Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    APK ફાઇલ ડાઉનલોડ થતા ખાતામાંથી 5.67 લાખ ઉપડી ગયા:ક્રેટાનું બાકી ચલણ ભરવા ઠગે મકરબાના વૃદ્ધ વેપારીને મોકલેલી ફાઇલ ડાઉનલોડ કરીને ફોન હેક થયો'તો

    1 day ago

    અમદાવાદના મકરબામાં રહેતા વૃદ્ધ સાથે ઈ-ચલણ ભરવાના બહાને રૂ. 5,67,700નું સાયબર ફ્રોડ થયું છે. વૃદ્ધના મોબાઈલ પર ક્રેટા ગાડીનું બાકી ટ્રાફિક ચલણ ભરવા અંગેનો એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં આપેલી લિંક પર ક્લિક કરતા mparivahan.apk નામની ફાઈલ ડાઉનલોડ થતા તેનો ફોન હેક થઈ ગયો હતો, જે બાદ વૃદ્ધના સેવિંગ્સ ખાતામાંથી ઠગે IMPSથી રૂ. 5,67,700 અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. લિંક પર ક્લિક કરતા એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ મકરબા રહેતા 61 વર્ષીય વૃદ્ધ ફ્રુટ માર્કેટમાં ફ્રુટનો વેપાર કરે છે. 22 ઓગસ્ટે વૃદ્ધના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી ટેક્સ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં ક્રેટા ગાડીનું ચલણ ભરવાનું કહેવામાં આવ્યું હતું અને નીચે એક લિંક આપેલી હતી. આ લિંક પર ક્લિક કરતા જ મોબાઈલમાં mparivahan.apk નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી, જેને તેમણે તરત જ બંધ કરી દીધી હતી. ફોન હેક થયો અને બેંક ખાતામાંથી 5.67 લાખ ઉપડી ગયા ત્યારબાદ 2 સપ્ટેમ્બરે સવારે તેમણે ફોનમાં રૂપિયા કપાયાના મેસેજ જોયા હતા. આ અંગે તેમણે પોતાની દુકાને જઈ ભાઈ વિશાલને વાત કરી હતી. બંને ભાઈએ બેંકમાં જઈને તપાસ કરતા તેમની સાથે ફ્રોડ થયું હોવાનું અને ફોન હેક થયો હોવાનું સામે આવ્યું હતું. સાયબર ગઠિયાઓએ તેમના બેંકના ખાતામાંથી IMPSથી કુલ રૂ. 5,67,700ની રકમ અલગ અલગ NSDL Payments Bankના ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ અંગે તેમણે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની જેમ MPમાં પણ લઠ્ઠાકાંડમાં 11ના મોત:રાત્રે દારુ પીધા બાદ તબિયત લથડી, 24 લોકો હોસ્પિટલમાં દાખલ; 4 ગામમાં શોકનો માહોલ
    Next Article
    અમરેલીમાં ઠેબી ડેમ ખાતેથી સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ:મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં અભિયાનની શરૂઆત, કલેક્ટર સહિત અધિકારીઓ અને નગરપાલિકા ટીમ જોડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment