Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડીમાં જ અંધારું:નવાયાર્ડ વિસ્તારમાં રેન બસેરામાં ચાલી રહેલી આંગણવાડીનું NGOના સંચાલકોએ બિલ નહીં ભરાતા કનેક્શન કપાયું, કોંગ્રેસના કોર્પોરેટરે ઉધડો લીધો

    15 hours ago

    વડોદરા શહેરમાં વોર્ડ-1માં નવાયાર્ડ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા રેન બસેરામાં આંગણવાડી ચલાવવામાં આવે છે. આ રેન બસેરાનું સંચાલન બે સામાજિક સંસ્થાઓને આપવામાં આવ્યું છે, જેઓ દ્વારા વીજબિલના પૈસા ન ભરાતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. આ અંગેની જાણ સ્થાનિક મહિલા કોર્પોરેટરને થતા તેઓએ સ્થળ ઉપર જઈને સામાજિક સંસ્થાના અધિકારીઓનો ઉધડો લીધો હતો ઉપરાંત આંગણવાડીની આસપાસની ગંદકી અંગે પણ ટકોર કરી હતી. 10 વર્ષથી રેન બસેરામાં આંગણવાડી ચાલે છે વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં આવેલા નવાયાર્ડ વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ કરવામાં આવેલા રેન બસેરા ખાતે છેલ્લા 10 વર્ષથી એક આંગણવાડી પણ ચલાવવામાં આવી રહી છે. અહીં કોઈ રહેવા નથી આવતું જેથી તેનો ઉપયોગ શિક્ષાના ધામ તરીકે કરવામાં આવી રહ્યો છે. આ રેન બસેરાના સુચારૂ સંચાલન અને દેખરેખની જવાબદારી બે સામાજિક સંસ્થાઓ માં આસ્થા અને જ્યોતિ સામાજિક સંસ્થાને સોંપવામાં આવી હતી. જોકે, સંસ્થાઓની ઘોર બેદરકારીના કારણે અહીં વીજબિલની બાકી રકમ સમયસર ન ભરાતા વીજ કંપની દ્વારા રેન બસેરાનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. વીજળી ગુલ થઈ જતા આંગણવાડીમાં આવતા નાના બાળકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જવાબદારો સામે મહિલા કોર્પોરેટરનું કડક વલણ આ ગંભીર બેદરકારી અંગેની જાણ સ્થાનિક મહિલા કોર્પોરેટરને થતાં તેઓ તાત્કાલિક ધોરણે નવાયાર્ડ સ્થિત રેન બસેરા ખાતે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. વીજળી વગર અંધારામાં અને ગરમીમાં શેકાતા બાળકોની સ્થિતિ જોઈને સ્થાનિક મહિલા કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ સ્થળ પર જ હાજર સામાજિક સંસ્થાના અધિકારીઓ અને જવાબદારોનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. તેમણે સંસ્થાઓની આંતરિક બેદરકારી અને આર્થિક અવ્યવસ્થાના કારણે સામાન્ય નાગરિકો અને ભૂલકાંઓને પડતી હાલાકી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વહેલી તકે વીજબિલ ભરીને વીજ પુરવઠો પૂર્વવત કરવા આદેશ આપ્યો હતો. આંગણવાડીની આસપાસ ગંદકી અંગે ટકોર આ ઉપરાંત, સ્થળ તપાસ દરમિયાન રેન બસેરા અને આંગણવાડી પરિસરમાં ચારેય તરફ ગંદકી અને અસ્વચ્છતાના થર જોવા મળ્યા હતા. નાના બાળકો જયાં અભ્યાસ કરે છે અને રમે છે તે જગ્યાની આસપાસ જ આટલી ગંદકી હોવાથી બાળકોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર રોગચાળાનું જોખમ ઊભું થયું હતું. આ બાબતે પણ મહિલા કોર્પોરેટરે સંચાલકોને આકરા શબ્દોમાં ટકોર કરીને તાત્કાલિક સફાઈ કરાવવા સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    તાપી ફૂલવાડી હાટ બજાર પ્રોજેક્ટમાં કરોડોનો ભ્રષ્ટાચાર:સરકારી જમીન પર દબાણ, આદિવાસી સમાજ લાભથી વંચિત
    Next Article
    ભારતને ગૉલ ટેસ્ટમાં 178 રનની લીડ મળી:શ્રીલંકા 284 રન પર ઓલઆઉટ, સોનલ દિનૂષાએ 100 રન બનાવ્યા; જાડેજાએ 350 વિકેટમી વિકેટ ઝડપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment