Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી:માતૃભાષા સન્માન સમારંભ કાર્યક્રમમાં પાંચ મહાનુભાવોનું સન્માન કરાયું

    1 day ago

    વિદ્યાવાન ફાઉન્ડેશન અને શેઠ સી.એન. વિદ્યાવિહારના ઉપક્રમે સોમવારે ‘માતૃભાષા સન્માન સમારંભ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા માટે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારી 5 ક્ષમતાવાન વ્યક્તિઓને માતૃભાષા સન્માન એનાયત કરવામાં આવ્યા હતા. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મુરબ્બી સર્જક રઘુવીર ચૌધરીના વરદહસ્તે અમર ભટ્ટ, સલીલ મહેતા, અસીમ પંડ્યા, પિંકી પંડ્યા તથા ભાવિન શેઠને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અમર ભટ્ટે વીર કવિ નર્મદની કાવ્યરચના ગાઈને સમગ્ર વાતાવરણને સૂરીલું બનાવ્યું હતું. કાર્યક્રમમાં પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં રઘુવીર ચૌધરીએ જણાવ્યું હતું કે, "વીર નર્મદના જન્મદિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ સાથે જોડવો તે અત્યંત યોગ્ય નિર્ણય છે." તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતી ભાષાની વિવિધ બોલીઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ થવો જોઈએ અને માતૃભાષાના સંવર્ધન માટે ગમે તેટલું કાર્ય કરીએ તે ઓછું જ પડે છે. વિદ્યાવાન ફાઉન્ડેશનના સ્થાપક રમેશ તન્નાએ માતૃભાષાના મહિમાને માત્ર વાતોમાં નહીં પરંતુ હૃદયથી અમલમાં મૂકવાની હાકલ કરી હતી. આ સાથે તેમણે ગુજરાતમાં પ્રજાકીય ધોરણે ‘માતૃભાષા ગુજરાતી વિશ્વવિદ્યાલય’ સ્થાપવાના મહત્વકાંક્ષી પ્રકલ્પ અંગેની જાણકારી આપી હતી. શેઠ સી.એન. વિદ્યાવિહારનાં નિયામક ડૉ. વૈશાલી શાહે પોતાની સંસ્થાની 100થી પણ વધુ વર્ષ જૂની માતૃભાષા પ્રત્યેની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને વાગોળી હતી.આ પ્રસંગે સી.એન.ના ભગવાનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. અનિતા તન્ના દ્વારા કરવામાં આવી હતી. આ સમારંભમાં પૂર્વ યુવક અને સાંસ્કૃતિક મંત્રી મહેન્દ્ર ત્રિવેદી, ગૌરાંગ દિવેટીયા, જસુભાઈ કવિ, અલકેશ પટેલ, બંકિમ મહેતા, પ્રણવ ત્રિવેદી અને રોહિતભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સી.એન. તાલીમી વિદ્યાલયના અધ્યાપકો અને ભાવિ શિક્ષકો (તાલીમાર્થીઓ)એ ભારે સર્જનાત્મક જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ખાંડ બાદ હવે ડુંગળી મોંઘી:સુરત APMCમાં 35ને બદલે માંડ 20 ટ્રક આવક, 1 મહિનામાં મણનો ભાવ 600થી વધીને 1000 થયો,
    Next Article
    'Brought Shame': Telangana Man Asks Daughter's Techie Partner To Kill Her. He Does

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment