Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા દ્વારા રૂ.497 કરોડના વિકાસ કામોને બહાલી અને મંજૂરી અપાશે:બુધવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં EWS આવાસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના કામોને મંજૂરીની મહોર મારશે

    9 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે બુધવારના રોજ મળનારી છે ત્યારે શહેરની જનતાને લોકસુખાકારીની વધુ સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ બેઠકમાં કુલ 39 જેટલાં ઠરાવો ના અંદાજિત રૂ.497.78 કરોડના વિવિધ વિકાસ કામોને મંજૂરી તથા બહાલી આપવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સ્વચ્છ ભારત મિશન તથા રાજ્ય સરકારમાંથી પ્રાપ્ત મળતી વિવિધ ગ્રાન્ટ અંતર્ગત રૂ.496.09 કરોડના કામોને બહાલી આપવામાં આવશે, જ્યારે રૂ.1.69 કરોડના નવા કામોને મંજૂરી આપવામાં આવશે. મુખ્ય બહાલી મેળવનાર મહત્વના વિકાસ કામોમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસ યોજનાઓ અધેવાડા ખાતે 579 EWS-2 આવાસ: રૂ.83.60 કરોડ, અધેવાડા ખાતે 628 EWS-2 આવાસ રૂ.90.35 કરોડ, અધેવાડા ખાતે 704 EWS-2 આવાસ રૂ.104.71 કરોડ, સિદસર ખાતે વિવિધ ફાઇનલ પ્લોટમાં 860 EWS-1 અને EWS-2 આવાસ: રૂ.125.33 કરોડ તેમજ ભીના કચરાના પ્રોસેસિંગ માટે 200 ટન ક્ષમતાનો વેસ્ટ-ટુ-કમ્પોસ્ટ પ્લાન્ટ અને 3 વર્ષના OM કામ રૂ.52.71 કરોડ, કચરાના ટ્રાન્સપોર્ટેશન માટે 200 ટન કેપેસિટીનું રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન રૂ.20.33 કરોડ, પશ્ચિમ ઝોનમાં સિદસર ફિલ્ટર પ્લાન્ટ પાસે 24 ML ક્ષમતાનો રો-વોટર સંપ 2 વર્ષના OM સાથે રૂ.15.19 કરોડ, ફુલસર મધુવન સોસાયટીથી સિદસર રોડ સુધી ફોરલેન પેવર રોડ રૂ.1.76 કરોડ, ટાઉન હોલની પાછળ હેરિટેજ ડાઇનિંગ હોલનું નિર્માણ રૂ.2.11 કરોડ, રાજકોટ રોડ પર આવેલા ફ્લાયઓવરના સુશોભન માટે આર્ટિસ્ટિક પેઇન્ટિંગ રૂ.76.70 લાખ, કુંભારવાડા નારી રોડ થી ડમ્પ સાઇટ SLF વે-બ્રિજ સુધી DI પાઇપલાઇન રૂ.47.61 લાખ, વડવા વોશિંગઘાટ પાસે નાઇટ શેલ્ટરની બાજુમાં સ્માર્ટ આંગણવાડી રૂ.45.01 લાખ સહીત કુલ રૂ.497,78,51,107 ના ખર્ચે થનારા આ વિકાસ કાર્યોથી ભાવનગર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, સ્વચ્છતા અને લોકસુવિધામાં મોટો વધારો થશે...
    Click here to Read More
    Previous Article
    બાબરા APMC ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો:ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠક પર વિજય, વેપારી પેનલની 2 બેઠક અને 2 અપક્ષ જીત્યા
    Next Article
    મોટા યક્ષના મેળામાં સ્વચ્છતા અભિયાન બન્યું જનઆંદોલન:રેલી, સફાઈ અને નાટક દ્વારા અપાઈ ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment