Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિશા વાકાણીના પિતાનું 84ની વયે નિધન:પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીએ અંતિમ શ્વાસ લીધા, થોડા સમયથી બીમાર હતા

    16 hours ago

    ટીવી એક્ટ્રેસ દિશા વાકાણી ઉર્ફે દયા(તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા) પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84ની વયે નિધન થયું છે. મયુર વાકાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, તેઓ થોડા સમયથી બીમાર હતા. ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય હતા અને રંગભૂમિ, ટેલિવિઝન તેમ જ સિનેમા આ ત્રણેય માઘ્યમોમાં ખેડાણ કરી ચૂક્યા છે. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેઓ નાટકો પ્રોડ્યુસ કરે, ડિરેક્ટ કરે અને તેમાં અભિનય પણ કરે. પપ્પાનાં દિગ્દર્શન હેઠળ ‘મંગળફેરા’, ‘પહેલો સગો’ જેવાં નાટકોમાં દિશાએ બાળકલાકાર તરીકે નાનીનાની ભૂમિકાઓ ભજવી હતી. થોડા વર્ષ પહેલાં દિશા વાકાણીએ પિતા સાથેની બાળપણની યાદો વાગોળતા દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, ‘મને યાદ છે, રિહર્સલ્સ અને શોઝ દરમિયાન સિનિયર અભિનેત્રીઓ મારા ગાલ ખેંચીને પપ્પાને કહેતી કે ભીમભાઈ, તમારી ઈન-હાઉસ હીરોઈન તૈયાર થઈ રહી છે, હોં! મને ત્યારે ‘હીરોઈન’ શબ્દનો અર્થ શો થાય છે એની ખબર ન પડતી પણ મને લાગે છે કે મોટાં થઈને મારે એકટ્રેસ બનવું છે તેવી ઈરછાનાં બીજ સિનિયર અભિનેત્રીઓની આ કમેન્ટ સાંભળી સાંભળીને જ રોપાયાં હશે!’ દિશા કહે છે. દિશા કહે છે, ‘પપ્પા સાથે છકડામાં ગુજરાતના ગામેગામ ફરીને ‘દારૂ છોડો’ અને ‘બેટી બચાઓ’ જેવા જનજાગૃતિ ફેલાવતા પ્રચારાત્મક શોઝ ઘણા કર્યા છે. સ્વ. શોભન વૈધે લખેલા ‘દુશ્મન’ નામના નાટકના પણ ઘણા શોઝ કર્યા છે. લોકો નીચે જમીન પર બેઠા હોય, કોઈ ઘરના છાપરે ચડીને જોતું હોય. નાટક એ નાટક છે, પછી એ ઓડિટોરિયમમાં ભજવાય કે ખુલ્લામાં ભજવાય. ગામડાંનું આ એકસપોઝર મને એકટ્રેસ તરીકે ખૂબ કામ આવ્યું.’ ‘અમારા માટે વેકેશન એટલે પપ્પા સાથે નાટકો કરવાનાં!’ દિશા કહે છે, ‘એમાં અમને મજા પણ આવતી. નાટકોમાં વ્યસ્ત રહેવાને કારણે બહેનપણીઓ સાથે મિત્રતા ખાસ મેન્ટેઈન ન થતી. પપ્પાની હું ખૂબ લાડકી. મને યાદ છે, એક વાર સ્કૂલમાં હોમ વર્ક નહોતું કર્યું એટલે ટીચર મને વઢેલા. મેં પપ્પાને ફરિયાદ કરી અને ચિઠ્ઠી લખી આપી. એમાં એવું કંઈક લખ્યું કે પછી એ ટીચરે મારી પાસેથી ક્યારેય હોમ વર્ક જ ન માગ્યું! મમ્મીનો સ્વભાવ સંતુલિત. એ બહુ ગુસ્સો ન કરી શકે.’
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો:73,500 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી પણ 50 પોઈન્ટ ગગડ્યો; બેન્કિંગ અને ઓટોમાં વધુ વેચવાલી
    Next Article
    રાજ્યના 18 જિલ્લામાં આજે માવઠાની આાગાહી:40 કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે, 24 કલાક બાદ મહતમ તાપમાનમાં થશે વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment