Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી હાઇવે પર કાર-બાઇક વચ્ચે અકસ્માત, યુવાનનું મોત, CCTV:પૂરઝડપે આવતી કારે ટક્કર મારી, બાઇકચાલક 10 ફૂટ હવામાં ફંગોળાયો; સારવાર દરમિયાન મોતને ભેટ્યો

    2 days ago

    પાટણ જિલ્લાના સમી હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાઇકચાલકનું મોત થયું છે. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે સમી પોલીસે તપાસ શરૂ કરી છે. CCTVમાં શું દેખાય છે? 21 ઓક્ટોબર બપોરે 12 વાગે સમી હાઇવે પર ઝડપથી આવી રહેલી એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઇકચાલક લગભગ 10 ફૂટ હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો. જ્યારે કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં કારની ટક્કર અને લોકોની દોડધામ સ્પષ્ટ દેખાઈ રહી છે. અકસ્માત બાદ ચાલક ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી. કારચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. સારવાર કારગત નીવડે તે પહેલાં જ યુવકે દમ તોડ્યો મળતી માહિતી મુજબ, સમી હાઇવે પર પેટ્રોલ પંપ નજીક વળાંક લેતી વેળાએ પાટણ તરફથી આવી રહેલા એક કારે બાઈકચાલકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધો હતો. બાઈકચાલક હવામાં ફંગોળાઇ નીચે પડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાજર લોકોની મદદથી બાઈકચાલક યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તુરંત સારવાર અર્થે ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેણે દમ તોડ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ જાખેલ ગામના 30 વર્ષીય ભરવાડ ભરત મહાદેવભાઈ તરીકે થઈ છે. મૃતક યુવક પોતાના પરિવારમાં ત્રણ નાના બાળકને વિલાપ કરતા છોડી ગયો છે. ----- આ પણ વાંચો વાગરા-પીસાદ માર્ગ પર ટેન્કરની ટક્કરે બે યુવકના મોત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વાગરા-પીસાદ માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ નજીક 21 ઓક્ટોબર 2026ના રોજ રાત્રિના આશરે 10:15 વાગ્યાના અરસામાં ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં બાઇકસવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકે સારવાર દરમિયાન દમ તોડતાં સુતરેલ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ અકસ્માતમાં બે યુવકનાં મોતથી પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સંપૂર્ણ અહેવાલ વાંચો આ પણ વાંચો, બાઈકસવાર 4 યુવક બ્રિજ પરથી નીચે પડ્યા, 3નાં મોત આ પણ વાંચો: દશેરાએ અકસ્માતની ત્રણ ઘટનામાં 8ના મોત
    Click here to Read More
    Previous Article
    YSR Congress Accuses NDA Of Obstructing Nominations In Andhra Elections
    Next Article
    વૃદ્ધને APK ફાઇલ મોકલી ગઠિયાએ 9.77 લાખ પડાવ્યા:નાગપુર જવા રૂમ બુક માટે કસ્ટમર કેરમાં ફોન કરતા APK ફાઇલ મોકલી, ઓપન કરતા જ રકમ ઉપડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment