Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસુ-વહુએ સિકલીગર ચોરને ઝડપી પોલીસને સોંપ્યો:રોહિતનગર ટેકરા વિસ્તારમાં તિજોરી સરખી કરવાના બહાને દોઢ લાખના દાગીના ચોર્યા, રિક્ષાથી પકડી પાડ્યાં

    7 hours ago

    મહેસાણાના રોહિતનગર ટેકરા વિસ્તારમાં તિજોરીનું લોક સરખું કરવાના નામે ઘરમાં ઘૂસી રૂ. 1.62 લાખના દાગીનાની ચોરી કરનાર સિકલીગર આરોપીને ભોગ બનનાર મહિલા અને તેમની પુત્રવધૂએ શોધી કાઢ્યો હતો. સાસુ-વહુએ હિંમત દાખવી સ્થાનિકોની મદદથી ચોરને પકડી પોલીસને સોંપી દીધો હતો. આ અંગે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે. ચોરીની મોડસ ઓપરેન્ડી રોહિતનગર ટેકરો ખાતે રહેતા પુષ્પાબેન સોલંકીના ઘરે એક ચાવી બનાવનાર શખ્સ આવ્યો હતો. તિજોરીનું લોક ખરાબ હોવાથી પુષ્પાબેને તેને રિપેર કરવા કહ્યું હતું. લોક સરખું કરવાના બહાને આશરે કલાક રોકાયા બાદ શખ્સે સામાન લેવા જવાનું કહી ચક્કર માર્યો હતો. બાદમાં લોક સરખું ન થતાં મજૂરીના પૈસા લીધા વિના જ તે ઉતાવળે નીકળી ગયો હતો. શંકા જતાં તિજોરી તપાસતા અંદર રાખેલી સોનાની બુટ્ટીઓ અને ચાંદીની પાયલ મળી કુલ રૂ. 1,62,700ના દાગીના ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. રિક્ષાથી શોધી સ્થાનિકોની મદદથી પકડી પાડ્યાં ચોરીનો ખ્યાલ આવતા જ પુષ્પાબેન અને તેમની પુત્રવધૂ છાયાબેને તુરંત રિક્ષા કરીને મહેસાણા શહેરમાં ચોરની શોધખોળ આદરી હતી. રસ્તામાં શખ્સ નજરે પડતાં બંને મહિલાએ આજુબાજુના લોકોની મદદથી તેને સ્થળ પર જ ઝડપી લીધો હતો અને ચોરાયેલા તમામ દાગીના રિકવર કર્યા હતા. પકડાયેલા આરોપીનું નામ બલ્લુસિંગ શેરસિંગ સિકલીગર (રહે. અમીરગઢ, જિ. બનાસકાંઠા) હોવાનું ખુલ્યું હતું. સાસુ-વહુએ ચોરને મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે રજૂ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Nepal Landslide Viral Video: ताश के पत्तों की तरह ढहा पहाड़, खौफनाक मंजर!|Nepal Flood 2026 |Disaster
    Next Article
    બાબરા APMC ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો:ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠક પર વિજય, વેપારી પેનલની 2 બેઠક અને 2 અપક્ષ જીત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment