Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરા APMC ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો:ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠક પર વિજય, વેપારી પેનલની 2 બેઠક અને 2 અપક્ષ જીત્યા

    8 hours ago

    અમરેલી જિલ્લાની બાબરા APMC ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો જીત્યા છે, જ્યારે 2 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે. વેપારી વિભાગની 4 બેઠકોમાંથી 2 ભાજપ અને 2 અપક્ષ ઉમેદવારોએ જીતી છે. ખેડૂત મતદાર મંડળની 10 બેઠકો માટે 21 ઉમેદવારો મેદાનમાં હતા. 341માંથી 333 ખેડૂતોએ મતદાન કર્યું હતું, જે લગભગ 97 ટકા જેટલું હતું. ઝાપડિયા ચનાભાઈ ભુટાભાઈ (215 મત), પાનસેરિયા હિંમતભાઈ ગોરધનભાઈ (208 મત), ખોખરિયા અજીતભાઈ વાલજીભાઈ (181 મત) સહિત 10 ઉમેદવારો વિજેતા બન્યા. વેપારી મતદાર મંડળની 4 બેઠકો માટે 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આંબલિયા લલિતભાઈ કરશનભાઈ, રાઠોડ વિજયભાઈ ભગવાનભાઈ, ભંડેરી ખોડીદાસભાઈ પરષોત્તમભાઈ અને મકવાણા રાજેશભાઈ મનજીભાઈ વિજેતા થયા. પરિણામ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના નેતાઓ યાર્ડ પહોંચી વિજેતા ઉમેદવારોને આવકાર્યા. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ વધુમાં કહ્યું કુલ 11 ઉમેદવારો અમારા એપીએમસીમાં વિજેતા બન્યા છે. ખૂબ જ લોકોનો સહયોગ મળ્યો છે. દરેક સહકારી આગેવાનો, દરેક મંડળીઓના કારોબારી વ્યવસ્થાપકના સભ્યો, પ્રમુખ અને સર્વે કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્યા છે એવી રીતે હવે પણ અમે વિકાસના કાર્યોમાં પણ માર્કેટયાર્ડ બાબરા જિલ્લામાં અવ્વલ નંબર ઉપર આવે એવા સૌ સાથે મળીને પ્રયાસ કરીશું. અમરેલી એસ.આર.અળીયાળીયા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ બાબરા બજાર સમિતિ સામાન્ય ચૂંટણી 2026માં ખેડૂત મતદાર મંડળમાં કુલ 28 જેટલા ફોર્મ ભરાયેલા, તે પૈકી સાત જેટલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા 21 જેટલા ઉમેદવારી ફોર્મ બાકી રહેતા મતદાન થયું હતું. એ જ રીતે વેપારી મતદાર મંડળમાં પણ કુલ ખાલી જગ્યા ચાર માટે 13 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી હતી. જે પૈકી પાંચ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા આઠ જેટલા ઉમેદવારો માટે મતદાન થયેલું હતું. તારીખ 28 સપ્ટેમ્બર 2026ના રોજ થયેલ મતદાનમાં ખેડૂત મતદાર મંડળમાં 97% જેવું તથા વેપારી મતદાર મંડળમાં 100% જેટલું જંગી મતદાન થયું હતું. જેની મતગણતરી આજરોજ 29 સપ્ટેમ્બર 2026ના રોજ થતાં ખેડૂત મતદાર મંડળમાં 10 ખાલી જગ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સાસુ-વહુએ સિકલીગર ચોરને ઝડપી પોલીસને સોંપ્યો:રોહિતનગર ટેકરા વિસ્તારમાં તિજોરી સરખી કરવાના બહાને દોઢ લાખના દાગીના ચોર્યા, રિક્ષાથી પકડી પાડ્યાં
    Next Article
    મનપા દ્વારા રૂ.497 કરોડના વિકાસ કામોને બહાલી અને મંજૂરી અપાશે:બુધવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં EWS આવાસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના કામોને મંજૂરીની મહોર મારશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment