Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધને APK ફાઇલ મોકલી ગઠિયાએ 9.77 લાખ પડાવ્યા:નાગપુર જવા રૂમ બુક માટે કસ્ટમર કેરમાં ફોન કરતા APK ફાઇલ મોકલી, ઓપન કરતા જ રકમ ઉપડી

    2 days ago

    અમદાવાદ શહેરના નવરંગપુરામાં રહેતા વૃદ્ધે દિવાળીમાં નાગપુર ફરવા જવા ઓનલાઇન એપ્લિકેશન માધ્યમથી રૂમ બુક કરાવ્યો હતો. જેમાં પાનકાર્ડ અપલોડ કરવા કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો. કસ્ટમર કેરમાંથી સાયબર ગઠિયાઓએ વૃદ્ધને APK ફાઇલ મોકલી હતી, જે ડાઉનલોડ કરતા વૃદ્ધના ખાતામાંથી 9.77 લાખ ઉપડી ગયા હતા. જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. પાનકાર્ડ અપલોડ ન થતા કસ્ટમર કેરનો સંપર્ક કર્યો શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને દિવાળી વેકેશનમાં ફરવા નાગપુર જવા ઓનલાઇન AIRBNB નામની એપ્લિકેશનના માધ્યમથી રૂમ બુક કર્યો હતો. એપ્લિકેશનમાં પાનકાર્ડ અપલોડ થતું નહોતું જેથી વૃદ્ધે ઓનલાઇન કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો. કસ્ટમર કેરમાંથી સાયબર ગઠિયાઓએ વૃદ્ધને APK ફાઇલ મોકલી હતી જે ડાઉનલોડ કરી વૃદ્ધે પાનકાર્ડ અપલોડ કરી દીધું હતું. ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 9.77 લાખ ઉપડી ગયા બાદમાં બીજા દિવસે પણ વૃદ્ધના મોબાઈલ પર એક APK ફાઇલ આવી હતી જે ડાઉનલોડ કર્યા BOIની ફાઇલ ડાઉનલોડ થઈ હતી. જેથી વૃદ્ધે તે ફાઇલ ડિલીટ કરી હતી છતાં પૈસા કપાવવાનો મેસેજ આવ્યો હતો.વૃદ્ધે બેંકમાં જઈને તપાસ કરતા તેમના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 9.77 લાખ ઉપડી ગયા હતા. જે અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સમી હાઇવે પર કાર-બાઇક વચ્ચે અકસ્માત, યુવાનનું મોત, CCTV:પૂરઝડપે આવતી કારે ટક્કર મારી, બાઇકચાલક 10 ફૂટ હવામાં ફંગોળાયો; સારવાર દરમિયાન મોતને ભેટ્યો
    Next Article
    દોઢ કરોડના દારૂ કેસનો ફરાર આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગરના બજાણામાં SMCએ પકડેલા દારૂના ગુનામાં 9 મહિનાથી નાસતો ફરતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment