Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    APK ફાઇલ મોકલી ક્રેડિટ કાર્ડમાંથી 6 લાખના મોબાઈલ ખરીદ્યા:ઇન્ડિયન ઓઈલના ઓપરેશન મેનેજરને M.parivahanની APK ફાઇલ આવી, ડાઉનલોડ કરતા ફોન હેક

    11 hours ago

    નારોલ વિસ્તારમાં રહેતા ઈન્ડિયા ઓઈલ કંપનીના ઓપરેશન મેનેજરના મોબાઈલ ફોન પર M.parivahanની APK ફાઇલ આવી હતી. મેનેજરે ફાઇલ ડાઉનલોડ કરતા મોબાઇલનું એક્સેસ મેળવીને અજાણ્યા શખ્સોએ ફોન હેક કરી બેંકના OTP મેળવીને ક્રેડિટકાર્ડમાંથી 5.90 લાખના મોબાઈલ ફોન ખરીદી લીધા હતા. જે અંગે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. રાત્રે 1 વાગ્યે પૈસા કપાયાનો મેસેજ આવ્યો નારોલ ખાતે કર્ણાવતી એપાર્ટમેન્ટ-4 પાસે રહેતા હરીશ ગુપ્તા ઈન્ડિયા ઓઈલમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. મે, 2026 દરમિયાન તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં એપીકે ફાઇલ આવી હતી. તેમણે આ ફાઇલ ખોલીને તરત જ બંધ કરી દીધી હતી. રાત્રે આશરે 1:00 વાગ્યે તેમના ઇ-મેઇલ આઇડી પર આઇસીઆઇસીઆઇ બેંકમાંથી નાણાં કપાયા હોવાનો મેઇલ આવ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે, ક્રેડિટ કાર્ડમાંથી બે ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 5.90 લાખ કપાઈ ગયા છે. તે જ સમયે તેમના ફોન પર જુદી-જુદી કંપનીઓના નામે સતત ઓટીપી પણ આવવા લાગ્યા હતા. ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી ફરિયાદ નોંધાવી છેતરપિંડી થયાની જાણ થતાં જ હરીશભાઈએ તાત્કાલિક બેંકનો સંપર્ક કરી તમામ ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યા હતા. ફ્લિપકાર્ટ એકાઉન્ટના 'માય ઓર્ડર' સેક્શનમાં તપાસ કરતાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ફ્લિપકાર્ટ મિનિટ્સ મારફતે મોંઘા મોબાઇલ ફોન ખરીદાયા હોવાના બે ઇન્વોઇસ જોવા મળ્યા હતા. આ ગઠિયાઓએ તેમના મોબાઇલમાંથી નંબર પર કોલ ફોરવર્ડિંગ સેટ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું. તેમણે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી સુરક્ષાના ભાગરૂપે ફોન ફોર્મેટ મારી દીધો હતો. જે બાદ તેમણે સાયબર ક્રાઈમનો સંપર્ક કરી આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં પોલીસ વિભાગે ‘રન ફોર યુનિટી’ દોડ યોજી:પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને NGOના સભ્યો જોડાયા; વિવિધ કેટેગરીના વિજેતાઓને મેડલ અપાયા
    Next Article
    જોરાવરનગરમાં 84 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું:નીલકંઠ મહાદેવ પરિસરમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment