર્ચ-વેચાણ વચ્ચેનું ગણિત બગડતાં મુશ્કેલી:ક્રૂડ તૂટ્યું છતાં યુદ્ધ વખતે શેરની જેમ વધેલા યાર્નના ભાવ યથાવત

    4 days ago

    યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવમાં આવેલા ઉછાળાની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર થઈ હતી. પોલિએસ્ટર યાર્નના ઉત્પાદકોએ કાચા માલના ખર્ચમાં વધારો દર્શાવી યાર્નના ભાવમાં સતત વધારો કર્યો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડના ભાવ તૂટી રહ્યા હોવા છતાં યાર્નના ભાવમાં તે મુજબનો ઘટાડો ન કરાતાં વીવર્સ અને પ્રોસેસર્સમાં રોષ છે. સૂત્રો મુજબ, યુદ્ધ દરમિયાન યાર્નના ભાવમાં રોજેરોજ વધારો થતાં વીવિંગમાં ઉત્પાદન ખર્ચ વધ્યો હતો. બીજી તરફ કાપડની માંગ નબળી હોવાથી ઉત્પાદકો આ બોજો ગ્રાહકો પર સંપૂર્ણપણે ટ્રાન્સફર કરી શક્યા ન હતા, જેથી માર્જિન ઘટ્યાં છે. વીવર્સને મીટરે 3 રૂપિયાનું નકસાન વીવિંગ ઉદ્યોગની વર્કિંગ કેપિટલ પર વધારાનો બોજ આવી રહ્યો છે. ખાસ કરીને નાના વીવર્સ માટે સ્થિતિ ગંભીર છે. ક્રૂડ મોંઘું થાય ત્યારે યાર્નના ભાવમાં વધારો ઝડપથી થાય છે, પરંતુ ક્રૂડ સસ્તુ થાય ત્યારે ઘટાડામાં સમય લાગે છે. આગામી દિવસોમાં યાર્નના ભાવ ઘટે નહીં તો મંદીનો સામનો કરી રહેલા વીવિંગ ઉદ્યોગ પર દબાણ વધશે. હાલ યાર્નના ભાવ કિલોએ 70-80 વધતાં કાપડનું કોસ્ટિંગ મીટરે 3 રૂપિયા વધ્યું છે. હાલ વીવરો નુકસાની વેઠી રહ્યા છે.’
    Click here to Read More
    Previous Article
    ‘ARIEL’ને બદલે ‘ARIAL’નાં સ્ટિકર લગાવતા:ઉત્રાણમાં ડુપ્લિકેટ એરિયલ, કેશકિંગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 3ની ધરપકડ
    Next Article
    નિયમો નેવે મુકી ગરીબોનાં મકાનો તોડાયાં:નાસીરનગરમાં મંજૂરી વિનાના બાંધકામ મુદ્દે બિલ્ડરોને 7 દિવસનું અલ્ટિમેટમ, હવે તોડવાની કાર્યવાહી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment