Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંડ બાદ હવે ડુંગળી મોંઘી:સુરત APMCમાં 35ને બદલે માંડ 20 ટ્રક આવક, 1 મહિનામાં મણનો ભાવ 600થી વધીને 1000 થયો,

    1 day ago

    ખાંડના વધેલા ભાવ બાદ હવે રસોડાની રાણી ગણાતી ડુંગળીના ભાવ રડાવે છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 1 મહિના દરમિયાન ડુંગળીના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય રીતે દરેક વર્ગના રસોડામાં વપરાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચતાં સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો અને ખાસ કરીને ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જે પરિવારો અગાઉ એકસાથે 1 કિલો ડુંગળી ખરીદતા હતા, તેઓ હવે ભાવ વધારાને કારણે માત્ર 500 ગ્રામથી કામ ચલાવવા મજબૂર બન્યા છે. 1 મહિનામાં જ મણ દીઠ ભાવ 1000 રૂપિયા પહોંચ્યા સુરત APMC (સરદાર માર્કેટ) ખાતે અગાઉ 1 મહિના પહેલાં 20 કિલો એટલે કે 1 મણ ડુંગળીનો જથ્થાબંધ ભાવ 500 થી 600 રૂપિયા આસપાસ બોલાતો હતો. જોકે હાલમાં પુરવઠો ખોરવાઈ જતાં સારી ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ સીધો વધીને 800 થી 1000 રૂપિયા પ્રતિ મણ થઈ ગયો છે. હોલસેલ માર્કેટમાં જ ભાવ આટલા ઊંચા હોવાથી છૂટક બજારમાં ડુંગળી સામાન્ય ગ્રાહકોની પહોંચ બહાર જઈ રહી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેતરોમાં પાક સડ્યો ડુંગળીના ભાવમાં અચાનક આવેલા આ તોતિંગ વધારા પાછળનું મુખ્ય કારણ ઉત્પાદક વિસ્તારોમાં પડેલો કમોસમી અને ભારે વરસાદ છે. મહારાષ્ટ્ર સહિતના મુખ્ય ઉત્પાદક પટ્ટાઓમાં જ્યારે નવો પાક જમીનમાંથી બહાર કાઢવાનો સમય હતો, ત્યારે જ ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. ખેતરોમાં પાણી ભરાઈ રહેતાં ખેડૂતોનો તૈયાર પાક જમીનમાં જ સડી ગયો હતો. ખેડૂતો પોતાની ચોલમાં સૂકવીને માર્કેટમાં ડુંગળી ઠલવે તે પહેલાં જ કુદરતી આફતે પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. સુરત માર્કેટમાં આવક અડધી પાકને થયેલા વ્યાપક નુકસાનને પગલે સુરતની સરદાર માર્કેટમાં ડુંગળીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ સુરત માર્કેટમાં રોજેરોજ 30 થી 35 ટ્રક જેટલી ડુંગળી ઠલવાતી હતી, તેની સામે હવે માત્ર 18 થી 20 ટ્રક જ આવી રહી છે. આવક અડધી થઈ જતાં સ્થાનિક બજારમાં ભારે શોર્ટ સપ્લાય ઊભી થઈ છે. દેશની સૌથી મોટી ડુંગળી માર્કેટ ગણાતા પિંપલગાંવમાં પણ ડુંગળીના ભાવ 4000 થી 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચી જતાં તેની સીધી અસર સમગ્ર દેશ સહિત સુરતના બજારો પર પડી છે. નવો પાક નહીં આવે ત્યાં સુધી ભાવ ઊંચા રહેશે: બાબુ શેખ સુરત APMC સરદાર માર્કેટના શાકભાજી અને ડુંગળી-બટાટાના જથ્થાબંધ વેપારી બાબુ શેખે જણાવ્યું હતું કે, "છેલ્લા 1 અઠવાડિયાથી ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ માર્કેટમાં આવક ઘટી જવી છે. અગાઉ 30 થી 35 ટ્રક આવતી હતી, તેની સામે આજે માત્ર 18 થી 20 ટ્રક જ આવે છે. ડુંગળી કાઢવાના સમયે જ ભારે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જે ગ્રાહક પહેલાં 10 ગુણ માલ લેતો હતો તે હવે 5 ગુણ જ ખરીદે છે. હવે જ્યારે ડુંગળીનો નવો પાક માર્કેટમાં આવશે ત્યારે જ ભાવો અંકુશમાં આવશે."
    Click here to Read More
    Previous Article
    મિસફાયરિંગ કેસમાં PSIના સસ્પેન્શનની તૈયારીઓ:પી. એચ. મકવાણાને તાત્કાલિક અસરથી બદલી કરી હેડક્વાર્ટરમાં મુકાયા, ઈજાગ્રસ્ત અરવિંદભાઈ હજુ પણ સારવાર હેઠળ
    Next Article
    વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી:માતૃભાષા સન્માન સમારંભ કાર્યક્રમમાં પાંચ મહાનુભાવોનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment